TET 1 Syllabus pdf In Gujarati : ગુજરાતમાં પીટીસી ના અભ્યાસક્રમ પ્રાથમિક શાળામાં ધોરણ-1 થી 5 માં SEB TET-1 ની પરીક્ષા ફરજિયાત કરવામાં આવેલ છે. આ પરીક્ષા પાસ કર્યા બાદજ સરકારી શાળામાં ભરતીની તકો મળે છે. આ લેખમાં ટેટ-1 ની પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે. જે આપને પરીક્ષાની સાચી દિશામાં તૈયારી કરવામાં મદદરૂપ થશે.
TET 1 Syllabus pdf In Gujarati
Read Also : TET 1 old paper pdf
TET 1 syllabus in gujarati
- કુલ – 150 પ્રશ્ન વિવિધ હેતુલક્ષી પ્રકારના રહેશે. જેનો સમય 90 મિનિટનો રહેશે.
- તમામ વિભાગોના પ્રશ્ન ફરજિયાત રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ રહેશે જેમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- તમામ વિભાગોનું એકજ પ્રશ્નપત્ર રહેશે.
- આ પરીક્ષામાં નકારાત્મક મુલ્યાકંન રહેશે નહી.
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો | 30 ગુણ |
વિભાગ-2 ભાષા- ગુજરાતી | 30 ગુણ |
વિભાગ-2 ભાષા- ગુજરાતી | 30 ગુણ |
વિભાગ-3 ભાષા- અંગ્રેજી | 30 ગુણ |
વિભાગ-4 ગણિત | 30 ગુણ |
વિભાગ-5 પર્યાવરણ | 30 ગુણ |
કુલ ગુણ | 150 ગુણ |
ઉપરોક્ત વિભાગ મુજબ
વિભાગ – 1 : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy :
- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ 6 થી 11 વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે.
- ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
વિભાગ 3 અને 3 : ભાષા 1 અને 2 ( ગુજરાતી અને અંગ્રેજી) :
- ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-1 (ગુજરાતી) માં થશે.
- જયારે ભાષા – 2 (અંગ્રેજી) માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
વિભાગ 4 : ગણિત
- વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
વિભાગ – 5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી
- આ કસોટી માટે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ 6 થી 8) સાથેનું હોય તે જરૂરી છે.