GPSC Class 1 2 Notification 2025

You are currently viewing GPSC Class 1 2 Notification 2025
GPSC Class 1 2 Notification 2025

GPSC Class 1 2 Notification 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Class 1 2 Notification 2025

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)

GPSC Class 1 2 Notification 2025 No. 240/2024-25

મહત્વની તારીખ (Important Date)

  • શરૂઆતની તારીખ : 07-03-2025(બપોરના 13:00 કલાકથી)
  • અંતિમ તારીખ: 23-03-2025(રાત્રીના 11:59 કલાક સુધી)
  • ફી ભરવાની અંંતિમ તારીખ: 24-03-2025
  • પ્રાથમિક કસોટીમાં હાજર રહેવાની સંમતિ અને ડિપોઝિટ ની તારીખ : 07-03-2025 થી 24-03-2025 સુધી.

અરજીની ફી (Application Fees)

  • સામાન્ય કેટેગરી: 100/-
  • એસ.સી./એસ.ટી./આર્થિક નબળા/સા.શૈ.પ.વર્ગ : ફી ભરવાની રહેશે નહી.
  • નોંધ: અનામત વર્ગના ઉમેદવારોએ પુરાવો રજુ કરવો.

GPSC Class 1 2 Notification 2025 : Exam Date

પરીક્ષાની તારીખ (Exam Date)

  • પ્રિલિમિનરી પરીક્ષા તા: 20-04-2025
  • મુખ્ય લેખિત પરીક્ષા તા: 20,21,27,28, સપ્ટેમ્બર 2025

GPSC Vacancy 2025: અગત્યની સુચનાઓ

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે તથા આયોગ દ્વારા નિયત થયેથી જાહેરાતની પરીક્ષા માટે સંમતિ તથા સંમતિ ડિપોઝીટ લઈ શકાશે.

ઉપરોકત જાહેરાતોમાં “*” નિશાની કરેલ જગ્યાઓમાં અમુક જગ્યાઓ દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જગ્યાઓ તરીકે સામાવિષ્ટ છે. જે માટે જાહેરાતની વિગતવાર સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.

પરીક્ષા માટે દર્શાવેલ ઉકત માસ/તારીખો સંભવિત છે.

(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.

(૨) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં/પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

(૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ/ભૂલ/ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.

(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.

(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.

ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે. આ સંદર્ભે જાહેરાતની વિગતવાર સૂચનાઓ ધ્યાને લેવી.

બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૨૪-૦૩-૨૦૨૫ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.

ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ ૨૩-૦૩-૨૦૨૫ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સંમતિ અને ડિપોજીટ પણ તારીખ ૦૭/૦૩/૨૦૨૫ ૧૩:૦૦ થી ૨૪/૦૩/૨૦૨૫ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી ભરવાની રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

GPSC Vacancy 2025: Qualification

  • સ્નાતક (કોઇ પણ વિદ્યાશાખામાં)

GPSC Vacancy 2025: જગ્યાઓની વિગત (Post Details)

ક્રમ જગ્યાનું નામકુલ જગ્યાઓ
1ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)05
2નાયબ પોલીસ અધીક્ષક (બિન હથિયારી)10
3જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)07
4નાયબ નિયામક (વિકસતી જાતિ)01
5મદદનીશ કમિશ્નર (આદિજાતિ)04
6સહાયક રાજ્ય વેરા કમિશ્નર12
Total 39
7સેક્શન અધિકારી (સચિવાલય)26
8મામલતદાર 40
9રાજ્ય વેરા અધિકારી35
10મદદનીશ નિયામક (અન્ન નાગરિક અને પુરવઠા)12
11તાલુકા વિકાસ અધિકારી30
12નોંધણી નિરીક્ષક13
13સહાયક માહિતી નિયામક (વહીવટ)12
Total 168

GPSC Vacancy 2025: Age Limits

GPSC Class 1 2 Notification 2025
GPSC Class 1 2 Notification 2025
  • અરજી કરવાની અંતિમ તારીખ : 35 વર્ષથી વધુ નહી.
ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
5દિવ્યાંગ ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
6ગુજરાત સરકારના કર્મચારીઓઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી.

વધુ માહિતી માટે જાહેરાત ક્રમાંક : 240/2024-25 ની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

GPSC Vacancy 2025 : અરજી કેવી રીતે કરવી ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
  • બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

GPSC Vacancy 2025 : મહત્વની લિંક્સ (Important Links)

About GPSC Exams : Read More

જીપીએસસી દ્વારા હાલ ખુબજ મોટા પાયે રિફોર્મ કરવામાં આવેલ હોય દરેક માટે આ પરીક્ષા ખુબજ ઓછા સમયમાં તૈયારી કરવી એક પડકાર સમાન ગણી શકાય. જો આપ યોગ્ય દિશામાં આ પરીક્ષાની તૈયારી કરશો તો જરૂર આપને સફળતા મળશે.

આશા રાખુ છુ આપ વર્ગ- 1 અને વર્ગ-2 અધિકારી તરીકે સફળ થાઉ અને પોતાનું અને પરિવારનું નામ રોશન કરો.

જીપીએસસી અભ્યાસક્રમ 2025

online exam examconnect
online exam examconnect

Leave a Reply