નમસ્કાર મિત્રો, ટેટની પરીક્ષા આવશે એવા સમાચાર વહેતા થયા છે. જેથી TET 1 Book માટે ઘણા ઉમેદવારોને મુંઝવણ હોય છે. કેમ કે વર્ષ 2022 થી આવેલ નવી પરીક્ષાની પેટર્ન મુજબ માર્કેટમાં નવુ પુસ્તક ઉપલબ્ધ નથી. તેથી ઘણા ઉમેદવારો માટે પરીક્ષાની તૈયારી કરવા માટે અગવડતા થાય છે. આપણે આ લેખના માધ્યમથી ટેટ-1 ની નવી પરીક્ષા પધ્ધતિ મુજબ કયા પુસ્તકો વાંચવા અને તૈયારી કેવી રીતે કરવી તે વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
Table of Contents
SEB TET 1 Book
હાલમાં ટેટ-1 પુસ્તક વસાવતા પહેલા આપે એ સુનિશ્ચિત કરી લેવું કે આપ નવા અભ્યાસક્રમથી પરિચિત છો. જો આપ નવો અભ્યાસક્રમથી પરિચિત નથી તો નીચે આપેલ લિંક પરથી માહિતી મેળવી લેવી.
હાલમાં ટેટ-1 વિશે ખુબજ ઓછા પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ છે. જે નવા અભ્યાસક્રમને આવરી લેતા હોય. હાલમાં ઉપલબ્ધ પુસ્તકો નીચે મુજબ છે.

પ્રકાશન: લિબર્ટી પ્રકાશન
સંપાદન: જગદીશ પટેલ
ટેટ-1 નવી પરીક્ષા પધ્ધતિ અનુસાર બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોઅની મુદ્દાસર માહિતી આપવામાં આવેલ છે.

પ્રકાશન: યુવા ઉપનિષદ
સંપાદન: અજય પટેલ
ટેટ-1 ના સંપર્ણ અભ્યાસક્રમને આવરી લઈને તૈયાર કરવામાં આવેલ 20 આદર્શ પ્રશ્નપત્રનો.
TET-1 Old Question Paper
નવી પરીક્ષા પધ્ધતિ મુજબના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલ છે.
TET-1 New Syllabus
નવી પરીક્ષા પધ્ધતિ મુજબના અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલ છે.
TET-1 Best Study Material
નવા અભ્યાસક્રમ મુજબ TET-1 પરીક્ષા માટેનું સ્ટડી મટિરિયલ ડાઉનલોડ કરો.
SEB TET 1 ની તૈયારી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ટેટ-1 ના અભ્યાસક્રમને સમજવો.
- ત્યારબાદ એ માટે બુક લિસ્ટ મુજ્બના પુસ્તકો વસાવવા.
- જુના પ્રશ્નપત્રો મેળવીને તેનો અભ્યાસ કરવો જેથી તમને આ પરીક્ષા ની પેટર્ન જાણવા મળશે.
- હાલ આપણે ચર્ચા કરી તેમ વર્ષ 2022 થી નવા અભ્યાસક્રમ મુજ્બ તૈયારી કરવી કરવાની રહે છે. ટેટ-1 ના મુખ્ય મુદ્દાઓ બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો, ગુજરાતી અને અંગ્રેજી ભાષા, ગણિત અને તાર્કિક કસોટી અને સામાન્ય બૌધ્ધિક ક્ષમતા છે.
- બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો માટે કોઇ પણ સારા પાઠ્યપુસ્તકને વસાવી શકો છો તેમજ પીટીસી ના અભ્યાસક્રમમાં પણ આ મુદ્દાને આવરી લેવામાં આવે છે.
- ગુજરાતી ભાષા માટે આપ ધોરણ 8 થી 12 ના પાઠ્યપુસ્તકનું વાંચન કરી શકો છો. ખાસ કરીને પાઠ ના અંતે આપવામાં આવેલ વ્યાકરણ પરિચયનું વાંચન કરો તથા તેની નોટસ બનાવી શકો છો. આ સિવાય આ પાઠ્ય પુસ્તકો માંથી આપ કવિ અને લેખક પરિચયનો પણ અભ્યાસ ખુબજ જરૂરી છે.
- અંગ્રેજી વિષય માટે આપ જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો. મિત્રો, તમને ખાસ જણાવવાનું કે જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ જરૂર કરશો. આનાથી તમને પરીક્ષાની પેટર્ન સમજવામાં ખુબજ સરળતા રહે છે. તેમજ ક્યારેક આ પ્રશ્નપત્રોમાંથી ક્યારેય બેઠેબેઠાં પ્રશ્ન પુછી લેવામાં આવે છે. ત્યારબાદ આપ ધોરણ-8 થી ધોરણ-10 સુધીની વ્યાકરણનું પુસ્તક વસાવીને તેનો અભ્યાસ કરો.
- ગણિત અને રિઝનીંગ માટે આપ કોઇ પણ સારા YouTube ને જોઇ શકો છો. હાલમાં લિબર્ટી, વેબસંકુલ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખુબજ સારા વિડિયો આપે છે. આ વિષય માટે પણ જુના પ્રશ્નપત્રોનો વધુમાં વધુ અભ્યાસ કરવો ખુબજ જરૂરી છે.
TET 1 ની પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા ગુણનું હોય છે ?
150 ગુણનું પ્રશ્નપત્ર હોય છે.
TET 1 ની પરીક્ષા નું પ્રશ્નપત્ર કુલ કેટલા વિભાગમાં હોય છે ?
પ્રશ્નપત્ર કુલ પાંચ વિભાગમાં હોય છે.
TET 1 ની પરીક્ષા પાસ કરી કયા ધોરણમાં શિક્ષકની નોકરી મળે છે?
TET 1 ની પરીક્ષા પાસ કરવાથી જો આપ મેરિટમાં સ્થાન પામો છો તો આપને ધોરણ 1 થી 5 માં નોકરી પ્રાપ્ત થાય છે.