GCAS પોર્ટલ શું છે અને ગુજરાતમાં તેનું મહત્વ શુ છે ?

GCAS Portal
GCAS Portal

GCAS વિશે ઘણા વિદ્યાર્થીઓ અજાણ હશે કેમ કે આ પોર્ટલ હાલ જ શરૂ કરવામાં આવ્યુ છે. GCAS નું ફુલ ફોર્મ Gujarat Common Admission Service છે. આ એક વન-સ્ટોપ પોર્ટલ છે. જે ગુજરાતને યુનિવર્સિટીઓ અને કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લઈ આવે છે. આપણે આ લેખમાં આ પોર્ટલ શું છે, પોર્ટલનુ મહત્વ, અરજી કરવા સંબંધિત દરેક માહિતી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
GCAS Full FormGujarat Common Admission Service
ડિપાર્ટમેંટનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
પોર્ટલનો હેતુઆ પોર્ટલના માધ્યમથી રાજ્યના મુખ્ય યુનિવર્સિટીઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ
પોર્ટલનો ઉપયોગવિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમની માહિતી મેળવીને ઓનલાઇન અરજી કરી શકશે. અને ફી ભરી સકશે તેમજ અરજીનુ સ્ટેટસ જાણી શક્શે.
હેલ્પલાઇન નંબરટેકનિકલ હેલ્પલાઇન: 07923277360 સવારે- 10:30 થી 6:30 કામકાજના દિવસોમાં
નોન ટેકનિકલ હેલ્પલાઇન: 07922880080 સવારે- 11:00 થી 05:00 કામકાજના દિવસોમાં
ઇમેઇલ આઇડીsupport-gcas@gujgov.edu.in

આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 નું નવુ માળખુ બનાવવામાં આવેલ છે. તે અંતર્ગત હાલ શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે. પાછલા વર્ષોમાં દેશમાં ડિજીટલ ઇન્ડિયાને ખુબજ મહત્વ આપવામાં આવેલ છે. જેની અસર શિક્ષણ ક્ષેત્રે પણ રહેલ છે. 

Read Also :

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS)  એ પણ પ્રવર્તમાન ટેકનોલોજીનો જ એક ભાગ છે. જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ખુબજ સુચારુ રૂપે ઉપયોગ કરવામાં આવેલ છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ ના પોર્ટલથી ગુજરાતમાં આવેલ મુખ્ય યુનિવર્સિટિઓ, ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ, સરકારી કોલેજો, સરકારી અનુદાનિત કોલેજો, પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલ વિવિધ ફાઇનાંસ કોલેજોને એક સ્થળે લાવવામાં આવેલ છે. જેથી ગુજરાતમાં આવેલ આર્ટસ, કોમર્સ, સાયંસ, રુરલ સ્ટડિઝ અને અન્ય તમામ સ્નાતક અને અનુસ્નાતક તેમજ વિવિધ ડિપ્લોમા અને સર્ટિફિકેશન અભ્યાસક્રમોની માહિતી એકજ સ્થાને પ્રાત્પ થઇ શકે છે. 

ઉપરોક્ત તમામ કોલોજોને એક જ સ્થળે લાવતા સર્વગ્રાહી પોર્ટલ બનતા પ્રવેશની પ્રક્રિયાને ખુબજ સરળ બનાવવામાં આવેલ છે.

GCAS પોર્ટલની મુખ્ય બાબતો :

  • આ પોર્ટલને બે ભાષા: 1. અંગ્રેજી અને 2. ગુજરાતી ભાષામાં બનાવવામાં આવેલ છે. જેને કારણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ આનો લાભ ઉઠાવી શકશે. 
  • નોંધણી કરવા માટેની સરળતાથી છે. અહીં અભ્યાસક્રમ, યુનિવર્સિટી, અને તેને સંલગ્ન્ય માહિતીને સુવ્યવસ્થિત કરવામાં આવેલ છે. 
  • આ પોર્ટલનું ઇંન્ટરફેસ ખુબજ સરળ છે. કોઇ પણ નોટિફિકેશનની માહિતી પણ હોમ પેજ પરથીજ મળી શકે તેવુ ઉપયોગી પોર્ટલ છે. 
  • નોંધણી કર્યા બાદ અરજીની સ્થિતિ, દસ્તાવેજોની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે માહિતગાર રાખી શકાય છે. 
  • રાજ્યની મુખ્ય યુનિવર્સિટીઓ અને અને તેને સંલગ્ન 480 થી વધુ કોલેજો ની માહિતી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને ખુબજ સરળતાથી મળી રહે છે. 

જીકેસ પોર્ટલના મુખ્ય લાભો:

  • વિદ્યાર્થીઓને ઉલબ્ધ અભ્યાસક્રમની મહીતી ખુબજ સરળતાથી એક ક્લિકમાં મળી રહે તેવી વ્યવસ્થા છે. 
  • અરજી કર્યા બાદ અરજીની ફિ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી જ ચુકવવાની વ્યવસ્થા છે. કોલેજ કે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. જેથી પ્રવેશ કે ફી ભરવા માટે કોલેજમાં જવાની જરૂર ન રહેતા ખુબજ સમય બચી શકે છે. 
  • ગુજરાતમાં આવેલ કોઇ પણ કોલેજમાં અરજી કરી શકે છે અને તેની સ્થિતિ જોઇ શકે છે. 

GCAS Portal વિશેની પ્રાથમિક સમજુતી

મિત્રો આ સેક્શનમાં આપને આ પોર્ટલ વિશેની પ્રાથમિક સમજ મેળવીશુ.

GCAS
Image Credit: GCAS
  • આ પોર્ટલનું Home Page છે.
  • અહીં ઉપર ડાબી બાજુ પોર્ટલની ભાષા બદલી શકાય છે. જ્યાં આપ અંગ્રેજી કે ગુજરાતીમાં પોર્ટલ ખોલી શકશો.
  • ભાષાના બટનની નીચે આપેલ બટનથી આપ નવી અરજી કરી શકશો. તેમજ તેની બાજુમાં જો આપ પહેલેથી અરજી કરેલ છે તો સીધા લોગીન કરવા માટેનું ઓપ્શન છે.
  • તે સિવાય આપ નીચે આપેલ બોક્ષમાં અભ્યાસક્રમ અને યુનિવર્સિટી અને કોલિજની માહિતી મેળવી શકશો.
GCAS 2
Image Credit: GCAS

અહીં આપેલ 3 બોક્ષ UG- Under Graduate, PG- Post Graduate અને PhD ની માહિતી મેળવી શક્શો. અહી ક્લિક કરતાં અભ્યાસક્રમની વિગતો જોવા માટેના વિકલ્પ ખુલશે.

GCAS 3

યુનિવર્સિટીની તમામ વિગતો જોવા માટેની આ ડાયરેક્ટ લિંક પુરી પાડે છે. જેથી આપ અહીં ક્લિક કરીને આપની ઇચ્છા મુજબની યુનિવર્સિટીની અધિકારિક વેબસાઇટની મુલાકાત લઇ શકશો.

GCAS 4

આ સેક્શન વર્તમાન નોટિફિકેશન અને અભ્યાસક્રમોની માહિતી આપે છે. જેથી વિદ્યાર્થી મિત્રોને અહીથી તેમના પ્રવેશ લીધેલ કે પ્રવેશ વિશેની તમામ અદ્યતન માહિતી અહીંથી મળી રહે છે.

GCAS 5

GCAS Admission | અરજી કરવાની રીત

મિત્રો, જો આપ ધોરણ-12 પાસ કરીને આગળનો ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો તો ગુજરાતની સરકારી કોલેજોમાં પ્રવેશ માટે આ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેની માહીતી મેળવા નીચેની લિંક પર ક્લિક કરો.

અરજી કરવા માટેની સામાન્ય સુચનાઓ.

અરજી કરવા માટેની લિંક -ક્લિક કરો.

પહેલેથી નોંધાયેલ વિદ્યાર્થીઓ ના લોગીન માટે ક્લિક કરો.

FAQs : GCAS Online Portal

GCAS પોર્ટલ શું છે ?

GCAS પોર્ટલ એ ગુજરાત રાજ્યમાં ગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, પીએચડી અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોના ઓનલાઇન અરજી કરવા તથા રાજ્યના મુખ્ય યુનિવર્સિટીઓની માહિતી આપતુ એક કોમન પોર્ટલ છે.

GCAS પર અરજી કરવું ફરજિયાત છે ?

વિદ્યાર્થીઓ આર્ટસ, કોમર્સ, સાયંસ, એજ્યુકેશન, લો, રૂરલ સ્ટડિઝ, બીએડ અને પીએચડી જેવા અભ્યાસક્રમો માટે બનાવવામાં આવેલ છે.

Leave a Reply