Dyso full form and Job Profile

You are currently viewing Dyso full form and Job Profile

Dyso Full form- Deputy Section Officer જેને ગુજરાતીમાં નાયબ સેકશન ઓફિસર કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સચિવાલય આવેલુ છે. જ્યાં રાજ્યના તમામ ડિપાર્ટમેંટની મુખ્ય કચેરીઓ આવેલી છે. ડેપ્યુટી સેક્શન ઓફિસરની જોબ સચિવાલયમાં હોય છે. આ લેખમાં આપણે નાયબ સેક્શન વિશેની તમામ બાબતો જેવી કે, DySo Job Profile, Salary, Promotion વિશે માહિતી મેળવીશુ. તો ચાલો શરૂ કરીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Dyso Full form – Deputy Section Officer

DySO Full Name Deputy Section Officer -Class 3 (નાયબ સેક્શન અધિકારી-વર્ગ-3)
નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય (સચિવાલયના વિવિધ ડિપાર્ટમેંટ)
પગારધોરણ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર (49600/-) પાંચ વર્ષના સંતોષકારક નોકરી અને પુર્વસેવા તાલીમાંત પરીક્ષા પાસ કર્યા બાદ સરકારના ધારા ધોરણ મુજબ નિયમિત પગાર ધોરણમાં નિમણુક
પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા દર વર્ષે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
બઢતી સેક્શન ઓફિસર વર્ગ-2

સામાન્ય રીતે આપણે બિન સચિવાલયની ઓફિસથી જાણકાર હોઇએ છીએ પરંતુ સચિવાલયની કચેરીઓ વિશે અજાણ હોઇએ છીએ. એનું એક કારણ છે સચિવાલયની કચેરીઓ ગાંધીનગરમાં જ હોય છે. સચિવાલયમાં કુલ 27 મુખ્ય ડિપાર્ટમેંટની ઓફિસ આવેલી છે. દા.ત. નાંણા વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વગેરે. આ તમામ વિભાગમાં Dy Section Officer ની જગ્યાઓ હોય છે.

આપણે ઉપર જોયુ તેમ રાજ્યના મુખ્ય 27 ડિપાર્ટમેંટની મુખ્ય કચેરીઓ સચિવાલયમાં આવેલી છે. આ તમામ કચેરીઓમાં વહીવટી કામગીરી કરવામાં આવતી હોય છે. નિતી વિષયક દરેક નિર્ણય અહીંથી થાય છે. એટલે કે કોઇ કાયદા અંતર્ગત નવા પરિપત્રો, ઠરાવો, આદેશો અહીંથી સમગ્ર ગુજરાતમાં સંબધિત ખાતાઓને બંધનકર્તા હોય છે.

Dyso full form

DySo Job Profile

Dyso ની નોકરી સચિવાલયની કચેરીઓમાં હોય છે. DySO કોઇ પણ નવા ઠરાવ કે પરિપત્રો જાહેર કરતા પહેલા તેનો ડ્રાફ્ટ તૈયાર કરે છે અને ફાઇલ પર પ્રથમ નોટિંગ કરે છે. અને ફાઇલ ને ઉપલા અધિકારી સુધી પહોંચાડે છે.

  • નાયબ સેકશન અધિકારી સરકારના પ્રવર્તમાન નિયમો અને નિતીઓ મુજ્બ તેમને સોંપવામાં આવતી કામગીરી અંગે ચકાસણી કરે છે. અને દરખાસ્તો તૈયાર કરે છે. અને સરકારના નિર્ણય અર્થે રજુ કરવાનું કામ કરે છે.
  • આપણે ઉપર જોયુ તે મુજબ નાયબ સેક્શન ઓફિસર દરખાસ્ત તૈયાર કરી સેક્શન ઓફિસરને સાદર કરે છે. અને તેઓ તેમના ઉપલા અધિકારી સુધી પહોંચાડે છે. જેને આપણે સામાન્ય રીતે ફાઇલના નામથી ઓળખીએ છીએ.
  • નાયબ સેક્શન ઓફિસરની નોકરીનો સમય સવારે 10:30 કલાકથી સાંજે 06:10 સુધી હોય છે.

Dy So Salary

  • નાયબ સેકશન ઓફિસરની નોકરી પહેલા પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની હોય છે. વર્તમાન નિયમો મુજબ નાયબ સેક્શન ઓફિસરને માસિક રૂ. 49600/- લેખે વેતન આપવામાં આવે છે.
  • પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પુર્વસેવા તાલીમાંત પરીક્ષાની તાલીમ અને પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પાંચ કર્યા બાદ અને સંતોષકારક નોકરી કર્યા બાદ નિયમિત પગાર ધોરણમાં નોકરી મળે છે.
  • નિયમિત પગાર ધોરણમાં નોકરી મળતા સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ પગાર મળે છે. તેમજ વિવિધ ભથ્થાઓ પણ મળે છે. આમ પાંચ વર્ષ પછી રૂ. 65000 થી 70000 સુધીનો પગાર મળે છે.

Dy So Promotion

આપણે ઉપર વહીવટી માળખુ જોયુ તેમા નાયબ સેક્શન ઓફિસરની ઉપર સેકશન ઓફિસર, વર્ગ-2 અધિકારી હોય છે. આ પોસ્ટ પર જવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ સેકશન ઓફિસરમાં બઢતી મળે છે.

હાલ ગુજરાત સરકારમાં વર્ગ-3 માં શરૂઆતમાં ફિક્સ પગારના પાંચ વર્ષને સળંગ નોકરી ગણવાનું નક્કી થયુ છે. એટલે કે જો આપ નાયબ સેકશન ઓફિસરમાં નિયમિત પગાર ધોરણમાં આવી ગયા છો અને આ સમયગાળા દરમિયાન સેક્શન ઓફિસરની ખાતાકીય પરીક્ષા પણ પાસ કરી છે. તો આપ વહેલી તકે આવનાર પ્રોમોશનનો લાભ મેળવી શકશો. સામાન્ય રીતે પ્રોમોશન માટે 2 વર્ષનો સમયગાળો વચ્ચે હોઇ છે.

DySo Exam

આપણે નાયબ સેકશન ઓફિસર વિશેની કેટલીક અગત્યની માહિતી મેળવી પરંતુ આ પોસ્ટ સુધી કેવી રીતે પહોંચવુ, કઇ પરિક્ષાની તૈયારી કરવી પડશે. તે પણ જાણવુ ખુબજ જરૂરી છે.

  • નાયબ સેકશન ઓફિસર બનવા માટે ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની DySo અને Dy Nayab Mamlatdar વર્ગ-3 ની પરીક્ષા પાસ કરવાની હોય છે.
  • આ પરીક્ષાનું માળખુ શું હોય છે ? તેમજ આ પરીક્ષા ના અભ્યાસક્રમ વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

GPSC dyso syllabus in Gujarat

GPSC Class 3 syllabus | DySo, Dy Mamlatdar, STI etc.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

સારાંશ

મિત્રો આપણે DySO વિશે માહિતી મેળવી લીધી છે. જો આપને આ આર્ટિકલ ઉપયોગી થયો હોય તો જરૂર અન્ય વિદ્યાર્થીઓને પણ શેઅર કરશો. આ વેબસાઇટ પર આવીજ ઉપયોગી માહિતી આપના માટે લાવવામાં આવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.

Leave a Reply