ક્રિયાવિશેષણ । kriya visheshan in gujarati

You are currently viewing ક્રિયાવિશેષણ । kriya visheshan in gujarati
kriya visheshan in gujarati

ક્રિયાવિશેષણ (kriya visheshan in gujarati) ગુજરાતી ભાષામાં ખુબજ અગત્યનો મુદ્દો છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓએ તૈયારી કરવી જરૂરી છે. હાલ ગુજરાત ગૌણ સેવાની પરીક્ષા હોય કે પોલીસ ભરતીની પરીક્ષા હોય ક્રિયા વિશેષણ પૂછવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે પરીક્ષાલક્ષી તમામ ક્રિયાવિશેષણ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Junior Clerk Syllabus 2024 (New Syllabus 2024)

Read Also

ક્રિયાવિશેષણ (kriya visheshan in gujarati)

Site Icon

ક્રિયાપદના અર્થમાં વધારો કરે તે ક્રિયાવિશેષણ.

નોંધ. ક્રિયા થતી હોય તેના અર્થમાં વધારો કરતા શબ્દ.

ઉદા. રાગિણી ખડખડાટ હસી. (અહીં ખડખડાટ – ક્રિયાવિશેષણ છે અને હસી-ક્રિયાપદ છે. )

1. સ્થળવાચક

  • સ્થળ દર્શાવે છે. ( “ક્યાં” થી પ્રશ્ન પૂછતા જવાબ મળે છે. )
  • અહીં, યા, ઉપર, નીચે, આગળ, પાછળ, નજીક, આઘે, દૂર જેવા શબ્દોથી ઓળખ થશે.

ઉદાહરણ:

ગાડી દૂર ઊભી છે.

પતંગ ચગાવવા બધા ઉપર ગયા.

2.કાળવાચક/સમયવાચક

‘ક્યારે ?’ થી પ્રશ્ન પૂછતા જવાબ મળે.

અત્યારે, હમણા, હાલજ, રોજ, હંમેશા, સર્વત્ર જેવા શબ્દોથી ઓળખ થશે.

ઉદાહરણ:

હું હમણા ઓફિસથી આવ્યો.

ગાડી ક્યાએય મોડી આવે છે.

3. રીતિવાચક

  • ક્રિયાની રીત દર્શાવે છે.
  • “કેવી રીતે ?” થી પ્રશ્ન પુછતા જવાબ મળશે.
  • ચુપચાપ, ઝટપટ, ઉતાવળે, એકાએક, જલદી, ધીમેથી. જેવા શબ્દોથી ઓળખ થશે.

ઉદાહરણ:

બાળકો ચૂપચાપ બેઠા છે.

માયા એકદમ બોલી.

મોહનભાઇ ધીમેથી ચાલ્યા.

kriya visheshan in gujarati

4. ક્રમવાચક

  • ક્રિયાનો ક્રમ દર્શાવે છે. (કેટલામો ?)
  • પહેલો, છેલ્લો, પાછળ જેવા શબ્દોથી ઓળખ થશે.

ઉદાહરણ :

નૃત્યસ્પર્ધામાં નયના છેલ્લી આવી.

5. પરિમાણવાચક

  • માપ/પ્રમાણવાચક
  • ‘કેટલુ ?’ થી પ્રશ્ન પુછતા જવાબ મળશે.
  • ઘણુ, ઓછુ, જરા, લગીર, ખુબ જેવા શબ્દોથી ક્ર્યા વિશેષણની ઓળખ થઈ શકશે.

ઉદાહરણ:

છાયા ઘણુ રડી.

આજે તમે ઓછુ બોલ્યા.

6. નિશ્ચયવાચક

  • ક્રિયાનો નિશ્ચય દર્શાવે છે.
  • જરૂર, ખરેખર, અવશ્ય જેવા શબ્દોથી ઓળખ કરી શકાય છે.

ઉદાહરણ :

તે આ કામ જરૂર કરશે.

માયા આજે ખરેખર રડી પડી.

7.સ્વીકારવાચક

  • ક્રિયાનો સ્વીકારનો અર્થ દર્શાવે છે.
  • ભલે, છો, વારુ, સારુ. જેવા શબ્દોથી ઓળખ થાય છે.

તમે ભલે પધાર્યા.

વારુ તમે પણ આવો.

Sangya in Gujarati 2024 (નામ । સંજ્ઞા)

Read Also

8. નકારવાચક ક્રિયાવિશેષણ

  • ન, નહી, નથી, મા જેવા શબ્દોથી ઓળખ થઈ શકશે.

ઉદાહરણ:

તે રમવા ગયો નહી.

વડીલોની આજ્ઞા તોડશો મા.

9. સંભાવનાવાચક

ક્રિયાની શક્યાતા દર્શાવે છે.

ઉદાહરણ:

આજે વરસાદ કદાચ આવશે.

તે કામ વગર ભાગ્યે જ બોલતો.

10. સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

  • ક્રિયા કેટલીવાર બની તે દર્શાવે છે.
  • વારંવાર, એકવાર, અનેકવાર જેવા શબ્દો આવે છે.

ઉદાહરણ:

મે તેને વારંવાર કહ્યુ પણ તે માન્યો નહિ.

online exam examconnect
online exam examconnect

મિત્રો, આપણે આ આર્ટિકલમાં ક્રિયાવિશેષણના પ્રકારો વિશે ચર્ચા કરી. આપ વધુમાં વધુ ઉદાહરણની પ્રેક્ટિસ કરો જેથી ક્રિયાવિશેષણની એક પણ માર્ક તમારો છુટે નહી. આપને માહિતી ઉપયોગી થઈ હોય તો અન્ય મિત્રોને પણ આ વિશે માહિતગાર કરશો. ધન્યવાદ.

Leave a Reply