SEB TET-1 New Syllabus 2025 | ટેટ-1 નવો અભ્યાસક્રમ 2025

Exam Name: 

TET-1

Exam Mode: 

Prelims

Exam Year

😀 Sharing is Caring :

Facebook
Twitter
WhatsApp
Instagram

Table of Contents

SEB TET-1 New Syllabus 2025

હાલમાં SEB TET-1 New Syllabus 2025 નો ઠરાવ તા. 08-10-2025 ના રોજ આવેલ છે તેમાં ટેટ-1 નવો અભ્યાસક્રમ 2025 જાહેર કરવામાં આવેલ છે. SEB આ પરીક્ષાઓ માટેના નવા અભ્યાસક્રમ માટે વિચારણા કરી રહ્યુ હતું જે હાલમાં જાહેર કરવામાં આવેલ છે.

SEB TET-1 New Syllabus 2025 Download

ટેટ-1 ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આ એક ખુબજ સારા સમાચાર છે કે, હવે તેઓ કોઇ પણ પ્રકારની મુંઝવણ વિના પરીક્ષાની તૈયારી કરી શકે છે. પરીક્ષાર્થીઓ આ પરીક્ષા માટે ઉપયોગી નવો અભ્યાસક્રમ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશે.

પરીક્ષાનું માળખું (Exam Structure)

આ કસોટીમાં કુલ ૫ વિભાગો, ૧૫૦ પ્રશ્ન અને ૧૫૦ ગુણ રહેશે.

ક્રમવિભાગકુલ ગુણ
બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર૩૦
ગુજરાતી ભાષા (Language I)૩૦
અંગ્રેજી ભાષા (Language II)૩૦
ગણિત૩૦
પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણ અને વર્તમાન પ્રવાહો૩૦

વિભાગ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (૩૦ ગુણ) (૩૦ પ્રશ્ન)

(A) બાળ વિકાસ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

  • વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
  • બાળ વિકાસના સિદ્ધાંતો
  • વારસા અને વાતાવરણની અસર કરતાં પરિબળો
  • સામાજિકીકરણ પ્રક્રિયાઓ: સામાજિક જગત અને બાળકો (વાલી, શિક્ષક, સહાધ્યાયી)
  • પિઆજે, કોહલબર્ગ, વિગોટ્સ્કી: સિદ્ધાંત અને શૈક્ષણિક સંનિવેશ
  • બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
  • બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ
  • બહુ આયામી બુદ્ધિ
  • ભાષામાં વિકાસ-ભાષા અને વિચાર
  • લિંગ-જાતિ(Gender): સામાજિક બંધારણ, લૈંગિક ભેદભાવ, લૈંગિકતા/લિંગ ભૂમિકાઓ, શિક્ષણમાં જાતિયતાની અસર
  • અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મવગેરે આધારિત ભિન્નતાઓની સમજ
  • અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યાપન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત; શાળાકીય મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન(CCE) દ્રષ્ટિકોણ અને પ્રક્રિયા
  • વર્ગખંડમાં અધ્યેતાઓની તત્પરતા ચકાસવા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના

(B) સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ) (૦૫ પ્રશ્ન)

  • વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા- જેમાં શૈક્ષિક- સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન
  • અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો

(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર: (૧૦ ગુણ) (૧૦ પ્રશ્ન)

  • બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે; શાળાકીય પ્રદર્શનોમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો.
  • અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ; બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ; સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન;અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય.
  • બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે.
  • બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના; અધ્યયન પ્રક્રિયામાં બાળકોની થતી ભૂલો મહત્વના સોપાન તરીકે સમજ.
  • જ્ઞાન/બોધ(Logion) અને સંવેગો(Emotions)
  • પ્રેરણા અને અધ્યયન
  • અધ્યયનને અસર કરતાં વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો

વિભાગ–૨: ગુજરાતીભાષા(Language I) – (૩૦ગુણ) (૩૦પ્રશ્ન)

(A) ભાષા અંગેની સમજ (Language Comprehension) – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

આ વિભાગમાં પૂછવામાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સમજણ, શબ્દપ્રયોગ અને વાક્યમાં વર્ગ વ્યવહાર તેમજ અર્થનું ઊંડાણ લગાવી સમજવાનું મૂલ્યાંકન કરતી, તેમજ ભાષાના મૂળભૂત જ્ઞાનની પૂછપરછ કરતી પ્રશ્નો.

  • ઉપરોક્ત પાઠ વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય) પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્યરચનાની સમજ.
  • (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્ત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું જોડાણ ધોરણ ૧૦ સુધીના માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીના રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પધ્ધતિ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

  • અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપાદિત
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિ – વ્યાકરણ મૌખિક અને લેખિત સ્વરૂપે વ્યક્ત કરવાની ક્ષમતા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો: ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો.
  • ભાષા કૌશલ્યો (Language Skills)
  • ભાષા અંગેની સમજ અને પ્રાવિણ્યનું મૂલ્યાંકન: કથન, શ્રવણ, વાચન, લેખન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠયપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોત
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ–૩: અંગ્રેજીભાષા(Language II) – (૩૦ગુણ) (૩૦પ્રશ્ન)

(A) ભાષા અંગેની સમજ (Language Comprehension) – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

આ વિભાગમાં પૂછવામાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સમજણ, શબ્દપ્રયોગ અને વાક્યમાં વર્ગ વ્યવહાર તેમજ અર્થનું ઊંડાણ લગાવી સમજવાનું મૂલ્યાંકન કરતી, તેમજ ભાષાના મૂળભૂત જ્ઞાનની પૂછપરછ કરતી પ્રશ્નો.

  • ઉપરોક્ત પાઠ વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય) પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્યરચનાની સમજ.
  • (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્ત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું જોડાણ ધોરણ ૧૦ સુધીના માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીના રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પધ્ધતિ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

  • અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપાદિત
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિ – વ્યાકરણ મૌખિક અને લેખિત સ્વરૂપે વ્યક્ત કરવાની ક્ષમતા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો: ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો.
  • ભાષા કૌશલ્યો (Language Skills)
  • ભાષા અંગેની સમજ અને પ્રાવિણ્યનું મૂલ્યાંકન: કથન, શ્રવણ, વાચન, લેખન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠયપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોત
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ–૪: ગણિત–(૩૦ગુણ)(૩૦પ્રશ્ન)

(A) વિષયવસ્તુ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

ગણિત વિષયમાં સંકલન, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું જોડાણ ધોરણ ૧૦ સુધીના માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીના રહેશે.

(B) પધ્ધતિ શાસ્ત્ર (૧૫ ગુણ) (૧૫ પ્રશ્ન)

  • ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ-બાળકોની વિચારણાને તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અધ્યાપનની વ્યૂહરચનાઓ
  • અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
  • ગણિત શિક્ષણની પદ્ધતિઓ / પ્રયુક્તિઓ
  • વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
  • ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
  • ગણિત અધ્યાપન સમસ્યાઓ
  • ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો

વિભાગ–૫: પર્યાવરણ, સામાન્યજ્ઞાન, શિક્ષણઅનેવર્તમાનપ્રવાહો(૩૦ગુણ) (૩૦પ્રશ્ન)

(A) પર્યાવરણ વિષય અને પધ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્ન)

ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું જોડાણ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીના રહેશે.

(1) વિષયવસ્તુ (૧૦ ગુણ) (૧૦ પ્રશ્ન)

પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો.

(2) પધ્ધતિ શાસ્ત્ર (૧૦ ગુણ) (૧૦ પ્રશ્ન)

  • પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
  • પર્યાવરણ મહત્ત્વ
  • પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
  • અધ્યાપનના સિદ્ધાંતો (Learning Principles)
  • વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
  • સંકલ્પનાઓ રજુ કરવાની પદ્ધતિઓ
  • પ્રવૃત્તિઓ (Activities)
  • પ્રયોગો / પ્રાયોગિક કાર્ય (Experimentation / Practical Work)
  • ચર્ચા (Discussion)
  • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
  • શિક્ષણ સામગ્રી (Teaching Material / Aids)
  • અધ્યાપનની સમસ્યાઓ (Problems)

(B) સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude, Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો(૦૫ ગુણ) (૦૫ પ્રશ્ન)

(C) શિક્ષણ અને વર્તમાન પ્રવાહો(૦૫ ગુણ) (૦૫ પ્રશ્ન)

Read More : TET-1 Previous Year Question Paper

Scroll to Top