TET અભ્યાસ સામગ્રી 2025: સંપૂર્ણ માર્ગદર્શિકા (TET Study Materials)

😀 Sharing is Caring :

Facebook
Twitter
WhatsApp
Instagram

Table of Contents

TET Study Materials

નમસ્કાર મિત્રો, ઉમેદવારો TET TAT અભ્યાસ સામગ્રી 2025 (TET TAT Study Materials) સામાન્ય રીતે YouTue પર શોધતા હોય છે. જ્યા તેઓને એક-એક અને અવ્યવસ્થિત મટિરિયલ્સ પ્રાપ્ત થાય છે. ઘણા કોચિંગ ક્લાસ દ્વારા આ માટે વિડિયો બનાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ મહદઅંશે થોડા થોડા અંતરે તેઓના કોચિંગ ક્લાસનું પ્રોમોશન કરતા હોય છે. જે ઘણું કંટાળાજનક તથા સમયનો બગાડ હોય છે.

ExamConnect આપના માટે આ સમસ્યાને દુર કરવા માટે એક સોલ્યુશન લાવ્યુ છે. જ્યા તમે TET TAT Syllabus મુજબ સમગ્ર અભ્યાસક્રમને ટેક્ષ્ટ ફોર્મેટમાં કોઇ પણ પ્રકારના સમય બગાડ્યા વિના અભ્યાસ કરી શકશો તેમજ આ માટે મોકટેસ્ટ પણ આપી શકશો.

TET TAT Syllabus 2025 – TET Study Materials

TET નો અભ્યાસક્રમ જાણવો એ 50% પરીક્ષા પાસ કરવા બરાબર છે. માટે આ અભ્યાસક્રમ અક્ષરશ: યાદ હોવો જોઇએ. અને એ મુજબજ આપની પરીક્ષાની તૈયારી કરવી આવશ્યક છે.

આ લેખમાં આપણે TET-1, TET-2, TAT Secondary અને TAT Higher Secondary ના અભ્યાસક્રમનું વિશ્લેષણ કરીશુ. અને દરેક મુદાઓને પરીક્ષાલક્ષી સમજવાનો પ્રયત્ન કરીશું.

મિત્રો આ માટે આપણે સરકારી સોર્સનો જ ઉપયોગ કરીશુ. પી.ટી.સી. ના પાઠ્યપુસ્તકો, ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો તેમજ સરકારી વેબસાઇટ અને મેગેઝિનનો ઉપયોગ કરીશુ. તો ચાલો શરૂઆત કરીએ.

ટેટ-1 અભ્યાસક્રમ 2025 (TET 1 Syllabus 2025)

પરીક્ષાનું માળખુ:

  • બહુવિકલ્પ સ્વરૂપ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપ
  • કુલ 150 પ્રશ્નો
  • પ્રશ્નપત્રનો સમય 120 મિનિત સળંગ
  • તમામ પ્રશ્નો ફરજિયાત
  • દરેક પ્રશ્નનો એક ગુણ, નકારાત્મક મુલ્યાકંન નથી.
  • આ પરીક્ષા ત્રણ માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રહેશે. કોઇ પણ એક.

ટેટ 1 નો અભ્યાસક્રમ:

વિભાગ – ૧ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (3૦ ગુણ) (30 પ્રશ્નો)

(A) બાળ વિકાસ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

  • વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
  • બાળ વિકાસના લક્ષણો અને સિધ્ધાંતો
  • વિકાસને અસર કરતા પરિબળો
  • વારસો અને વાતાવરણ
  • સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો
  • સામાજિકીકરણ પ્રક્રિયાઓ:
  • સામાજિક જગત અને બાળક (વાલી, શિક્ષક,સહપાઠી)
  • એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ
  • બાળ કેન્દ્રિ અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
  • બુદ્ધિની સંકલ્પના અંગેનો સમિક્ષાત્મક દ્વષ્ટિકોણ|
  • બહુ આયામી બુદ્ધિ
  • બાળકોમાં વિકાસ-ભાષા અને વિચાર
  • લિંગ/જાતિ(Gender): સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત/લિંગ ભૂમિકાઓ, શિક્ષણના|
  • સંદર્ભમાં જાતિયતાની અસર
  • અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મવગેરે આધારિત
  • ભિન્નતાઓની સમજ
  • અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત; શાળાકીય
  • મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન(CCE)
  • દ્વષ્ટિકોણ અનેપ્રયાસો
  • વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના
  • વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના.

(B) સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)

  • વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા- જેમાં આર્થિક- સામાજિક રીતે પછાત,વંચિત બાળકોનું સમાવેશન
  • અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો

(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર: (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)

  • બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે; શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો.
  • અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ; બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ; સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન;અધ્યયનનો સામાજિક પરિપ્રેશ્ય.
  • બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે.
  • બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના; અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ.
  • જ્ઞાન/બોધ(Logion) અને સંવેગો(Emotions)
  • પ્રેરણા અને અધ્યયન
  • અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરીબળો

વિભાગ – ૨ : ગુજરાતી ભાષા (Language I) – (30 ગુણ) (3૦ પ્રશ્નો)

(A) ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

  • ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મુળભુત|તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
  • અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
  • પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી પના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

  • અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
  • ભાષાકૌશલ્યો (Language Skills)
  • ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો ।
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ – ૩ : અંગ્રેજી ભાષા (Language II)– (3૦ ગુણ) (૩૦ પ્રશ્નો)

(A) ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

  • ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થીસાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મુળભુત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
  • અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)|
  • પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)|

  • અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક| અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
  • ભાષાકૌશલ્યો (Language Skills)
  • ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના| બહુભાષી સ્રોતો
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ – ૪ : ગણિત – (30 ગુણ) (૩૦ પ્રશ્નો)

(A) વિષયવસ્તુ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

  • ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતાઆધારિત પ્રશ્નો.આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.


(B) પધ્ધતિ શાસ્ત્ર – (૧પગુણ) (૧૫ પ્રશ્નો)

  • ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ; બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ
  • અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
  • ગણિત શિક્ષણની પ તિઓ/ પ્રયુક્તિઓ
  • વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
  • ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
  • ગણિત અધ્યાપન સમસ્યાઓ
  • ગણિતમાંથતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો

વિભાગ –૫ : પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો (30 ગુણ) (30 પ્રશ્નો)


(A)પર્યાવરણ વિષય અને પધ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્નો)

  • ધોરણ ૧ થી પના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ (ધોરણ૧૦) સુધીનોરહેશે.|


(1)વિષયવસ્તુ – (૧૦ગુણ) (૧૦ પ્રશ્નો

  • પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો


(2) પધ્ધતિ શાસ્ત્ર – (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)

  • પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
  • પર્યાવરણ મહત્વ
  • પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
  • અધ્યયનના સિદ્ધાંતો (Learning Principles)
  • વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
  • સંકલ્પનાઓ રજુ કરવાની પદ્ધતિઓ
  • પ્રવૃત્તિઓ (Activities)
  • પ્રયોગો / પ્રાયોગિક કાર્ય (Experimentation/ Practical Work)
  • ચર્ચા (Discussion)
  • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
  • શિક્ષણ સામગ્રી (Teaching Material /Aids)
  • અધ્યાપનની સમસ્યાઓ (Problems)


(B) સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude,
Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો (૦પ ગુણ) (૦૫ પ્રશ્નો)


(C) શિક્ષણના વર્તમાન પ્રવાહ (૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)