GPSC Class 1 Post List and Salary | જીપીએસસી વર્ગ-1 ની પોસ્ટ અને પગાર

You are currently viewing GPSC Class 1 Post List and Salary | જીપીએસસી વર્ગ-1 ની પોસ્ટ અને પગાર
GPSC Class 1 Post List and Salary

સરકારી નોકરીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને GPSC Class 1 Post List and Salary વિશે મુંઝવણ હોય તે સ્વભાવિક છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં વર્ગ-1 (ગેઝેટેડ ઓફિસર) ની કઈ પોસ્ટ છે અને પોસ્ટ મુજબ તેઓની Salary શું છે તે વિશે આપણે આ લેખમાં માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Class 1 Post List and Salary

ગુજરાતમાં વર્ગ-1 (GPSC Class-1 Post) ની તમામ જગ્યાઓ માટે 56100/-177500/- જેટલો પગાર હોય છે. મિત્રો આપને જણાવવાનુંં કે આ બેસિક પગાર છે. આ સિવાય વર્ગ-1 અધિકારીને નીચે મુજ્બના ભથ્થા આપવામાં આવે છે. પગારમાં આપને

  • મોઘવારી ભથ્થુ( Dearness Allowance): જ્યારે આ પોસ્ટ લખાય રહી છે ત્યારે મોંઘવારી ભથ્થુ બેસિક પગારના 50% છે. જો આપનો બેસિક પગાર 56100 છે તો 50% મુજબ 28050/- આપનો મોંઘવારી ભથ્થુ થાય છે.
  • ઘરભાડા ભથ્થુ (House Rent Allowance): ઘરભાડા ભથ્થુ શહે મુજબ અલગ હોય છે. દા.ત. સુરત શહેરમાં 16% છે.
  • CLA (Compensatory Local Allowance): હાલમાં ગુજરાતમાં CLA 270/- આપવામાં આવે છે.
  • Transfer Allowance: વર્ગ-1 ના અધિકારીની ટ્રાંસફર અલાઉન્સ 7200/- આપવામાં આવે છે. આ પણ શહેર મુજબ બદલાઇ શકે છે.
  • Madical Allowance: મેડિકલ ભથ્થુ રૂ. 1000/- આપવામાં આવે છે. આ ભથ્થુ દરેક સરકારી કર્મચારી માટે સમાન છે.

આ દરેક ભથ્થામાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે. જેમ કે મોંઘવારી ભથ્થામા વાર્ષિક 8% નો વધારો કરવામાં આવે છે. હાલ મોંઘવારી ભથ્થુ 50% છે. એટલે કે બેઝિક પગારના 50%. હાઉસ રેંટ અલાઉન્સ શહેર મુજબ અલગ અલગ હોય છે. આમ સામાન્ય રીતે વર્ગ-1 નો પગાર એક લાખ સુધી પહોંચી જાય છે.

ગુજરાતમાં વર્ગ-1 માં નીચે મુજબની મુખ્ય જગ્યાઓ રહેલી છે.

ક્રમજગ્યાનું નામ । GPSC Class-1 Post list and Salaryપગાર
1ડેપ્યુટી કલેક્ટર (ગુજરાત વહીવટી સેવા)56100/-177500/-
2નાયબ પોલીસ અધિક્ષક56100/-177500/-
3જિલ્લા રજીસ્ટાર56100/-177500/-
4નાયબ નિયામક56100/-177500/-
5સહાયક રાજ્ય વેરા કમિશનર56100/-177500/-
7ડેન્ટલ સર્જન56100/-177500/-
8જનરલ સર્જન56100/-177500/-
9ફીજીશીયન56100/-177500/-
10નેત્ર સર્જન56100/-177500/-
11ડર્મેટોલોજિસ્ટ56100/-177500/-
12ઓર્થોપેડિક સર્જન56100/-177500/-
13ગાયનેકોલોજિસ્ટ56100/-177500/-
14એનેસ્થેટેસ્ટ56100/-177500/-
15મદદનીશ કમિશનર56100/-177500/-
16અધીક્ષક નશાબંધી અને આબકારી56100/-177500/-
17ગુજરાત ઇજનેરી સેવા56100/-177500/-
18મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-156100/-177500/-
19કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-156100/-177500/-
20સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-156100/-177500/-
21ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-156100/-177500/-
22મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)56100/-177500/-
23નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)56100/-177500/-
24ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-156100/-177500/-
25પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-156100/-177500/-
26પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-156100/-177500/-
27ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-156100/-177500/-
28પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)56100/-177500/-
29નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)56100/-177500/-
32વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-156100/-177500/-
33આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-156100/-177500/-
34મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-156100/-177500/-
35હિસાબી અધિકારી વર્ગ-156100/-177500/-

Gujarat Public Service Commission

GPSC ઉપર મુજબની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરે છે. પ્રિલિમ્સ, મુખ્ય અને ઇંટરવ્યુ એમ ત્રણ સ્ટેજમાં પરિક્ષાનું આયોજન કરી યોગ્ય લાયક ઉમેદવારોને તેમના મેરિટ અનુસાર તેમને મળેલ જગ્યા માટે મોકલવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-1 ની તમામ જગ્યાઓ ગેઝેટેડ હોય છે. એટલે કે તેમનું ગેઝેટમાં નામ પ્રકાશિત કરવામાં આવે છે.

GPSC વિશે વિગતવાર માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

GPSC Job Profile

GPSC Class 1 Post List and Salary
GPSC Class 1 Post List and Salary

જીપીએસસી વર્ગ-1 ના અધિકારી વહિવટી અધિકારી હોય છે. તેઓ જિલ્લા કે તાલુકા લેવલે કચેરીના હેડ હોય છે. તેમને એક સરકારી વહાન ફાળવવામાં આવે છે. તેમજ કચેરીમાં કેબીનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મોટા ભાગે વર્ગ-1 એક અધિકારી તેમની કચેરીના વહીવટી વડા હોય છે. તેમજ ઉપાડ અધિકારી પણ હોય છે. વર્ગ-1 ના અધિકારીઓ માટે તેમને ફાળવવામાં આવેલ ખાતા મુજબ અલગ અલગ Job Profile હોય છે. આપણે નીચે મુજબ કેટલાક કેસોમાં મહિતી મેળવીશુ.

  • Deputy Collector (નાયબ કલેક્ટર): સામાન્ય રીતે આપણે નાયબ કલેકટરને ADM તરીકે ઓળખીએ છે. રેવન્યુ ખાતામાં નિયુક્તિ આપવામાં આવે છે. મહેસુલ, લો અને ઓર્ડર, આપત્તિ વ્યવસ્થાપન, સ્ટેમ્પ ડ્યુટી, ચુંટણી કામગીરી તેમજ ઘણી બ્રાંચમાં કામગીરી કરવાની હોય છે. GPSC દ્વારા ભરતી કરવામાં આવતી સૌથી પાવરફુલ પોસ્ટ છે.
  • Assistant Commissioner of State Tax (સહાયક રાજ્ય વેરા કમિશનર) : સ્ટેટ જીએસટી ડિપાર્ટમેંટમાં આ પોસ્ટ માટે ભરતી કરવામાં આવતી હોય છે. અહીં આસિસ્ટન્ટ કમિશનર કચેરીના મુખ્ય અધિકારી હોય છે. જીએસટીને લગતી તમામ કામગીરી જેવી કે નવા જીએસટી નંબર આપવા, તેમા સુધારો વધારો, જીએસટી સ્કૃટીની, ઓડિટ, સ્થળ તપાસની કામગીરી તેમજ કરચોરી રોકવા સંબધિત કામગીરી કરવાની હોય છે.
  • Deputy Superintendent of Police (નાયબ પોલીસ અધિક્ષક) : આ જગ્યા માટે ગૃહ વિભાગમાં ભરતી કરવામાં આવે છે. લો અને ઓર્ડર ને જાળવી રાખવા, ગુનાખોરી રોકવા સંબંધિત કામગીરી હોય છે.

GPSC Class 2 Job

જીપીએસસી દ્વારા વર્ગ-1 અને વર્ગ- 2 માટે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. વર્ગ-2 ની પોસ્ટ પણ ગેઝેટેડ હોય છે. જીપીએસસી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ઘણી પોસ્ટ માટે એકજ પરીક્ષાનું આયોજન કરવામાં આવતુ હોય છે. GPSC Class 2 Salary 44900/- બેસિક થી શરૂ થઈ 142400/- સુધી હોય છે. વર્ગ- 2 માં મહત્વની પોસ્ટ નીચે મુબજ છે.

  • Mamlatdar (મામલતદાર)
  • State Tax Officer (રાજ્ય વેરા અધિકારી)
  • Taluka Development Officer( તાલુકા વિકાસ અધિકારી)
  • Tribal Development Officer (આદિજાતિ વિકાસ અધિકારી)

સારાંશ

મિત્રો જીપીએસસી વર્ગ-1 અને વર્ગ-2 ની પોસ્ટ અને તેનો પગાર વિશે આપણે જરૂરી માહિતી મેળવી લીધી છે. આશા રાખુ છુ આપને ઉપયોગી થઈ હશે. આ સિવાય આ વેબસાઇટ પર જીપીએસસી વિશેની તમામ માહિતી આપવામાં આવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો.

FAQs: GPSC Class 1 Post List and Salary

GPSC Class 1 Salary કેટલી હોય છે ?

56100/-177500/- સાથે મોંઘવારી ભથ્થુ, ઘર ભાડા ભથ્થુ, મેડિકલ અલાઉંસ, ટ્રાંસફર અલાઉંસ વગેરે મળે છે.

GPSC Class 1 માં મુખ્ય પોસ્ટ કઈ હોય છે ?

સામાન્ય રીતે જીપીએસસી વર્ગ-1 ની જગ્યા વહીવટી હોય છે. જેમાં નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, સહાયક રાજ્ય વેરા અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી વગેરે જેવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે.

જીપીએસસીની પરીક્ષા કઈ રીતે યોજવામાં આવે છે?

જીપીએસસીની પરીક્ષા મુખ્યત્વે ત્રણ સ્ટેજમાં હોય છે. પ્રાથમિક કસોટી, મુખ્ય કસોટી અને ઇંટરવ્યુ.

Leave a Reply