કેન્દ્રીય બજેટ 2026-27 : Union Budget 2026 in Gujarati
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા તાજેતરમાં સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું, જે નવા ઉદ્ઘાટન પામેલા ‘કર્તવ્ય ભવન’ માં તૈયાર થયેલું ઐતિહાસિક પ્રથમ બજેટ છે. ‘વિકસિત ભારત’ ના વિઝન પર આધારિત અને ‘યુવા શક્તિ’ દ્વારા સંચાલિત આ બજેટનો પાયો ‘એક્શન ઓવર એમ્બિવલન્સ’ (અનિશ્ચિતતાને બદલે કાર્ય) અને ‘રિફોર્મ ઓવર રેટરિક’ (વાતોને બદલે સુધારા) જેવા સિદ્ધાંતો પર રચાયેલો છે. આ બજેટ મુખ્યત્વે ત્રણ ‘કર્તવ્યો’ (Three Kartavyas) દ્વારા માર્ગદર્શિત છે: આર્થિક વિકાસને વેગ આપવો, નાગરિકોની ક્ષમતાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવી, અને છેવાડાના માનવી સુધી ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ પહોંચાડવો. ચાલો, આજના આ બ્લોગમાં આપણે Union Budget 2026 in Gujarati આ બજેટની મુખ્ય જાહેરાતો અને તેના મહત્વ વિશે વિગતવાર જાણીએ.
1. પરિચય અને મુખ્ય ઉદ્દેશ્યો
- નાણામંત્રીએ સંસદમાં બજેટ 2026-27 રજૂ કર્યું, જે નવા ઉદ્ઘાટન થયેલા ‘કર્તવ્ય ભવન’ માં તૈયાર થયેલું પ્રથમ બજેટ છે.
- આ બજેટ ‘યુવા શક્તિ’ દ્વારા સંચાલિત છે અને ‘વિકસિત ભારત’ ના વિઝન પર આધારિત છે.
- બજેટના ત્રણ મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતો (Three Kartavyas) છે:
- આર્થિક વિકાસને ટકાવી રાખવો (Sustain Economic Growth).
- આકાંક્ષાઓ પૂરી કરવી અને ક્ષમતા નિર્માણ (Fulfill Aspirations & Build Capacity).
- સૌનો સાથ, સૌનો વિકાસ (Sabka Saath, Sabka Vikas).
2. પ્રથમ કર્તવ્ય: આર્થિક વિકાસને વેગ આપવો (Accelerate & Sustain Economic Growth)
- બાયોફાર્મા શક્તિ (Biopharma SHAKTI): ભારતને બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સ માટે ગ્લોબલ હબ બનાવવા માટે ₹10,000 કરોડના ખર્ચે આ મિશન લોન્ચ કરવામાં આવશે. તેમાં 3 નવી NIPERs સંસ્થાઓ સ્થાપવામાં આવશે.
- સેમિકન્ડક્ટર મિશન 2.0: ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ માટે આ મિશન લોન્ચ કરાશે, જે સાધનો (Equipment) અને મટિરિયલ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- ઈલેક્ટ્રોનિક્સ અને રેર અર્થ (Rare Earth):
- ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમનું બજેટ વધારીને ₹40,000 કરોડ કરવામાં આવ્યું છે.
- ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ‘રેર અર્થ કોરિડોર’ બનાવવાની દરખાસ્ત છે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ:
- શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી વગેરે જેવા 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવામાં આવશે, જેને “Growth Connectors” નામ આપવામાં આવ્યું છે.
- “City Economic Regions” (CERs): ચોક્કસ વિકાસના ડ્રાઇવરો આધારિત શહેરોને મેપ કરવા માટે નવી પહેલ, જેમાં પ્રત્યેક CER માટે ₹5,000 કરોડની ફાળવણી થશે.
- સીપ્લેન (Seaplane) મેન્યુફેક્ચરિંગ અને કામગીરીને ટેકો આપવા માટે VGF સ્કીમ રજૂ કરાશે.
- MSME: વૈશ્વિક સ્પર્ધા માટે “Champion MSMEs” બનાવવા ₹10,000 કરોડનું “SME Growth Fund” લોન્ચ કરવામાં આવશે.
3. બીજું કર્તવ્ય: આકાંક્ષાઓ અને ક્ષમતા નિર્માણ (Fulfill Aspirations & Build Capacity)
- AVGC (ઓરેન્જ ઈકોનોમી): 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં “એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ” સ્થાપવામાં આવશે.
- રમતગમત: ‘ખેલો ઈન્ડિયા મિશન’ લોન્ચ કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ્સ સાયન્સ અને કોચની તાલીમ પર ભાર મૂકવામાં આવશે. સ્પોર્ટ્સ સામાનના ઉત્પાદન માટે પણ પહેલ કરવામાં આવશે.
- મેડિકલ ટુરિઝમ: ભારતને વેલનેસ ડેસ્ટિનેશન બનાવવા ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી 5 પ્રાદેશિક મેડિકલ હબ સ્થાપવામાં આવશે.
- મહિલા શિક્ષણ: STEM (Science, Technology, Engineering, Math) માં છોકરીઓને પ્રોત્સાહન આપવા દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપવામાં આવશે.
4. ત્રીજું કર્તવ્ય: સૌનો સાથ, સૌનો વિકાસ (Inclusive Development)
- કૃષિ: ખેડૂતોને કસ્ટમાઈઝડ સલાહ આપવા માટે બહુભાષી AI પ્લેટફોર્મ “Bharat-VISTAAR” લોન્ચ કરવામાં આવશે.
- મહિલા સશક્તિકરણ: લખપતિ દીદીઓની સફળતા બાદ, ક્લસ્ટર ફેડરેશનોમાં સમુદાયની માલિકીના “SHE Marts” (રીટેલ આઉટલેટ્સ) સ્થાપવામાં આવશે.
- આરોગ્ય અને પૂર્વોત્તર ભારત:
- માનસિક સ્વાસ્થ્ય માટે “NIMHANS-2” ની સ્થાપના અને રાંચી તથા તેજપુરની સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે.
- પૂર્વોત્તર રાજ્યોમાં “બૌદ્ધ સર્કિટ” (Buddhist Circuits) વિકસાવવામાં આવશે.
- દિવ્યાંગજન: દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે “દિવ્યાંગ સહારા યોજના” જેવી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે.
5. કરવેરા સુધારાઓ (Tax Reforms)
- નવો આવકવેરા કાયદો: હાલના 1961ના કાયદાને બદલે નવો, સરળ ‘Income Tax Act, 2025’ લાવવામાં આવશે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે.
- ટેક્સ સ્લેબ: નાણાકીય વર્ષ 2026-27 માટે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- TCS અને TDS:
- વિદેશી પ્રવાસ અને શિક્ષણ/મેડિકલ માટેના રેમિટન્સ પર TCS ઘટાડીને 2% (એકસરખો) કરવામાં આવ્યો છે.
- મેનપાવર સર્વિસિસ પર TDS 1% (વ્યક્તિગત) અથવા 2% (અન્ય) નક્કી કરાયો છે.
- કસ્ટમ ડ્યુટી: અંગત વપરાશ માટે આયાત કરાતી વસ્તુઓ પરની ડ્યુટી 20% થી ઘટાડીને 10% કરવામાં આવી છે. કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ માફ કરવામાં આવી છે.
- બાયબેક ટેક્સ (Buyback Tax): કંપની દ્વારા શેર બાયબેક હવે શેરધારકના હાથમાં ‘કેપિટલ ગેઈન્સ’ તરીકે કરપાત્ર થશે.
- ડેટા સેન્ટર્સ: ભારતીય ડેટા સેન્ટર્સ દ્વારા ગ્લોબલ ક્લાઉડ સર્વિસ આપતી વિદેશી કંપનીઓને 2047 સુધી ટેક્સ હોલિડે મળશે.
6. મેક્રો-ઈકોનોમિક ફંડામેન્ટલ્સ (Macroeconomic Fundamentals)
- રાજકોષીય ખાધ (Fiscal Deficit): વર્ષ 2026-27 માટે જીડીપીના 4.3% નો લક્ષ્યાંક છે (2025-26 RE માં 4.4% હતો).
- મૂડી ખર્ચ (Capex): મૂડી ખર્ચ વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે (જીડીપીના 3.1%).
- જીડીપી વૃદ્ધિ: નાણાકીય વર્ષ 2026-27 માટે નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 10.5% અને રિયલ જીડીપી વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ છે.
- દેવું (Debt-to-GDP): 2026-27માં ઘટીને 55.6% થવાનો અંદાજ છે.
7. પડકારો અને ચિંતાઓ (Concerns)
- રોજગાર: સેમિકન્ડક્ટર અને બાયોફાર્મા જેવા ઉદ્યોગો મૂડી-સઘન (Capital Intensive) હોવાથી ‘Jobless Growth’ (રોજગાર વગરનો વિકાસ) નો ભય છે.
- અમલીકરણ: Bharat-VISTAAR જેવી હાઈ-ટેક યોજનાઓમાં અમલદારશાહી અને સંસ્થાકીય ક્ષમતાના અભાવે વિલંબ થઈ શકે છે.
- ગ્રામીણ માંગ: ખાનગી વપરાશ (Private Consumption) હજુ મર્યાદિત છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.
- સ્ટ્રેટેજીક: ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી, જે ચિંતાનો વિષય છે.