નમસ્કાર મિત્રો,

ExamConnect માં આપનું હાર્દિક સ્વાગત છે.

ExamConnect એ યુવાનો અને વિદ્યાર્થીઓનો બ્લોગ છે. જેવો નવી કારકિર્દી અને નવી સંભાવનાની શોધમાં છે. જેઓનું શિક્ષણનું પુર્ણ થયુ છે અને નોકરીની શોધમાં છે. જેઓ ધોરણ-10, ધોરણ-12 અને સ્નાતકનો અભ્યાસ પુર્ણ કરી આગળનો અભ્યાસ કરવા ઇચ્છે છે પરંતુ કયા ક્ષેત્રમાં આગળ વધવુ તે અંગે મુંઝવણ અનુભવે છે.

આજે ઇન્ટરનેટની દુનિયામાંં શોધખોળ કરીએ તો તમામ બ્લોગ અંગ્રેજી અને હિંદી ભાષામાંં છે. જેથી ગુજરાતી વાંચકો માટે યોગ્ય માહિતી સુધી પહોંચવું અઘરુ છે. ExamConnect ગુજરાતી વાંચકોને એ તમામ માહિતી પુરી પાડે છે જેઓ ગુજરાતી ભાષામાં માહિતી મેળવવા Google Search કરે છે.

ExamConnect એ ગુજરાત અને ભારતની નવી જાહેર થતી સરકારી નોકરીઓ અને આ સંંબંધિત તમામ માહિતી જેવી કે Government Vacancy, Online Application, Call letter, Answer Key અને Result જેવી અદ્યતન માહિતી આપવા કટિબધ્ધ છે.

ExamConnect ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-10, 12 અને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી આગળનો અભ્યાસ કરવા માંગે છે તેઓ માટે આ Blog માં Admission, Entrance Exam અને કારકિર્દી માર્ગદર્શન આપવા આતુર છે.

ExamConnect વિદ્યાર્થીલક્ષી બ્લોગ છે. જ્યાં તેઓની કારકિર્દી માટે ઉપયોગી ફ્રી Study Materials કરાવે છે. સાથોસાથ તેઓ માટે પરીક્ષામાં ઉપયોગી ફ્રી અને પેઇડ Mocktest ની વિવિધ શ્રેણીઓ ઉપલબ્ધ કરાવે છે. જેથી તેઓની પરીક્ષાની તૈયારી મજબૂત બની શકે.

ExamConnet : શા માટે ?

ExamConnect માં પોસ્ટ કરવામાં આવતું કન્ટેંટ અનુભવના આધારે હોય છે. અનુભવમાં સંશોધન ભળે છે અને આ કન્ટેંટ આપને ખુબજ ઉપયોગી થાય છે.

ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી કરતી મુખ્ય સંસ્થાઓ જેવીકે GPSC, GSSSB, GPSSB, PRB, State Examination Boad વગેરે છે. આ તમામ સંસ્થાઓ અવારનવાર દર વર્ષે નવી ભરતીઓની જાહેરાત કરે છે. ક્યારેક નવો સિલેબસ સાથે જાહેર કરે છે. ક્યારેક નવી પરીક્ષા પધ્ધતિઓ બહાર પાડે છે. આ તમામ પડકારોનો સામનો કરવા ExamConnect આપની મદદ કરવા હંમેશા તત્પર હોય છે.

અહીં રજુ કરવામાં આવતું તમામ કન્ટેંટ નો સંદર્ભ સરકારી વેબસાઇટ અને સાહિત્ય હોય છે. જેને સરળ રીતે આપને પીરસવામાં આવતું હોય છે. જેથી વાંચકોમાં વિશ્વાસ જળવાય રહે છે.

મારા વિશે: આરવ વસાવા

હું આપને મારા વિશે ટુંકમાં પરિચય આપુ છુ. મારુ નામ Aarav Vasava છે.

મારુ સમગ્ર શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયુ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ છે. તેમજ શિક્ષક બનવા માટે PTC નો અભ્યાસ કરેલ છે. હાલ સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવું છું.

સરકારી નોકરીની તૈયારી દરમિયાન, TET-1, TET-2, Talati, GSSSB ની પરીક્ષા પાસ કરેલ

આ તો મારા શિક્ષણ અને નોકરી વિશેની વાત હતી, આ સિવાય શોખથી હું Blogging કરુ છું અને WordPress ડેવલોપર પણ છુ. હું છેલ્લા ઘણા વર્ષથી નોકરી અને કારકિર્દીના ક્ષેત્રે જિજ્ઞાસુ રહ્યો છુ. અને આ ક્ષેત્રે મેળવેલ જ્ઞાનને આપ સુધી પહોંચાડવા આ બ્લોગની શરૂઆત કરેલ છે. આશા રાખુ છું આ બ્લોગ આપને ખુબજ ઉપયોગી નીવડે….. ધન્યવાદ.

Get in Touch

We value your feedback, suggestions, and inquiries.

ઇમેઇલ- contact@examconnect.in