TET TAT Exam 2025 માટે ઘણા વિદ્યાર્થીઓ આતુરથી રાહ જોતા હશે. ઘણા વિદ્યાર્થીઓએ તે માટે પરીક્ષાની તૈયારી પણ કરી દીધી હશે. એવા સંજોગોમાં તેઓને આ પરીક્ષા ક્યારે આવશે તેવો પ્રશ્ન થવો સ્વભાવિક વાત છે.
આ પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુબજ સારા સમાચાર છે. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ ની પરીક્ષા આગામી ડિસેમ્બર-2025 થી ફેબ્રુઆરી-2026 દરમિયાન યોજશે. તેવુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવાનું વિચારવામાં આવેલ છે. જેમા પ્રથમ ટેટ-1 ની પરીક્ષા લેવામાં આવશે જેનું જાહેરનામુ ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. ત્યારબાદ ટાટ સેકંડરી અને હાયર સેકંડરીની પરીક્ષા યોજવામાં આવશે.
હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા 10 વર્ષનું ભરતીનું કેલેંડર બહાર પાડવામાં આવેલ છે. તે મુજબ ખુબજ મોટા પાયે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. જેમા પ્રાથમિક શિક્ષકોની સૌથી વધુ ભરતી કરવામાં આવશે. પરંતુ આ અંગે State Examination Board આ પરીક્ષા ક્યારે લેવાશે તે અંગેની કોઇ પણ ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ નથી. પરંતુ ભરતી કેલેંડરને જોતા કહી શકાય કે ટુંક સમયમાં ભરતી પરીક્ષાઓ જરૂર આવશે.
Read More : શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર
| પરીક્ષા લેનાર સંસ્થા | રાજ્ય પરીક્ષા બોર્ડ |
| TET-1 Full Form | Teacher Eligibility Test |
| નોકરીનું સ્થળ | ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5 માં |
| પગાર ધોરણ | પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ રૂ. 26000/- ત્યારબાદ સરકારના ધારાધોરણ મુજ્બ |
TET TAT Exam 2025
- પ્રાથમિક પરીક્ષા હાલ કોઇ પણ અધિકારિક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ નથી. આ અંગે કોઇ માહિતી આવશે તો આપને જાણ કરવામાં આવશે.
મહત્વની લિંક્સ
ટેટ-1 પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 અને પરીક્ષા પધ્ધતિ
ટેટ-2 પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 અને પરીક્ષા પધ્ધતિ
ટેટ-1 જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો
ટેટ-1 ની પરીક્ષા માટે ઉત્તમ પુસ્તક
ગુજરાતમાં પીટીસી અને બી.એડ થયેલા ઉમેદવારો માટે શિક્ષકની ભરતી માટે દર વર્ષે પરીક્ષાનું આયોજન કરવું અને ભરતી કરવાનું ઠરાવવામાં આવેલ છે. તેથી જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માંગે છે તેઓએ અત્યારથીજ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. જો ઉપર જણાવ્યા મુજબ જો પરીક્ષાનું આયોજન થાય તો આપના માટે ખુબજ ઓછો સમય રહી જાય છે. અત્યારથીજ પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજ્બની તૈયારી શરૂ કરી દેવી જોઇએ.
આ સિવાય જો આપને જો ખબજ ન હોય તો ખાસ જણાવવાનું કે હવે પછીની તમામ ભરતીઓ નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો મુજબની રહેશે. જુના અભ્યાસક્રમમાં પાસ થયેલા ઉમેદવારોનું સર્ટિફિકેટ હવે માન્ય રહેશે નહી.
તેમજ હવે પછીની તમામ ભરતીમાં પરીક્ષામાં મેળવેલ ગુણના આધારેજ મેરિટ લિસ્ટ તૈયાર થશે. એટલે કે પીટીસી કે બી.એડ. માં મેળવેલ માર્ક્સ ગણવામાં આવશે નહી.
માટેજ, જો આપ ખરેખર શિક્ષક બનવા માંગો છો તો વધુમાં વધુ માર્ક્સ આવે એવા પ્રયત્ન સાથે તૈયારી કરવી ખુબજ જરૂરી છે.
