Ravanukari shabd in gujarati, વ્યાકરણમાં ખુબજ અગત્યનો મુદ્દો છે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણના આ સરળ મુદ્દા વિશે અજાણ હોય છે. તેથી તેઓ ક્યારેક એક-એક ગુણ સરળતાથી જવા દેતાં હોય છે. પરંતુ આપણે આ ખુબજ આકરી સ્પર્ધામાં એક એક માર્ક્સ મેળવીને પરીક્ષામાં સારા મેરિટ સાથે પાસ થવાનું છે.
દ્વિરુક્ત અને રવાનુંકારી શબ્દો શું છે. તેના કેટલા પ્રકારો છે. અને પરીક્ષાલક્ષી કેવી રીતે તૈયારી કરવી તે આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશુ. તો ચાલો શરૂઆત કરીએ.
Table of Contents
Read Also:
દ્વિરુક્ત શબ્દો એટલે શુ ?
‘દ્વિ’ એટલે બે અને ‘ઉક્ત’ એટલે બોલાયેલુ. બે વખત બોલાયેલુ એટલે દ્વિરુક્ત.
આપણે અસરકારક બોલવા માટે ક્યારેક ધ્વનિએકમો, શબ્દો કે અર્થએકમોને બેવડાવીએ છીએ જેથી તેના લય કે પ્રાસથી ભાષામાં સુંદરતા આવે છે. અને આ આદત બની જાય છે. જેમકે, ચાબા, ચાવીબાવી….વગેરે.
- એક શબ્દોનું પુનરાવર્તન થાય છે.
- સમાન ઉચ્ચારવાળા શબ્દોનું પુનરાવર્તન થાય છે.
1. સંપૂર્ણ દ્વિરુક્તવાળા શબ્દો.
- શબ્દોપ્રયોગમાં એકનું એક રૂપ બેવડાય છે.
ઉદાહરણ:
ચારચાર, માંડમાંડ, ધીમેધીમે, હાથોહાથ, ગામેગામ, રાતોરાત.
2. અમુક અંશમાં લોપવાળી દ્વિરુક્ત.
- એકનું એક રૂપ બેવડાય છે પરંતુ તેમાંથી કોઇ ધ્વનિનો લોપ થાય છે.
ઉદાહરણ:
કેટકેટલું, ઝપાઝપી (અહીં કેટકેટલુમાં કેટલુ અને કેટલું એમ બે શબ્દો છે. પરંતુ પહેલા શબ્દોમાં ‘લુ’ નો લોપ થયેલો છે.)
Read Also:
3. સંયોજનવાળા દ્વિરુક્ત
- સંયોજકો જેવા કે આ, એ, ઓ, અં ના જોડાવાથી બનતા દ્વિરુક્ત
ઉદાહરણ:
ગરમાગરમ, આખેઆખુ, રાતોરાત, બોલંબોલ
4. પ્રાસતત્વવાળા દ્વિરુક્ત
- બે રૂપ જોડાય છે. એમા બેમાંથી એક રૂપ સાર્થક હોય અને અને બીજા પદથી પ્રાસ થાય છે.
ઉદાહરણ:
શાકબાક, આવકજાવક, તોડફોડ
રવાનુકારી શબ્દો (Ravanukari shabd in gujarati)

- ‘રવ’ એટલે અવાજ, અવાજનું અનુકરણ કરતા શબ્દો એટલે રવાનુકારી શબ્દપ્રયોગો.
ઉદાહરણ:
ટપટપ, ખળખળ, છુકછુક, ચીંંચીં, ટનટન, છણણણ, ઝળહળ, ઝરમર ઝરમર
- કાલે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો.
- ઝરણું ખળખળ કરતુ વહે છે.

મિત્રો, આશા રાખુ છુ આપને દ્વિરુક્ત અને રવાનુંકારી શબ્દોનો ખ્યાલ આવી ગયો હશે. હવે તમારુ કામ છે વધુમાં વધુ ઉદાહરણની પ્રેક્ટિસ કરવી. જેથી તમે યાદ રાખી શકો અને પરીક્ષામાં એને પરિણામમાં બદલી શકો. આપ વધુ પ્રેક્ટિસ માટે અમારા મોકટેસ્ટની મુલાકાત લઈ શકો છો અને તૈયારીને વધુ મજબૂત બનાવી શકો છો.