છંદ એ ગુજરાતી (chhand in gujarati) વ્યાકરણમાં ખુબજ મહત્વનો ટોપિક છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોઇ પણ વિદ્યાર્થી જાણતાજ હોય છે. કે અલંકાર, સમાસ અને છંદ તો પ્રશ્નપત્રમાં આવશે જ. આપણે આ આર્ટિકલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ છંદ સમજવાનો પ્રયત્ન કરીશુ. છંદના મુખ્ય પ્રકાર, તેને ઓળખવાની રીત, મહત્વની ટિપ્સ વગેરે. તો ચાલો વિગતવાર માહિતી મેળવીએ.
આ પણ વાંચો
chhand in gujarati ( છંદને ઓળખવાની રીત.)
ગુજરાતી ભાષામાં છંદના મુખ્ય બે પ્રકાર છે.
- અક્ષરમેળ છંંદ
- માત્રામેળ છંદ
લઘુને ગુરુ ગણવાના નિયમો
1. જોડાક્ષરનો નિયમ
ઉદાહરણ: અસત્ય, ભવ્ય, સત્તા, વ્યક્તિ, શક્તિ, ધર્મ, પુષ્પ
- જોડાક્ષરની પહેલા લઘુ અક્ષર હોય અને ઉચ્ચાર કરતાં તે લઘુ પર ભાર આવે તો તેને ગુરુ ગણવો.
ક્ષ= ક્+ષ્
અનુનાસિક – ણ્, ન્, મ્,
2. અનુસ્વરનો નિયમ
- જો લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને તીવ્ર ઉચ્ચાર થાય તો તેને ગુરૂ ગણવો.
ઉદાહરણ : પંકજ, બંગલો, શંકા, હિંસા, કુંડ, વૃંદાવન, ચામુંડા
3. વિસર્ગનો નિયમ
અંત:પુર (- – U U) આ ઉદાહરણમાં ત પછી વિસર્ગ આવેલ છે. જેથી ત લઘુ અક્ષર હોવા છતા ગુરુ ગણવામાં આવેલ છે.
પંક્તિઓને અંતે જો લઘુ અક્ષર આવેલો હોય તો તેને ગુરૂ ગણવો આ નિયમ અક્ષરમેળ છંદ માટેજ છે.
- સંયોજન
- કૃષ્ણ
- વૃક્ષ
- અજ્ઞાન
- પ્રમોદ
- કૌશલ
ગણ પરિચય
યાદ રાખો : યમાતારાજભાનસલગા
ય – ગણ | યમાતા | U – – |
મ – ગણ | માતારા | – – – |
ત – ગણ | તારાજ | – – U |
ર – ગણ | રાજભા | – U – |
જ- ગણ | જભાન | U – U |
ભ – ગણ | ભાનસ | – U U |
ન – ગણ | નસલ | U U U |
સ – ગણ | સલગા | U U – |
છંદને સરળતાથી ઓળખવા માટે આપણે પ્રથમ તો લઘુ અને ગુરુ અક્ષરને ઓળખતા આવડવું જોઇએ. ત્યારબાદ ગણપરિચય પણ કંઠસ્થ કરવાનું રહેશે. સાથો સાથ છંદને યાદ કરવા માટે તેનો ગણ, યતિ, અને કેટલા અક્ષર હોય છે તેનો પણ અભ્યાસ કરવાનો હોય છે.
અક્ષરમેળ છંદ અને તેના ઉદાહરણ:
1. શિખરણી છંદ
અક્ષર – 17
ગણ – યમનસભલગા
યતિ (વિરામસ્થાન) – 6, 12 અક્ષરે
ઉદાહરણ:
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈજા . – કવિ ન્હાનાલાલ
2. મંદાક્રાંતા
અક્ષર- 17
ગણ – મભનતતગાગા
યતિ – 4, 10 અક્ષરે
ઉદાહરણ:
રે પંખીડા સુખથી ચણજો ગીતવાં કાંઇ ગાજો – કલાપી
3. પૃથ્વી
અક્ષર – 17
ગણ – જસજસયલગા
યતિ – 8 અક્ષરે
ઉદાહરણ :
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળો.
4. હરિણી
અક્ષર – 17
ગણ – નસમરસલગા
ઉદાહરણ :
ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા.
5. માલિની
અક્ષર – 15
ગણ – નનમયય
યતિ – 8 અક્ષરે
ઉદાહરણ :
મધુર સમય તેવે ખેતરે શેલડીના
6. અનુષ્ટુપ છંદ
ચાર ચરણ હોય છે. દરેક ચરણમાં 8 અક્ષર
ઇન્દ્ર પ્રસ્થજનો આજે, વિચાર કરતાં હતા,
એક બાબતને માટે, શંકા ધરતાં હતાં.
7. શાર્દુલવિક્રીડિત
અક્ષર – 19
ગણ – મસજસતતગા
યતિ – 12 અક્ષરે
ઉદાહરણ :
રાજાના દરબારમાં રસિકડી મે બીન છેડી અને.
8. સ્ત્રગ્ધરા
અક્ષર – 21
ગણ – મરભનયયય
યતિ – 7, 14 અક્ષરે
ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય.
9. વસંતતિલકા
અક્ષર – 14
ગણ – તભજજગાગા
ઉદાહરણ :
ત્યાંં ધૂળ દુર નજરે ઉડતી પડે છે.
10. મનહર છંદ – સંખ્યામેળ છંદ
બે ચરણ માં કુલ 31 અક્ષર ( 16+15 =31)
ઉદાહરણ:
ઊંટ કહે આસભામાં વાંકા અંગવાળા ભૂંડા
ભુતળનાં પશુઓને પક્ષીઓ અપાર છે.
11. ઇન્દ્રવ્રજા
અક્ષર – 11
ગણ – તતજગાગા
યતિ – 5, 11 અક્ષરે
ઉદાહરણ :
સંસારને સાગરને કિનારે
12. ઉપેન્દ્રવ્રજા
અક્ષર – 11
ગણ – જતજગાગા
યતિ – 6, 11 અક્ષરે
ઉદાહરણ :
- સુલોચનાને શિર અંધ સ્વામી
13. ઉપજાતિ
એક પંક્તિ – ઇન્દ્રવ્રજા અને બીજી પંક્તિ- ઉપેન્દ્રવ્રજા
ઉદાહરણ :
જે જે થતો પ્રાપ્ય ઉપાધિયોગ, – ઇંદ્રવ્રજા
બની રહો તે જ સમાધિયોગ -ઉપેંદ્રવ્રજા
2. માત્રામેળ છંદ
- લઘુ અક્ષરની એક (1) માત્રા
- ગુરૂ અક્ષરની 2 માત્રા
1. ચોપાઇ
- ચાર ચરણ હોય છે.
- દરેક ચરણમાં 15 માત્રા હોય છે.
- છેલ્લે બે અક્ષર ગુરૂ, લઘુ
ઉદાહરણ :
કાળી ધોળી રાતી ગાય ( માત્રા- 22 22 22 21 )
પીએ પાણી ચરવા જાય (માત્રા – 22 22 112 21 )
ચાર પગોને આંચળ ચાર (માત્રા – 21 122 211 21 )
પૂંછડાથી ઉડાડે માખ (માત્રા – 2122 122 21 )
2. દોહરો
- ચાર ચરણ હોય છે.
પહેલા અને ત્રીજા ચરણમાં 13-13 માત્રા.
બીજા અને ચોથા ચરણમાં 11-11 માત્રા
ઉદાહરણ :
દીપકના બે દીકરા, કાજળને અજવાસ,
એક કપૂત કાળુ કરે, બીજો દિયે પ્રકાશ.
3. હરિગીત
દરેક ચરણમાં 28 માત્રા હોય છે.
જ્યાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
4. સવૈયા
દરેક ચરણમાં 31 કે 32 માત્રા હોય છે.
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
5. ઝૂલણા
બે ચરણની કુલ 37 માત્રા હોય છે. (20+17 =
કામિની કોકિલા કેલિ કૂજન કરે.
સાગરે ભાસતી ભવ્ય ભરતી. – કવિકાંત
મિત્રો, આપણે છંદ અને તેના દરેક પ્રકારને ખુબજ સરળ રીતે સમજ્યા છીએ. આશા રાખુ છુ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આપ પરીક્ષામાં સારા મેરિટથી પાસ થાઉ અને સરકારી નોકરીમાં આવો એવી શુભેચ્છાઓ. ધન્યવાદ.