GPSC dyso syllabus in Gujarat

You are currently viewing GPSC dyso syllabus in Gujarat
GPSC dyso syllabus in Gujarat

gpsc dyso syllabus આમતો Dy Mamalatdar અને State Tax Inspector જેવોજ છે. આ ત્રણેય જગ્યાઓને સામાન્ય રીતે સુપર ક્લાસ-3 તરીકે ઓળખવામાં આવે છે. dyso Salary 49000 થી શરૂ થાય છે. જે પાંચ વર્ષ સુધી ફિક્સ રહે છે. અને ત્યારબાદ સંતોષકારકની નોકરીના અંતે નિયમિત નિમણૂક થતા 65000 ની આસપાસ પગાર થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Deputy Section Officer ની જોબ વિશે ટુંકમાં કહીએ તો આ પોસ્ટ ગુજરાતના સચિવાલયની પોસ્ટ છે. ગુજરાતમાં સચિવાલય ગાંંધીનગર આવેલુ છે. આ જગ્યા માટે નોકરી મળતા ઉમેદવારોએ આખી જીંદગી અહી નોકરી કરવાની હોય છે. જે ઉમેદવારો કોઇ એક જગ્યા પર સ્ટેબલ થવા ઇચ્છે છે તેવા ઉમેદવારો માટે આ ઉત્તમ જગ્યા કહી શકાય.

જગ્યાનું નામ ડેપ્યુટી સેક્શન ઓફિશસર
ભરતી કરનાર સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પરીક્ષાની પધ્ધતિ બે સ્ટેજમાં પરીક્ષાનું આયોજન થાય છે. 1. પ્રાથમિક કસોટી 2. મુખ્ય કસોટી.
મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો4 પ્રશ્નપત્રો, 100 માર્ક્સના
નોકરીનું સ્થળ ગાંંધીનગર, ગુજરાત રાજ્ય

આપણે આ લેખનો મુખ્ય મુદ્દો આ પરીક્ષા પાસ કરવા માટેનો અભ્યાસક્રમ (Dyso Syllabus) વિશે તમામ વિષયોને આવરી લેતા મુદ્દાઓ વિશે વાત કરીશુ. તો ચાલો શરૂઆત કરીએ.

Dyso Exam Pattern | જીપીએસસીની પરીક્ષાની પેટર્ન

પ્રાથમિક કસોટી
ક્રમપરીક્ષાનો પ્રકારપ્રશ્નપત્રનું નામસમયફાળવેલ ગુણ
1હેતુલક્ષીસામાન્ય અભ્યાસ2 કલાક200 ગુણ
મુખ્ય પરીક્ષા
1વર્ણાનાત્મકગુજરાતી3 કલાક100
2અંગ્રેજી3 કલાક100
3સામાન્ય અભ્યાસ -13 કલાક100
4સામાન્ય અભ્યાસ-23 કલાક100
  કુલ ગુણ400

GPSC STI Syllabus । રાજ્ય વેરા નિરીક્ષક અભ્યાસક્રમ

GPSC Class 1 2 Syllabus

GPSC dyso syllabus img

GPSC DySo syllabus : prelims

GPSC DySo Prelims Syllabus માં કુલ 200 માર્ક્સ ના 200 પ્રશ્નો હોય છે. DySo ની તૈયારી કરનાર દરેક ઉમેદવારોએ આ અભ્યાસક્રમ સૌપ્રથમ સમજી લેવો જોઇએ અને તે મુજબની તૈયારી કરવી જોઇએ. આ પરીક્ષાના પ્રાથમિક કસોટીના મુખ્ય વિષયો નીચે મુજબ હોય છે.

જનરલ સ્ટડી

  • ઇતિહાસ
  • સાંસ્કૃતિક વારસો
  •  ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન
  • ભુગોળ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.

સામાન્ય અભ્યાસ (પ્રાથમિક પરીક્ષા)

(1) ઈતિહાસ

  1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ. વેદિક યુગ- જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ,
  2. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો.
  3. ગુજરાતના મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અથતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય.
  4. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ : ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
  5. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.
  6. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.
  7. આઝાદી પછીનું ભારતઃ દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
  8. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ.

(2) સાંસ્કૃતિક વારસો

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
  2. ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરાઃ તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
  3. ગુજરાતની કળા અને કસબ : સામાજિક સાંસ્કૃતિક પ્રદાન.
  4. આદિવાસી જનજીવન
  5. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.

(3) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.

  1. ભારતીય બંધારણ- ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો,માર્ગદર્શક સિધ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખું.
  2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા
  3. બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  4. પંચાયતી રાજ.
  5. જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો.
  6. અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઈત્યાદી.
  7. ભારતની વિદેશનિતી – આંતરરાષ્ટ્રીય સંબંધો – મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનુ માળખુ અને અધિકૃત આદેશ.
  8. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

(4) ભારતીય અર્થતંત્ર અને આયોજન

  1. સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ- ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગઃ ઉદ્દેશો, બંધારણ અને કાર્યો. કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. બેંકિંગ અને વીમો; નિયમનકારી માળખું. ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.
  2. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા; ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સબંધો. વસ્તુ અને સેવા કર (GST): ખ્યાલ અને સૂચિતાર્થો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
  3. ભારતના વિદેશ વ્યાપારનાં વલણો, સંરચના, માળખું અને દિશા.
  4. ગુજરાતનું અર્થતંત્ર-એક અવલોકન; ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય, અને પોષણ.
  5. કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.

(5) ભૂગોળ

  1. સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની
  2. આંતરિક સંરચના, મુખ્ય ભૂમિસ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંઘટન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણીક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરીયાઈ અને ખંડીય સંશાધનો.
  3. ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
  4. સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો.
  5. આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો; કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પધ્ધતિઓ અને સમસ્યાઓ.

(6) વિજ્ઞાન અને ટેકનોલોજી:

gpsc syllabus science and tech
  1. વિજ્ઞાન અને ટેકનોલોજી; વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનુ યોગદાન.
  2. ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)ઃ આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરીટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલીસી.
  3. અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજીઃ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ. વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.
  4. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ – સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
  5. પર્યાવરણ વિજ્ઞાન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અનેસંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ. ક્લાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.

(7) સામાન્ય બૌધ્ધિક ક્ષમતા

  1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  3. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
  4. ઘડીયાળ, કેલેન્ડર અને ઉમર સંબંધિત પ્રશ્નો .
  5. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
  6. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  7. ટકા, સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
  8. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
  9. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર
  10. બાજુ ધરાવતો ઘન, ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર).
  11. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યામતા, સંભાવના.

(8) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

GPSC DySo Mains syllabus

પ્રશ્નપત્ર-1 ગુજરાતી (વર્ણાત્મક)

  • નિબંધ
  • વિચારવિસ્તાર
  • સંક્ષેપીકરણ
  • ગદ્ય સમીક્ષા
  • ઔપચારિક ભાષણો તૈયાર કરવા
  • પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા
  • પત્રલેખન
  • ચર્ચાપત્ર (વર્તમાન પત્રો માં આવતી પ્રજાલક્ષી સમસ્યાનો વ્યક્તિગત અભિપ્રાય)
  • અહેવાલ લેખન
  • ભાષાતંર (અંગ્રેજી માંથી ગુજરાતી)
  • ગુજરાતી વ્યાકરણ

પ્રશ્નપત્ર-2 અંગ્રેજી (વર્ણાત્મક)

  • ESSAY
  • LETTER WRITING
  • PRESS RELEASE/APPEAL
  • REPORT WRITING
  • WRITING ON VISUAL INFORMATION
  • FORMAL SPEECH
  • PRECIS WRITING
  • READING COMPREHENSION
  • ENGLISH GRAMMAR
  • TRANSLATION(Gujarati to English)

પ્રશ્નપત્ર-3 (સામાન્ય અભ્યાસ-1)

  • ભારતનો ઇતિહાસ
  • સાંસ્કૃતિક વારસો
  • ભુગોળ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી

પ્રશ્નપત્ર-5 (સામાન્ય અભ્યાસ-2)

  • ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
  • લોકપ્રકાશન અને શાસન
  • લોકસેવામાં નીતિશાસ્ત્ર
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન

GPSC DySo Syllabus PDF Download : Click Here

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

online exam examconnect
online exam examconnect

મિત્રો આપણે GPSC DySo ના અભ્યાસક્રમના અભ્યાસક્રમને પેટર્ન અનુસાર સમજી ગયા છીએ. આ પરીક્ષા માટે વાર્ષિક કેલેંડરમાં તારીખો જરૂર ચેક કરી લેવી. જેથી આપને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે. આ વેબસાઇટ પર આવીજ ઉપયોગી માહિતી આપવામાં આવે જેથી અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.

FAQs: GPSC dyso syllabus in Gujarat

GPSC dyso ની પરીક્ષા કેટલા તબક્કામાં યોજવામાં આવેલ છે?

બે તબક્કામાં 1. પ્રાથમિક કસોટી 2. મુખ્ય કસોટી

GPSC dyso syllabus માં પ્રાથમિક પરીક્ષામાં કેટલા પ્રશ્નપત્રો હોય છે ?

આ પરીક્ષામાં 1 પ્રશ્નપત્રો હોય છે. જેના 200 માર્ક્સ હોય છે.

GPSC dyso syllabus ની મુખ્ય પરીક્ષા માં કેટલા પ્રશ્નપત્રો હોય છે?

કુલ ચાર પ્રશ્નપત્રો હોય છે. દરેક ના 100 માર્ક્સ હોય છે.

GPSC dyso પરીક્ષામાં ઇંટરવ્યુ હોય છે?

ના, આ પરીક્ષામાં બે જ તબક્કા હોય છે.

Leave a Reply