હાલમાં જાહેર કરવામાં આવેલ રેવન્યુ તલાટીની ભરતી અન્વયે પરીક્ષાર્થીઓ Revenue Talati Salary વિશે જાણવા માંગતા હોય છે. આપણે આ લેખમાં રેવન્યુ તલાટીના પગાર સબંધિત તમામ માહિતી મેળવીશુ.
Revenue Talati Salary in Gujarat
- રેવન્યુ તલાટી, વર્ગ-3 ની જગ્યા છે. જેનો ગ્રેડ પે રૂ. 1900 છે. જ્યારે Pay Matrix 19900-63200 હોય છે. ગુજરાતમાં આ જગ્યા વર્ગ-3 ની એંટ્રી લેવલની જગ્યાઓ પૈકીની છે. હાલના નિયમો મુજબ વર્ગ-3 ની જગ્યાઓ માટે કે જેનો ગ્રેડ પે રૂ. 1900 છે. તેઓને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર(કરાર આધારિત) રૂ. 26000 ચુકવવામાં આવે છે. પાંચ વર્ષ પછી સરકારશ્રીના ધારા ધોરણ મુજબ પગાર ચુકવવામાં આવે છે.
- પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રેવેન્યુ તલાટીની પ્રિ-સર્વિસ તાલીમ યોજવામાં આવે છે જે અંવયે પ્રિસર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. તેમા સામાન્ય રીતે 3 પેપર હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ આપના પાંચ વર્ષ પુરા કર્યા તારીખથી ફુલ પગારમાં સમાવી લેવામાં આવે છે.
Read Also : GSSSB Revenue Talati Bharti 2025 – Apply Online
Revenue Talati Salary after 5 years
- કરારીય સમયગાળા બાદ સરકાર દ્વારા પુરેપુરો પગાર ચુકવવામાં આવે છે. અને આ માટે આપણે ઉપર જાણ્યુ તેમ પુર્વસેવા પરીક્ષા પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ આ સિવાય પણ કેટલીક બાબતો જેવી કે સીસીસીની પરીક્ષા, હિન્દીની પરીક્ષા પણ પાસ થયેલી હોવી જોઇએ.
- ફુલ પગાર થતા રેવેન્યુ તલાટી ને રૂ. 30000 ની ઉપર પગાર રહે છે. જેમા નીચે મુજબના ભથ્થાઓ ઉમેરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થુ (Dearness Allowance – DA)
- હાલ જ્યારે બ્લોગ લખાય રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા 55% મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. એટલે કે તમારો બેસિક પગાર રૂ. 19900/- ના 55% મળે છે. મોંઘવારી ભથ્થુ વર્ષમાં 4% જેટલુ વધે છે.
મકાન ભાડુ (House Rent Allowance – HRA)
- HRA 6th Pay મુજબ ચુકવવામાં આવે છે. મકાન ભાડુ શહેરના કક્ષા મુજબ મળે છે. દા.ત. સુરતમાં 16% મળે છે. દરેક શહેર મુજબ અલગ અલગ હોય છે.
મેડિકલ ભથ્થ (Medical Allowance)
- મેડિકલ ભથ્થુ હાલ દરેક વર્ગના કર્મચારીઓને ફિક્સ 1000 રૂ. આપવામાં આવે છે.
Read Also : Revenue Talati Syllabus 2025
ટ્રાંસફર ભથ્થુ (Transfer Allowance – TA)
- Transfer Allowance હાલ વર્ગ-3 ને 3600 રૂપિયા ચુકવવામાં આવે છે.
Important Links
આ સિવાય આપનો ફુલ પગાર થતા 4 વર્ષના સમયગાળામાં એલટીસી મળે છે. તેમજ દર વર્ષે એક વખત પગાર વધારો (ઇજાફો મુળ પગારના 3%) જેટલો વધે છે.
આ સિવાય આપ નાયબ મામલતદારની ખાતાકીય પરીક્ષા આપી શકો છો અને પરીક્ષા પાસ થયેથી બઢતી મેળવી શકો છો.
આશા રાખુ છુ આપને Revenue Talati Salary વિશેનો બ્લોગ આપને ઉપયોગી થયો હશે. જો આપ કોઇ અન્ય પોસ્ટ ની સેલરી જાણવા માંગો છો તો કોમેંટ કરો.