Baudh Dharm in Gujarati | ભારતનો ઇતિહાસ : બૌધ્ધ ધર્મ અને ગૌતમ બુધ્ધ

Baudh Dharm in Gujarati
Baudh Dharm in Gujarati

નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાષામાં (Baudh Dharm in Gujarati) બૌધ્ધ ધર્મ વિશેની માહિતી અને એ પણ પરીક્ષાલક્ષી ખુબજ ઓછી ઉપલબ્ધ થાય છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને આ મુદ્દામાંથી માહિતી મળી શકતી નથી. આપણે આ લેખમાં ખુબજ ઉપયોગી પરીક્ષાલક્ષી માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Baudh Dharm in Gujarati

બૌધ્ધ ધર્મનો ઉદભવ ઇ.સ. ની 6ઠ્ઠી સદીમાં થયો હતો. બૌધ્ધ ધર્મના ઉદભવનું મુખ્ય કારણ બ્રાહ્મણોની વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણોના વર્ચસ્વ વધતા ક્ષત્રિયોની પ્રતિક્રિયાના ભાગરૂપ બૌધ્ધ ધર્મનો ઉદય થયો હતો. જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મના સ્થાપક ભગવાન મહાવીર સ્વામી અને બુધ્ધ બંને ક્ષત્રિય હતા.

ભગવાન બુધ્ધનાં વિવિધ ચિહ્ન

  • જન્મ – કમળ
  • જ્ઞાન- બોધીવૃક્ષ
  • ગૃહત્યાગ – ઘોડો
  • મૃત્યુ- સ્તુપ
  • નિર્વાણ-પદચિહ્ન

ગૌતમ બુધ્ધ અને મહત્વની બાબતો

  • જન્મ- ઇ.સ. પુર્વ 563
  • જન્મ સ્થળ- કપિલવસ્તુ, લિમ્બિની
  • મુળનામ- સિધ્ધાર્થ
  • માતા- મહાપ્રજાપતિ ગૌતમી (પહેલી માતા માહામાયા)
  • પિતા- સુધ્ધોધન
  • પુત્ર – રાહુલ
  • ગૃહત્યાગ- 29 વર્ષ – જીવનમાં થયેલા અનુભવને આધારે
  • સારથી – ચન્ના
  • ઘોડો- કંથક
  • અન્ય નામ- તથાગત, શાક્યમુનિ, સુગત
  • તપસ્યા કરી તે સ્થળ – નિરંજના નદી, પીપળનું બોધી વૃક્ષ
  • નિર્વાણ – 80 વર્ષ, ઇ.સ. 483 મલ્લ રાજ્ય કુશિનારા
  • પ્રથમ શિષ્ય – પ્રજાપતિ ગૌતમી

બૌધ્ધ ધર્મની અવધારણા

  • દુ:ખ
  • દુ:ખનું કારણ – તૃષ્ણા
  • દુ:ખ સમાપ્તિ
  • બૌધ્ધ માર્ગ – અષ્ટાઅંગ માર્ગ

અષ્ટાંગ માર્ગ

  1. સમ્યક દ્રષ્ટિ – વસ્તુઓને તેની વાસ્તવિક સ્વરૂપમાં જોવી
  2. સમ્યક વાણી – સત્ય બોલવું
  3. સમ્યક સંકલ્પ – ભૌતિક સુખો પ્રત્યે આકર્ષણનો ત્યાગ
  4. સમ્યક વ્યાયામ – નૈતિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયાસ કરવો
  5. સમ્યક કર્મ – હંમેશા સત્કર્મ કરતાં રહેવું
  6. સમ્યક આજીવ – સદાચાર પુર્વક આજિવિકા પ્રાપ્ત કરવી
  7. સમ્યક સ્મૃતિ – મિથ્યા ધારણાઓનો ત્યાગ કરી કામની વસ્તુઓને યાદ રાખવી
  8. સમ્યક સમાધિ – ચિત અને મનની એકાગ્રતા.

બૌધ્ધ ધર્મ 10 શીલ

  1. સત્ય
  2. અહિંસા
  3. અસ્તેય
  4. અપરિગ્રહ
  5. બ્રહ્મચર્ય
  6. અસમય ભોજન ન કરવુ
  7. કોમળ પથારીનો ત્યાગ
  8. વ્યભિચાર ન કરવો
  9. મધપાન અને વ્યસન ન કરવું
  10. આભુષણોનો ત્યાગ

બૌધ્ધ ધર્મના ત્રિરત્ન

  1. બુધ્ધ
  2. સંઘ
  3. ધમ્મ
  • બુધ્ધ દર્શન – ક્ષણિકવાદી અને કર્મવાદી
  • અનિશ્વરવાદી દર્શન તથા પુનર્જન્મમાં વિશ્વાસ
  • માનવનું નિર્માણ પાંચ સ્કંદોમાં થયેલ છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન
Baudh Dharm in Gujarati

બૌદ્ધ ધર્મના ત્રણ પિટક

બૌધ્ધ સભાઓ

સભાસ્થળવર્ષઅધ્યક્ષશાશકકાર્ય
પ્રથમરાજગૃહઇ.સ. પુ. 483મહાકશ્યપઅજાતશત્રુસુત પિટક અને વિનય પિટક નું સંકલન
દ્વિતીયવૈશાલીઇ.સ. પુ. 383સર્વકામીકાલાશોક (નાગવંશ)થારવાદી અને મહાસંધિક એમ બે ફાટા પડ્યા
તૃતીયપાટલીપુત્રઇ.સ. પૂ. 251મોગલીપુતીસઅશોક (મૌર્યવંશ)અભિધમ્મ પિટકનું સંકલન
ચતુર્થકાશ્મીરઇ.સ. 102વસુમિત્ર અશ્વઘોષકનિષ્કમહાયાન અને હીનયાન બે ભાગ પડ્યા

બૌધ્ધ ધર્મના ફિરકાઓ


નવયાન બૌધ્ધ ધર્મ

  • થેરાવાદ, મહાયન અને વજ્રયાનની પારંભિક પ્રથાથી ભિન્ન
  • બૌધ્ધ ભિક્ષુકોની મઠ વ્યવસ્થા, કર્મ, મૃત્યુ, પુનર્જન્મ, સંસાર, ધ્યાન, પ્રબુધ્ધતા જેવા સત્યને નકારનાર
  • વર્ગ સંઘર્ષ અને સામાજિક સમાનતા પર ભાર
  • 14 ઓક્ટોબર 1956 નાગપુર ખાતે પાંચ બૌધ્ધ સાધુ અને પાંચ લાખ અનુયાયીઓ સાથે બૌધ્ધ ધર્મને ડો. બાબા સાહેબ આંબેડકરે અંગીકાર કર્યો

બૌધ્ધિક સાહિત્ય

  1. દીપવંશ – ઇ. સ. પૂ 3જી સદીમાં રાજા ધાતુસેનના શાશનકાળમાં અનુરાધાપુર (શ્રીલંકા)માં લખાયેલ છે. દિપવંશનો શાબ્દિક અર્થ- દ્વીપનો ઇતિવૃત થાય છે. શ્રીલંકામાં બુધ્ધની યાત્રા તથા બુધ્ધના અવશેષો સંબંધિત ઉલ્લેખ છે.
  2. મિલિંદ પહ્નો – ગ્રીક રાજા મિલિંડર અને બૌધ્ધ ભિક્ષુક નાગસેન વચ્ચે થયેલ સંવાદ છે. શાબ્દિક અર્થ – મિલિન્દ ના પ્રશ્ન
  3. મહાવંશ – પાલી ભાષામાં લખાયેલ મહાકાવ્ય છે. ઇ. સ. 3 જી થી 4 થી સદીમાં રાજા વિજયના શાશનકાળમાં લખાયેલ પુસ્તક છે. દક્ષિણ એશિયામાં વિભિન્ન રાજ્ય વિશે છે.
  4. મહાવસ્તુ – બૌધ્ધ જાતકકથાઓ વિશે ચર્ચા છે.

બૌધ્ધ ધર્મની વિવિધ મુદ્રાઓ

Baudh Dharm in Gujarati
મુદ્રામહત્વ
અભય મુદ્રાશાંતિ, સુરક્ષા, દયા અને અભયનું પ્રતિક
ભુમિસ્પર્શ મુદ્રાજ્ઞાનપ્રાપ્તિનો સંકેત
ધર્મચક્ર મુદ્રાજીવનમાં મહત્વપૂર્ણ ક્ષણૉ ઉપર ધ્યાન કેંદ્રિત
ધ્યાન મુદ્રાબુધ્ધ સંગના નિયમ અને વિદ્યાનો તથા સમાધિનો સંકેત
વરદ મુદ્રાઅભિલાષા, સચ્ચાઇ દયા અને પરોપકાર
જ્ઞાન મુદ્રાસ્પર્શથી ચક્રનું નિર્માણ અને હથેળીથી છાતીનાં સ્પર્શથી જ્ઞાન મુદ્રા
કરના મુદ્રાઆશુરી શક્તિઓનો વિનાશ અને બાધા સમાપન

ભગવાન બુદ્ધની શિષ્યા

  •  મહાપ્રજાપતિ ગૌતમી – બુદ્ધની પાલક માતા
  •  યશોધરા -પત્ની
  •  નંદા – મહા પ્રજાપતિ ગૌતમીની પુત્રી
  •  અમ્રપાલી વૈશાલીની નગર વધુ
  •  વિશાખા – અંગ જનપદના રાજાની પુત્રી
  •  ક્ષેમા- બિંબિસારની પત્ની
  •  મલ્લિકા – કૌશલ નરેશ પ્રસેનજીતની પત્ની
  •  સમાવતી – કૌસંબી નરેશ વત્સરાજ ઉદયનની પત્ની

ભગવાન બુદ્ધના શિષ્ય

  • બિંબીસાર/અજાત શત્રુ – હર્યક વંશ
  •  પ્રસેનજીત – કૌશલનરેશ 
  • ઉદયન-કૌશમ્બી વત્સ 
  • પ્રદ્યોત અવંતી નરેશ 
  • અશોક & દશરથ- મૌર્યનરેશ 
  • કનિષ્ક- કુષાણવંશ 
  • હર્ષવર્ધન – વર્ધન સામ્રાજ્ય 
  • સહસી વંશ- સિંધ નરેશ 
  • ધર્મપાલ, નાગપાલ, દેવપાલ  – વ્રજ્રયાન સંપ્રદાયમાં માનનાર પાલવંશ 

બૌધ્ધ ધર્મના પતનના કારણો

  • કર્મકાંડનો પ્રારંભ
  • બૌધ્ધ ધર્મ ના ભિક્ષુકો સામાન્ય માનવના જનસમુદાયથી દુર રહેવાના કારણે
  • પાલી ભાષાનો પ્રભાવ ઘટ્યો
  • મુર્તિપૂજાનો આરંભ
  • ભક્તો પાસેથી વધારે માત્રામાં દાન ઉઘરાવવું.
  • બ્રાહ્મણ ધર્મનો ફરી ઉત્થાન
  • બુધ્ધને બ્રાહ્મણોએ વિષ્ણુ ના અવતાર સાથે જોડવા
  • બૌધ્ધ વિહારોની કુરિતી
  • રાજ્યાશ્રયનો અભાવ

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

બૌધ્ધ ધર્મ અને જૈન ધર્મ વચ્ચે સરખામણી

સામ્યતા

  • બંને ધર્મનો ઉદય ઇ.સ. પુ. 6ઠ્ઠી સદીમાં થય હતો.
  • ઉત્તર પુર્વ ભાગમાં ઉદય થયો (મગધ, છતીસગઢ, ઝારખંડ)
  • અનૈશ્વરવાદી
  • હિંદુ ધર્મના કર્મકાંડ અને આબંડરને આ ધર્મએ અપનાવ્યો નથી.
  • વર્ણવ્યવસ્થાનો સ્વીકાર કે અસ્વીકાર નથી કર્યો
  • અહિંસા પર ભાર
  • નૈતિક આચરણ, સદાચાર, દયા પર ભાર
  • ક્ષત્રિય-કુમાર- સમકાલીન રાજાઓ એ રાજ્યશ્રય આપ્યો
  • બંને એ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો, વિવાહિત જીવનનો ત્યાગ, સમ્યક જીવન
  • બંને એ ઉપદેશ જનસાધારણ ભાષામાં આપ્યો, અર્ધમાગધી- જૈન તથા પાલી ભાષા- બૌધ્ધ
  • બંને ધર્મ કર્મના સિધ્ધાંતનો સ્વીકાર
  • વેદોનાં જ્ઞાનને નકાર્યું.
  • ભ્રાહ્મણ ધર્મ, કર્મકાંડ, સામાજિક શ્રેષ્ઠતાનો વિરોધ
  • પુનર્જન્મનાં સિધ્ધાંતનો સ્વીકાર
  • સાદુ પવિત્ર જીવનને પ્રોત્સાહન

તફાવત

સમાપન

online exam examconnect
online exam examconnect

આપણે બૌધ્ધ ધર્મ વિશે મહત્વની બાબતો વિશે પરીક્ષાલક્ષી માહિતી મેળવી છે. જો આપને આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો કોમેંટ કરશો. ExamConnect આપના માટેજ આવીજ અવનવી માહિતી લઈને આવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આ બ્લોગ પર પરીક્ષાલક્ષી મોકટેસ્ટ પણ આપવામાં આવ્યા છે. જેના ઉપયોગથી આપ પરીક્ષાની તૈયારીને વધુ મજબુત બનાવી શકશો.

This Post Has One Comment

  1. MKB

    આ કંઈ બૂક માંથી લખેલું છે ?
    બહુ સરસ રીત ના લખેલું છે
    આમ રોજ 1 થી 2 ટોપિક ઉપર લખેલું અપલોડ કરો તો અમારી જેવા વિદ્યાર્થી ને ઉપયોગી થાય
    અને ખાસ બૂક નું નામ જણાવશોજી.

Leave a Reply