વ્હાલા મિત્રો, ગૃપ B, GSSSB CCE Mains Syllabus હાલ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા Combined Competitive Examination ના ગૃપ બી ની પરીક્ષામાં 200 ગુણની MCQ પધ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. મુખ્ય પરીક્ષા વિશે વિગતવાર માહિતી મેળવતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણી લઈએ.
Table of Contents
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંક | 212/202324 |
વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
ઓનલાઇન અરજી, કોલલેટર ડાઉનલોડ કરવાની વેબસાઇટ | https://ojas.gujarat.gov.in |
ગૃપ B મુખ્ય પરીક્ષાની તારીખ |
GSSSB CCE Mains Syllabus | GSSSB ગૃપ-B મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
મિત્રો, અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં લેખિત MCQ પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફિસિયંસી ટેસ્ટ લેતુ હતું. પરંતુ નવી પધ્ધતિ મુજબ હવે ગૌણ સેવા દ્વારા બિનસચિવાલય ક્લાર્કની સાથોસાથ અન્ય જગ્યાઓ જેવી કે સિનિયર ક્લાર્ક, સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-3, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-3, જેવી જગ્યાઓને પણ આવરી લીધેલ છે. જે જોતા પરિક્ષા પણ બે ભાગમાં યોજવામાં આવે છે. પ્રાથમિક અને મુખ્ય. જેમા પ્રાથમિક પરિક્ષા કોમ્બાઇંડ કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હોય છે. અને મુખ્ય પરીક્ષા ગૃપ-A અને ગૃપ-B માટે અલગ અલગ યોજવામાં આવે છે.
નીચે વિષયવાર પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે. આ પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે જ્યારે કુલ ગુણ 200 રહેશે.
1. CCE English Syllabus, Marks-20

- Tenses
- Active Voice & Passive Voice
- Narration (Direct – Indirect)
- Transformation of Sentences
- Use of Articles and Determiners
- Use of Adjectives, Prepositions and Conjunctions
- Verbs and Adverbs
- Nouns and Pronouns
- Use of Idiomatic Expressions
- Synonyms/Antonyms
- Affixes
- Words that cause confusion like Homonyms/ Homophones
2. ગુજરાતી, 20 ગુણ

- રૂઢિપ્રયોગનો અર્થ
- કહેવતોનો અર્થ
- સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
- છંદ
- અલંકાર
- શબ્દસમુહ માતે એક શબ્દ
- જોડણી શુધ્ધિ
- લેખન શુધ્ધિ, ભાષા શુધ્ધિ
- સંધિ જોડો કે છોડો
- સમાનાર્થી શબ્દો, વિરુધ્ધાર્થી શબ્દો
દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ
3. રાજ્યવ્યવસ્થા, RTI

- ભારતીય બંધારણ-ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મુળભુત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઇઓ.
- સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો.
- ભારતમં ન્યાયપાલિકા-માળખુ અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રિટ.
- બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી
- વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
- સ્થાનિક સરકાર
- કેંદ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યોક્રમો.
- જાહેર માહિતી અધિકાર અધિનિયમ (RTI ACT-2005)
4. ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો, 30 ગુણ
(ક)ઇતિહાસ | CCE History Syllabus

- સિંધુખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ.
- વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
- ગુજરાતના રાજવંશો: મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ.
- 1857 નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
- 19 મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામજિક સુધારા આંદોલનો
- ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ
- મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોનો આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટનાઓ
- મહાગુજરાત આંદોલન
(ખ) સાંસ્કૃતિક વારસો.

- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્યો
- ગુજરાતનાં મેળા, ઉત્સ્વઓ, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
- ગુજરાતની લોકનાટ્ય કળા- ભવાઇ
- ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો
(ગ) ભુગોળ | GSSSB CCE Geography Syllabus

- સામાન્ય ભુગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભુમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઇ અને ખંડીય સંસધનો.
- ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતનું ભુપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
- ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભુગોળ: વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી-પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વસ્તી.
5. અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી
(ક) અર્થશાસ્ત્ર

- ભારતીય અર્થતંત્ર: સ્વતંત્રતા પુર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
- કૃષિ ક્ષેત્ર : મુખ્ય પાકો, સિંચાઇ પધ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજિ, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔધોગિક પ્રવૃતિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
- ભારતના ઉધોગો અને ઔધૌગિક નીતિ
- ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઇ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલ સંસ્થાઓ.
- ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પધ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવુ, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ, RBI (રિઝર્વ બેંક ઓફ ઇંન્ડિયા) – તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ
(ખ) પર્યાવરણ

- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેનિ નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વનાં એવોર્ડ.
- વન અને વન્ય જીવન સંરક્ષણ
- ક્લાઇમેંટ ચેંજ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો.
- આપત્તિ વ્યવસ્થાપન
(ગ) વિજ્ઞાન અને ટેકનોલોજી

- રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
- સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી: વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.
- અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
- ભારતની ઉર્જા નીતિ
6. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, 30 ગુણ
7. સામાન્ય બૌધ્ધિક ક્ષમતા, 40 ગુણ

- તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
- સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
- સંબંધ વિષયક
- ઘડિયાળ, કેલેંડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
- સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ
- માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના
- સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
- ઘાત અને ઘાતાંક, વર્ગમુળ, ઘનમૂળ, ગુ. સા.અ. અને લ.સા.અ.
- ટકા, સાદું અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુકસાન
- સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
મિત્રો, આપણે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવનાર CCE Mains Exam Syllabus ના દરેક મુદ્દાઓ આવરી લીઘેલ છે. આશા રાખુ છુ આપને આ પોસ્ટ ઉપયોગી થઈ હશે.

ExamConnect આપના માટે Mocktest લઈને આવ્યુ છે. મોકટેસ્ટ વગર આપની પરીક્ષાની તૈયારી અધુરી છે. જેથી જરૂર આ મોકટેસ્ટ આપો જેથી આપની તૈયારી વધુ મજબૂત થઈ જાય. ધન્યવાદ.
Q. CCE નું આખુ નામ શું છે?
Combined Competitive Examination છે. જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ નહી પરીક્ષા પધ્ધતિ મુજબના ગૃપ-A અને ગૃપ-B ની Combined પ્રાથમિક પરીક્ષા છે.
Q. CCE નું મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે ?
200 ગુણ
Q. CCE ની પરીક્ષામાં મુખ્ય વિષયો (CCE Syllabus) કયા છે ?
ગુજરાતી
રાજ્યવ્યવસ્થા, RTI
ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો
અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
Q. CCE પરીક્ષાના કોલલેટર કેવી રીતે ડાઉનલોડ કરવામાં આવે છે ?
આ માટે પરીક્ષાર્થીએ ojas portal પરથી ડાઉનલોડ કરવાના હોય છે.