Gujarati Swar vyanjan : આપણા દરેક વિચારો રજુ કરવા માટેનું માધ્યમ ભાષા હોય છે. વાતને અસરકારક અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા વાક્ય હોય છે. વાક્ય શબ્દોના બનેલા હોય છે અને શબ્દો વર્ણના બનેલા હોય છે. આ વર્ણમાં ચોક્કસ ધ્વનિઓ હોય છે. જેને આપણે સ્વર અને વ્યજંન કહીએ છીએ. આપણે Gujarati Swar અને Vyanjan વ્યંંજન વિશે આ આર્ટિકલમાંં વિગતવાર અભ્યાસ કરીશુ.
મિત્રો, ગુજરાતી ભાષાના કોઇ પણ પ્રશ્નપત્ર જેમ કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષાઓ કે અન્ય પ્રવેશલક્ષી પરીક્ષાઓમાં સ્વર અને વ્યંજનના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. જેથી આ ટોપિકની તૈયારીને નકારી શકાય નહી. આ ટોપિકની તૈયારી કરવી ખુબજ સરળ છે. તો ચાલો સ્વર અને વ્યંજનની ક્યારે ન ભુલી શકાય તેવી તૈયારી કરવાની શરૂઆત કરીએ.
Read More
Table of Contents
ગુજરાતી સ્વર । Gujarati Swar vyanjan
- જે ધ્વનિઓના ઉચ્ચાર માટે અન્ય ધ્વનિઓની મદદ લેવામાં ન આવે તેને સ્વર કહેવાય છે.
- આ ધ્વનિઓના ઉચ્ચાર સમયે જીભ હલન ચલન કરતી નથી. તેમ છતા તે ધ્વનિ અર્થપુર્ણ બને છે.
- ગુજરાતી ભાષમાં કુલ 13 સ્વરો છે.
સ્વરના મુખ્ય પ્રકારો
- હ્રસ્વ સ્વર: અ, ઇ, ઉ, ઋ આ ચાર હ્રસ્વ સ્વર છે.
- દીર્ધ સ્વર: આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ આ સાત સ્વર દીર્ધ સ્વર છે. જેનો ઉચ્ચાર ભારપૂર્વક કરવામાં આવે છે.
ગુજરાતી વ્યંજન । Gujarati Vyanjan
- જે ધ્વનિઓનું ઉચ્ચારન કરવા માટે સ્વરની સહાય લેવી પડે એટલે તેને વ્યંજન કહેવામાં આવે છે.
- આ ધ્વનિઓનો ઉચ્ચાર કરતી વખતે મુખવિહારમાં તે દાંત, તાળવા અને હોઠને સ્પર્શ કરે છે. અને તેની સાથે ઘર્ષણ થતા તેનો અલગ અલગ ઉચ્ચાર થાય છે.
વર્ગીય વ્યંજન | અઘોષ વ્યંજન | ઘોષ વ્યંજન | અનુનાસિક વ્યંજન | ||
અલ્પ પ્રાણ | મહાપ્રાણ | અલ્પ પ્રાણ | મહા પ્રાણ | ||
કંઠ્ય | ક્ | ખ્ | ગ્ | ઘ્ | ङ |
તાલવ્ય | ચ્ | છ્ | જ્ | ઝ્ | ञ |
મુર્ધન્ય | ટ્ | ઠ્ | ડ્ | ઢ્ | ણ્ |
દંત્ય | ત્ | થ્ | દ્ | ધ્ | ન્ |
ઓષ્ઠ્ય | પ્ | ફ્ | બ્ | ભ્ | મ્ |
મિત્રો, ઉપરના કોષ્ટકમાં આપણે વ્યંજનોનું વર્ગીકરણ જોયુ. હવે આ વર્ગીકરણને વિસ્તરિત સમજવાનો પ્રયત્ન કરીએ.
કંઠ્ય વ્યંજન:
- કંઠમાંથી બોલવામાં આવે છે.
- ક-વર્ગના વ્યંજનો આમા આવે છે. જેવા કે ક્, ખ્, ગ્, ઘ્, ङ
તાલવ્ય વ્યંજન:
- એમના નામ મુજબ આ વ્યંંજન બોલતા સમય જીબ તાળવાને સ્પર્શે છે.
- ચ્, છ્, જ્, ઝ્, ञ
મૂર્ધન્ય વ્યંજન:
- બોલતા સમય જીભ મુર્ધાને સ્પર્શે છે.
- ટ્, ઠ્, ડ્, ઢ્ ણ્

દંત્ય વ્યંજન:
- આ વ્યંજનને બોલતા સમયે જીભ દાંતને સ્પર્શે છે.
- ત્, થ્, દ્, ધ્, ન્
ઓષ્ઠ્ય વ્યંજન:
- બોલતા સમયે હોઠ એક બીજાને સ્પર્શે છે.
- પ્, ફ્, બ્, ભ્, મ્
નોંધ. ઉપર આપણે માહિતી મેળવી તેમ આ દરેક વ્યજનો ને ઓળખવા માટે એને બોલવા પડે. બોલતાની સાથે જ તમે એને ઓળખી શકશો.
અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો
મિત્રો, વ્યંજનોને ઓળખવા માટે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ શુ છે તે વિશે માહિતી મેળવીએ.
આપણે કોઇ પણ ધ્વનિ ના ઉચ્ચાર સમયે વધારે કે ઓછા પ્રમાણમાં હવાનો જથ્થો ઉપયોગમાં લઈએ છીએ. એ જ ગુજરાતી વ્યંજનોમાં અલ્પપ્રાણ કે મહાપ્રાણના નામથી ઓળખાય છે.
અલ્પપ્રાણ:
- વ્યંજનના ઉચ્ચાર સમયે ઓછા પ્રાણવાયુની જરૂર પડે તો તે અલ્પપ્રાણ વ્યંજન કહેવાય છે.
મહાપ્રાણ:
- જે વ્યંજનના ઉચ્ચાર સમયે વધુ માત્રામાં પ્રાણવાયુની જરૂર પડે તો તે મહપ્રાણ વ્યંજન કહેવાય છે.
અઘોષ વ્યંજન | ઘોષ વ્યંજન | ||
અલ્પ પ્રાણ | મહાપ્રાણ | અલ્પ પ્રાણ | મહા પ્રાણ |
ક્ | ખ્ | ગ્ | ઘ્ |
ચ્ | છ્ | જ્ | ઝ્ |
ટ્ | ઠ્ | ડ્ | ઢ્ |
ત્ | થ્ | દ્ | ધ્ |
પ્ | ફ્ | બ્ | ભ્ |
અઘોષ અને ઘોષ વ્યંજનો:
વ્યંજનઓના ઉચ્ચારણ સમયે નાદતંંત્રીઓમાં કંપન ઉત્પન્ન થાય છે. આ કંપના ઓછા કે વધારે માત્રાના આધારે ઘોષ કે અઘોષ વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવે છે.
નીચેના કોષ્ટકમાં ઘોષ અને અધોષ વ્યંજનોનું વર્ગીકરણ આપવામાં આવેલ છે.
અઘોષ વ્યંજન | ઘોષ વ્યંજન | ||
ક્ | ખ્ | ગ્ | ઘ્ |
ચ્ | છ્ | જ્ | ઝ્ |
ટ્ | ઠ્ | ડ્ | ઢ્ |
ત્ | થ્ | દ્ | ધ્ |
પ્ | ફ્ | બ્ | ભ્ |
અનુનાસિક વ્યંજન:
- નાસિક એટલે નાક. ધ્વનિનોના ઉચ્ચાર સમયે હવા નાકમાંથી પસાર થઈને બહાર આવે ત્યારે ઉત્પન્ન થતા ધ્વનિઓને અનુનાસિક વ્યંંજન કહે છે.
- ङ, ञ, ણ્, ન્, મ્
અર્ધસ્વર વ્યંજનો:
- આ સ્વરો પુરા સ્વર અને વ્યંજનોના ગુણ ધર્મો ધરાવતા નથી. જેવા કે, ય્, વ્
દંત્ય પાર્શ્વિક વ્યંજનો:
આ સ્વર ઉચ્ચર સમયે જીભ દાંત અને તાળવાની વચ્ચે સ્પર્શ કરે છે. જેમ કે, લ્
થડકારવાળો વ્યંજન : (ળ્)
દંત્ય પ્રકંપી વ્યંંજન: (ર્)
ઉષ્માક્ષર વ્યંજન શ્, સ્, ષ્)

મિત્રો, આપણે ગુજરાતી ભાષામાં આવતા વ્યંજનો અને તેના પ્રકારો વિશે વિગતવાર માહિતી મેળવી છે. આપણે જોયુ તેમ દરેક વ્યંજનો અને સ્વરને બોલીને પ્રેક્ટિસ કરશો તો તે સરળતાથી યાદ રહી જશે. અને પરીક્ષામાં આ મુદ્દાના પૂછાતા પ્રશ્નો સરળતાથી ઉકેલી શકશો. Examconnect.in દ્વારા આપના માટે ફ્રી મોકટેસ્ટ તૈયાર કરેલ છે જે આપ જરૂરથી આપજો. જેથી આપના દરેક મુદ્દા વધુ મજબૂત થઈ જશે.