માર્ચ-2024 માં યોજાયેલ Gujarat Board 10th Result 2024 જાહેર કરવામાં આવેલ છે. ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હવે હાશકારો અનુભવશે. Gujarati Board of Secondary and Higher Education આજ રોજ તા. 11-05-2024 ના રોજ સવારે 11 કલાકે પરિણામ જાહેર કરેલ છે. આપણે આ આર્ટિકલના માધ્યમથી મુખ્ય હાઇલાઇટ્સ ની ચર્ચા કરીશુ.
Table of Contents
Gujarat Board 10th Result 2024
ગુજરાતમાં GSEB દ્વારા યોજવામાં આવતી આ પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી છે. તેઓએ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી પરિણામ જોવા ખુબજ સરળ સ્ટેપ્સ ભરવાના રહેશે.
- ઓનલાઇન ગુગલમાં https://gseb.org/ સર્ચ કરશો.
- ઉપર મુજબની વેબસાઇટ ઓપન થશે. જ્યાં આપને પરીક્ષાના બેઠક નંબરનો સિરિઝ (A, B, C, વગેરે), બેઠક નંબર અને અંતમાંં કેપ્ચે કોડ દાખલ કરીને GO બટન પર ક્લિક કરતાં આપનું પરિણામ ઓપન થઈ જશે.

GSEB Result Important Highlights:

- માર્ચ-2024 માં પરિણામની ટકાવારી 82.56 % રહેલ છે.
- કુલ 981 પરીક્ષા કેંદ્રમાં આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જ્યારે કુલ 699598 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવમાં આવેલ હતી.
- સૌથી વધુ પરીણામ ધરાવનાર કેંદ્ર દાલોદ, જિ. અમદાવાદ અને તલગાજરડા એ 100% પરિણામ મેળવેલ છે.
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો-ગાંધીનગર, 87.22%
- સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો-પોરબંદર-74.57 %
- 100% પરિણામ ધરાવતી શાળાઓ-1389
- કુમારોનું પરિણામ- 79.12%
- કન્યાઓનું પરિણામ-86.69%
- નિયમિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું ગ્રેડનું વિતરણ નીચે મુજબ છે.
A-1 | A-2 | B-1 | B-2 | C-1 | C-2 | D | E-1 |
23247 | 78893 | 118710 | 143894 | 134432 | 72252 | 6110 | 18 |
ધોરણ-10 પછી શુ? । After 10th Courses List PDF
વ્હાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખુ છુ આપે પરિણામ જોઇ લીધુ હશે. આપને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન. હું જાણુ છુ આ સફર સરળ નહોતી પરંતુ આપ આમાંથી બહાર આવી ગયા છો. પરંતુ હજુ પણ ઘણા પડકારો છે, હવે પછીનો રસ્તો આપની કારકિર્દી નક્કી કરશે. તેથી દરેક વિદ્યાર્થીએ પોતાની ક્ષમતાને ઓળખી આગળનો રસ્તો પસંદ કરવાનો છે. નવી શિક્ષણ નીતિ મુજબ અનેક સંભાવના રહેલી છે. અને તેમાંથી તમને બંધબેસતી સંભાવના આપે જોવાની છે. અત્રે કારકિર્દી માર્ગદર્શનની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. જેને આપ ડાઉનલોડ કરીને અભ્યાસ કરીને યોગ્ય રસ્તો પસંદ કરી શકશો.

વ્હાલા મિત્રો, આશા રાખુ છુ આપને આ માહિતી ઉપયોગી થઈ હશે. Examconnect આપના માટે આવીજ ઉપયોગી માહિતી લઈને આવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.
Nice blog