GCERT History Textbook ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખુબજ જરૂરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ દ્વારા પણ ઇંટરવ્યુમાં સરકારી ઓથેંટિક પુસ્તકોને વાંચવાની સલાહ આપેલ છે. જેથી દરેક વિદ્યાર્થીઓએ આ પુસ્તકોને ડાઉનલોડ કરીને વાંચવા હિતાવહ છે.
GCERT History Textbook
ધોરણ | ડાઉનલોડ કરો. |
STD-11 History Textbook | Download |
STD-12 History Textbook | Download |
STD-11 History Textbook
![GCERT History Textbook](https://examconnect.in/wp-content/uploads/2024/04/GCERT-History-Textbook-1-1024x536.jpg)
ધોરણ -11 ના ઇતિહાસના પુસ્તકમાં હડપ્પા સભ્યતાથી શરૂઆત થાય છે. એટલે કે પ્રાચીન ઇતિહાસ નો સમાવેશ કરવામાં આવેલ છે. સિંધુખીણની સભ્યતા, વૈદિક સંસ્કૃતિ, જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ અને મહાજન પદો, મૌર્ય યુગ, ગુપ્ત કાલીન યુગ અને હર્ષવર્ધન અને તેના સમયની સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ સિવાય આ પુસ્તકમાં મધ્યકાલીન ભારતના ચાર પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજપુત રાજ્યો, મુઘલ સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનત જેવા પ્રકરણો છે.
આપણે પરીક્ષાલક્ષી તૈયારી માટે પ્રાચીન ભારત તથા મધ્યકાલીન ભારતમાંથી રાજપુત રાજ્યોને વાંચવા ખુબજ જરૂરી છે.
STD-12 History Textbook
ધોરણ-12 ના ઇતિહાસના પુસ્તકમા કુલ 17 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. અર્વાચીન ભારતના ઇતિહાસની આધારસામગ્રી, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ઇસ્ટ ઇંડિયા કંપની 1857 નો સંગ્રામ, સામાજીક અને ધાર્મિક સુધારણા આંદોલનો, રાષ્ટ્રીય આંદોલનો વગેરે જેવા મહત્વના પ્રકરણો આપવામાંં આવેલ છે. આ સમગ્ર પુસ્તક ખુબજ મહત્વનું છે. કેમ કે પરીક્ષામાં આ પુસ્તકના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે.
GPSC, GSSSB, TET-TET જેવી ભરતી પરીક્ષાઓ માટે ઓથેંટિક મટિરિયલ્સ તરીકે પ્રથમ આ પુસ્તકોને પસંદગી આપવી જોઇએ. તો દરેક વિદ્યાર્થીઓએ આ પુસ્તકોનું વાંચન કરવુ જોઇએ.