Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

Aavak No Dakhlo kevi rite kadhvo | આવકનો દાખલો કાઢવાની સરળ રીત

aavak no dakhlo

મિત્રો, Aavak No Dakhlo કેવી રીતે કાઢવો એ અંગે ઘણા મિત્રો મુંઝવણમાં હશે. હું જાણુ છુ તેમ હાલ જ ધોરણ-10 અને ધોરણ-12 નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. અને આગળ અભ્યાસ કરવા માટે ખાસ કરીને જેઓ અનામતનો લાભ લેવા માંગે છે. તેવા વિદ્યાર્થીઓને પોતાના પિતાનો આવકનું પ્રમાણપત્ર રજુ કરવું આવશ્યક બની જાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ લેખમાં ગુજરાતમાં આવકનો દાખલો કેવી રીતે સરળ રીતે કાઢી શકાય? આવકનો દાખલો શું છે ? કોણ આ દાખલો કાઢી આપશે ? કઈ ઓફિસમાં જવું પડશે ? કેટલા દિવસમાં મળશે ? જેવા અનેક પ્રશ્નોના જવાબ અત્રે મેળવીશુ. તો ચાલો શરૂઆત કરીએ.

Aavak No Dakhlo શું છે?

આવકનું પ્રમાણપત્ર કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ અથવા કુંટુંબની તમામ સોર્સમાંથી એક નાંણાકીય વર્ષની આવક હોય છે. સરળ ભાષામાં કહું તો કોઇ એક કુટુંબના ચાર વ્યક્તિઓ છે. માતા-પિતા અને બે બાળકો. જેમા જો પિતા એક જ કમાનાર વ્યક્તિ હોય તો તેમની આખા વર્ષની આવક, જ્યારે માતા પિતા બંને કમાનાર હોય તો કુટુંબની આવક કહેવાય છે.

Credit : Divyabhaskar

સામાન્ય રીતે આવકનો દાખલો તાલુકા કક્ષાએ મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે માન્ય હોય છે.

આવકનું પ્રમાણ પત્ર કાઢવાની રીત

ગુજરાતમાં આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે હાલ બે પ્રકાર છે.

  1. ઓનલાઇન (ઓનલાઇન પોર્ટલ કે વેબસાઇટના માધ્યમથી અરજી કરવાની હોય છે.)
  2. ઓફલાઇન (જાતે સંબંધિત કચેરીમાં જઈ અરજી આપવાની હોય છે.)

આપણે સૌ જાણીએ છીએ તેમ અગાઉ આપણે આવકના દાખલા માટે ઓફલાઇન પધ્ધતિથી અરજી કરતાંં હતાં. જેમ કે અરજીની નકલ મેળવતા અને તે ભરતા. અને ત્યારબાદ લાંબી લાંબી લાઇનો માં ઊભા રહીને અરજી આપવાની થતી હતી. હું પોતે પણ આ પરિસ્થિતિનો સાક્ષી રહ્યો છે. પરંતુ હાલ ઓનલાઇન પધ્ધતિથી ખુબજ સરળતાથી આવકનો દાખલો મેળવી શકાય છે. નીચે ઓનલાઇન અરજી કરવાની રીત સરળ રીતે સમજાવવામાં આવેલ છે.

Gujarat Digital Portal Online Application

  • સૌપ્રથમ Google માં Digital Gujarat ટાઇપ કરો અને સર્ચ કરો.
  • સર્ચ કરતા પ્રથમ જે લિંક ખુલશે એને ઓપન કરો.
Aavak No Dakhlo
Image credit: Digital Gujarat, GoG
  • અહિં જો આપ પહેલેથી રજીસ્ટ્રેશન કર્યુ છે તો મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી દાખલ કરો અને ત્યારબાદ કેપ્ચે નાખીને લોગીન કરી શકશો.
  • પરંતુ જો આપ પહેલીથી રજીસ્ટર નથી તો Register કરવવુ પડશે. તે માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી પડશે.
  • Register પર ક્લિક કરતાં મોબાઇલ નંબર, ઇમે ઇલ આઇડી, પાસવર્ડ અને કેપ્ચે કોડ નાખીને Save બટન પર ક્લિક કરો.
  • હવે આપના આપેલ મોબાઇલ નંબર પર કોડ આવશે જે દાખલ કરવાનો રહેશે. આ પ્રક્રિયા સરળતા પુર્વક થઈ ગયા બાદ વિગતવાર રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ઓપન થશે. જ્યારે જાતિ, નામ, જિલ્લો, તાલુકો, ગામ જેવી વિગતો દાખલ કરવાની રહેશે.
  • આ તમામ બાબતો ભર્યા બાદ Citizen Profile ખુલશે.
  • અહીં રેશન કાર્ડ નંબર અને ચુંટળી કાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે. ત્યારે બાદ નામ, જન્મ તારીખ, અને એડ્રેસ જેવી તમામ વિગતો કાળજી પુર્વક દાખલ કરવાની રહેશે. આ તમામ બાબતો આપ ભવિષ્યમાં અપડેટ પણ કરી શકશો.
  • અંંતમાં આપણો ફોટો ઓપલોડ કરવાનો રહેશે.
  • હવે આપની Digital Gujarat પોર્ટલ પર નોંધણી થઈ ગઇ છે. જેથી આપ લોગીન કરતા નીચે મુજ્બની સ્ક્રીન જોવા મળશે.
Aavak No Dakhlo
Image Credit: Digital Gujarat, GoG
  • અહીં ઉપર હોમ, પ્રોફાઇલ અને સર્વિસ વગેરે જેવા મેનુ ખુલશે.
  • તેમા આપે સર્વિસમાં જવાનું રહેશે.
  • અહિં Income Certificate પર ક્લિક અરવાનું રહેશે.
  • આ ફોર્મ મુખ્ય ત્રણ સ્ટેજમાં ભરવાનું હોય છે.
  • પ્રથમ આપની પ્રોફાઇલ મુજબ વિગતો ભરવાની રહેશે. અથવા તેમા સુધારો પણ કરી શકશો.
  • ત્યારબાદ બીજા સ્ટેજમાં આપના આવક અને કુટુંબની વિગતો ભરવાની રહેશે.
  • અહી આપે આપની અને કુટુંબની આવકની વિગતો દર્શાવવાની રહેશે.
  • અને અંતમાં દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • દસ્તાવેજો ઓપલોડ કર્યા બાદ અરજી ની ફી ભરવાની રહેશે.અને અંતમાં અરજી Submit કરવાની રહેશે.
  • તમારી અરજી સંબંધિત ઓફિસના લોગીનમાં પહોંચી જશે. જ્યા અધિકારી આપની અરજી ચકાસી તેને મંજુર નામંજુર કરશે. જે આપ જોઇ શકસો અને અરજી મંજુર થઈ ગયા બાદ આપ ઓફિસ પર જઇને હાર્ડકોપી મેળવી શકશો.

આવકના દાખલા માટે જરૂરી દસ્તાવેજો

  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, લાઇટબીલ, વેરાબીલ, ટેલિફોન બીલ વગેરેમાંથી કોઇપણ એક)
  • ઓળખનો પુરાવો (આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસંસ પૈકી કોઇ પણ એક)
  • આવકનો પુરાવો (નોકરિયાતના કિસ્સામાં ફોર્મ-16 કે ITR ના છેલ્લા 3 વર્ષના પુરાવા, જ્યારે અન્ય માટે તલાટીનો દાખલો)
  • સોંગદનામું

આપણે ઓનલાઇન ડિજિટલ ગુજરાતના માધ્યમથી અરજી કરવાની રીત વિશે જાણ્યુ છે. આપ ઓફલાઇન પણ અરજી કરી શકશો. જેના માટેનું અરજી ફોર્મ નીચે મુજ્બ રહેશે. જેને આપ ડાઉનલોડ કરી જરૂરી તમામ વિગતો સુવાચ્ય અક્ષરે ભરી ઉપર આપણે જાણ્યુ તે મુજબના દસ્તાવેજો જોડીને સંબંધિત કચેરીમાં જમા કરવવાના રહેશે.

GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ

આવકના દાખલા માટેની અરજી ફોર્મ PDF

PrevPreviousGPSC Class 1 2 final answer key 2024
NextKamdhenu University Diploma in Animal Husbandry Admission OpenNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect