PM Vidya Laxmi Yojana in Gujarati | પીએમ વિદ્યાલક્ષ્મી યોજના: ગેરેંટી વગર 10 લાખ સુધીની એજ્યુકેશન લોન

You are currently viewing PM Vidya Laxmi Yojana in Gujarati | પીએમ વિદ્યાલક્ષ્મી યોજના: ગેરેંટી વગર 10 લાખ સુધીની એજ્યુકેશન લોન
PM Vidya Laxmi Yojana
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:November 8, 2024

PM Vidya Laxmi Yojana in Gujarati: હાલમાં શિક્ષણ મંત્રી શ્રી અશ્વીનીકુમાર વૈષ્ણવ દ્વારા PM Vidya Laxmi Yojana ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોઇ પણ પ્રકારની ગેરેંટી વગર રૂપિયા 10 લાખ સુધીની લોન નહિવત વ્યાજદરથી વિદ્યાર્થીઓને મળશે. આ યોજના વિશેની તમામ બાબતો જેવી કે યોજનાના નિયમો, લોન મેળવવા અંગેની લાયકાત અને નિયમો નીચે આપેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

PM Vidya Laxmi Yojana in Gujarati । પીએમ વિદ્યાલક્ષ્મી યોજના

પીએમ વિદ્યા લક્ષી યોજનાને હાલમાં કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. અને જેની જાહેરાત હાલનાં શિક્ષણ મંત્રી અશ્વીનીકુમાર વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ છે.

આ યોજનાથી એવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, પરંતુ નાણાના અભાવે આગળ અભ્યાસ કરી શકવા સક્ષમ હોતા નથી. તેમજ લોનના ઉચા વ્યાજદરના લીધે લોન પણ મેળવી શકતા નથી. એવા ઓછી આવક વાળા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

ગરીબ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ જ્યારે બેંકમાં લોનની અરજી કરે છે ત્યારે તેઓને કોઇ પણ ગેરેન્ટર પણ મળી શકતા ન હોય તેઓ લોન પણ મેળવી શક્તા નથી. એવા વિદ્યાર્થીઓને આ યોજના થી ગેરેંટી વગર લોન મળશે.

PM Vidya Laxmi Yojana
PM Vidya Laxmi Yojana

PM Vidya Laxmi Yojana : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કોને લોન મળશે ?

  • NERF (National Institutional Ranking Framework) રેંકિંગ ધરાવતી ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને રૂ. 10 લાખ સુધીની એજ્યુકેશન લોન મળશે.
  • દેશની ટોચની 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા દેશના 22 લાખ વિદ્યાર્થીઓને આ લોનનો લાભ મળશે.
  • દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ યોજનામાં લાભ મળશે. વર્ષ 2024-25 થી 2030-31 માટે કુલ રૂ. 3600 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી 7 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

PM Vidya Laxmi Yojana : મહત્વનીની બાબતો

  • NERF (National Institutional Ranking Framework) માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓજ આ યોજનામાં અરજી કરી શકશે.
  • રૂ. 7.5 લાખની લોન પર કેંદ્ર સરકાર 75 સુધીની ક્રેડિટ ગેરેંટી આપશે. જેથી આ મળતી લોનની કવરેજ વધારવા માટે મદદરૂપ થશે.
  • વાર્ષિક 8 લાખની કૌટુબિંક આવક ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. 3 ટકાની વ્યાજ સબસીડી સાથે રૂ. 10 લાખ સુધીની લોન મળશે.
  • ઉપરોક્ત લાભ મેળવવા માટે NERF 100 હોવુ જોઇએ તેમજ રાજ્ય કક્ષાએ 200 થી વધુ ન હોવુ જોઇએ.

PM Vidya Laxmi Yojana : અરજી કરવાની રીત.

  • vidyalakshmi.co.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ધોરણ-10 અને ઘોરણ-12માં ઓછામાં ઓછા 50% ટકા હોવા જોઈએ.
  • જે કોલેજમાં એડમિશન મેળવેલ હોય તે કોલેજનું વેરીફિકેશન થયા બાદ સબંધિત વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ મળશે.

સારાંશ

જો આપ આ યોજનામા અરજી કરવાની જરૂરી લાયકાત ધરાવો છો તો જરૂર આ યોજનામાં અરજી કરી શકશો. આ યોજના અંગે અન્ય કોઇ પણ મુંઝવણ હોય તો કોમેંટ કરશો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Leave a Reply