નમસ્કાર મિત્રો, આ લેખના માધ્યમથી આપણે લ્યુસેન્ટ્સ જનરલ નોલેજના આધારે GK Questions In Gujarati માં અભ્યાસ કરીશુ.
અહિં આપને ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિના મહત્વના વનલાઇનર પ્રશ્ન નો અભ્યાસ કરીશુ.
GK Questions In Gujarati
1. ભારતવર્ષના નામથી કયો ઉપખંડ ઓળખાય છે?
જ. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં સમુદ્ર સુધી ફેલાયેલો ઉપખંડ.
2. મહાકાવ્યો અને પુરાણોમાં ભારતવર્ષનો અર્થ શું થાય છે?
જ. ભરતનો દેશ.
3. ભારતના નિવાસીઓને શું કહેવામાં આવ્યા છે?
જ. ભારતી એટલે કે ભરતની સંતાન.
4. યુનાનીઓએ ભારતને કયા નામથી સંબોધિત કર્યું?
જ. ઇન્ડિયા.
5. મધ્યકાલીન મુસ્લિમ ઇતિહાસકારોએ ભારતને કયા નામથી સંબોધિત કર્યું?
જ. હિંદ અથવા હિન્દુસ્તાન.
6. ભારતીય ઇતિહાસને અભ્યાસની સુવિધા માટે કેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યો છે? . ત્રણ ભાગોમાં.
પ્રશ્ન.૭. પ્રાચીન ભારતીય ઇતિહાસ વિશેની માહિતી મુખ્યત્વે કેટલા સ્ત્રોતોમાંથી મળે છે?
જ. ચાર સ્ત્રોતોમાંથી.
પ્રશ્ન.૮. ભારતનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ કયો છે?
જ. વેદ.
પ્રશ્ન.૯. વેદના સંકલનકર્તા કોણ માનવામાં આવે છે?
જ. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ.
પ્રશ્ન.૧૦. વેદ કેટલા છે?
જ. ચાર.
પ્રશ્ન.૧૧. ઋચાઓના ક્રમબદ્ધ જ્ઞાનના સંગ્રહને શું કહેવામાં આવે છે?
જ. ઋગ્વેદ.
પ્રશ્ન.૧૨. ઋગ્વેદમાં કેટલા મંડળ છે?
જ. 10 મંડળ.
Rad Also : સિંધુખીણની સભ્યતા Sindhu Khin Ni Sanskruti
પ્રશ્ન.૧૩. ઋગ્વેદમાં કેટલા સૂક્તો છે?
જ. 1028 સૂક્તો.
પ્રશ્ન.૧૪. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે?
જ. 10,462 ઋચાઓ.
પ્રશ્ન.૧૫. ઋગ્વેદની ઋચાઓનું પઠન કરનારા ઋષિને શું કહે છે?
જ. હોતૃ.
પ્રશ્ન.૧૬. આર્યોની રાજનીતિક પ્રણાલી અને ઇતિહાસ વિશે કયા વેદથી માહિતી મળે છે?
જ. ઋગ્વેદ.
GK Questions In Gujarati
પ્રશ્ન.૧૭. ઋગ્વેદના ત્રીજા મંડળમાં સૂર્ય દેવતા સાવિત્રીને સમર્પિત કયો પ્રસિદ્ધ મંત્ર છે?
જ. ગાયત્રી મંત્ર.
પ્રશ્ન.૧૮. ઋગ્વેદના 9માં મંડળમાં કયા દેવતાનો ઉલ્લેખ છે?
જ. સોમ.
પ્રશ્ન.૧૯. ઋગ્વેદના આઠમા મંડળની હસ્તલિખિત ઋચાઓને શું કહેવામાં આવે છે?
જ. ખિલ.
પ્રશ્ન.૨૦. ચાતુર્વર્ણ્ય સમાજની કલ્પનાનો મૂળ સ્ત્રોત કયા વેદના કયા મંડળમાં વર્ણવેલ પુરુષસૂક્ત છે?
જ. ઋગ્વેદના 10માં મંડળમાં.
પ્રશ્ન.૨૧. વામન અવતારના ત્રણ પગલાંની કથાનો પ્રાચીનતમ સ્ત્રોત કયો વેદ છે?
જ. ઋગ્વેદ.
પ્રશ્ન.૨૨. ઋગ્વેદમાં ઇન્દ્ર માટે કેટલી ઋચાઓની રચના કરવામાં આવી છે?
જ. 250.
પ્રશ્ન.૨૩. ઋગ્વેદમાં અગ્નિ માટે કેટલી ઋચાઓની રચના કરવામાં આવી છે?
જ. 200.
પ્રશ્ન.૨૪. પ્રાચીન ઇતિહાસના સાધન તરીકે વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ પછી કયા ગ્રંથનું સ્થાન છે?
જ. શતપથ બ્રાહ્મણ.
પ્રશ્ન.૨૫. સસ્વર પાઠ માટેના મંત્રો અને બલિ સમયે પાળવાના નિયમોનું સંકલન કયો વેદ છે?
જ. યજુર્વેદ.
પ્રશ્ન.૨૬. યજુર્વેદના પાઠકર્તાને શું કહે છે?
જ. અધ્વર્યુ.
પ્રશ્ન.૨૭. કયો વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં છે?
જ. યજુર્વેદ.
પ્રશ્ન.૨૮. ગાઈ શકાય તેવી ઋચાઓનું સંકલન કયો વેદ છે?
જ. સામવેદ.
પ્રશ્ન.૨૯. સામવેદના પાઠકર્તાને શું કહે છે?
જ. ઉદ્ગાતૃ.
પ્રશ્ન.૩૦. ભારતીય સંગીતનો જનક કયા વેદને કહેવામાં આવે છે?
જ. સામવેદ.
Also Read : Alankar in gujarati (ગુજરાતી વ્યાકરણ)
પ્રશ્ન.૩૧. રોગ નિવારણ, તંત્ર-મંત્ર, જાદુ-ટોણા, શાપ વશીકરણ, આશીર્વાદ, સ્તુતિ, પ્રાયશ્ચિત્ત, ઔષધિ, અનુસંધાન, લગ્ન, પ્રેમ, રાજકારણ, માતૃભૂમિનું મહાત્મ્ય વગેરે જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા મંત્રો અને સામાન્ય મનુષ્યોના વિચારો, વિશ્વાસો, અંધવિશ્વાસો વગેરેનું વર્ણન કયા વેદમાં છે?
જ. અથર્વવેદ.
પ્રશ્ન.૩૨. સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રીઓ કયા વેદમાં કહેવામાં આવી છે?
જ. અથર્વવેદ.
પ્રશ્ન.૩૩. સૌથી પ્રાચીન વેદ કયો છે?
જ. ઋગ્વેદ.
પ્રશ્ન.૩૪. સૌથી છેલ્લો વેદ કયો છે?
જ. અથર્વવેદ.
પ્રશ્ન.૩૫. વેદોને સારી રીતે સમજવા માટે કેટલા વેદાંગોની રચના કરવામાં આવી છે?
જ. છ.
પ્રશ્ન.૩૬. ઐતિહાસિક ગ્રંથોનું સૌથી વધુ ક્રમબદ્ધ વર્ણન શેમાં મળે છે?
જ. પુરાણોમાં.
પ્રશ્ન.૩૭. પુરાણોના રચયિતા કોણ માનવામાં આવે છે?
જ. લોમહર્ષ અથવા તેમના પુત્ર ઉગ્રશ્રવા.
પ્રશ્ન.૩૮. પુરાણોની સંખ્યા કેટલી છે?
જ. 18.
પ્રશ્ન.૩૯. રાજાઓની વંશાવળી કેટલા પુરાણોમાં જોવા મળે છે?
જ. પાંચ.
પ્રશ્ન.૪૦. સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત પુરાણ કયું છે?
જ. મત્સ્યપુરાણ.
History gk questions
પ્રશ્ન.૪૧. સ્ત્રીઓ અને શુદ્રો, જેમને વેદો વાંચવાની પરવાનગી નહોતી, તેઓ શું સાંભળી શકતા હતા?
જ. પુરાણો.
પ્રશ્ન.૪૨. સ્મૃતિ ગ્રંથોમાં સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત સ્મૃતિ કઈ છે?
જ. મનુસ્મૃતિ.
પ્રશ્ન.૪૩. મનુસ્મૃતિ કયા સમયનો માનક ગ્રંથ છે?
જ. શુગ સમયનો.
પ્રશ્ન.૪૪. નારદ સ્મૃતિ કયા યુગ વિશે માહિતી આપે છે?
જ. ગુપ્ત યુગ.
પ્રશ્ન.૪૫. જાતકમાં કોના પૂર્વજન્મની વાર્તાઓ વર્ણવેલી છે?
જ. બુદ્ધના.
પ્રશ્ન.૪૬. હીનયાનનો મુખ્ય ગ્રંથ કયો છે?
જ. કથા વસ્તુ.
પ્રશ્ન.૪૭. જૈન સાહિત્યને શું કહેવામાં આવે છે?
જ. આગમ.
પ્રશ્ન.૪૮. જૈન ધર્મનો પ્રારંભિક ઇતિહાસ કયા ગ્રંથમાંથી જાણવા મળે છે?
જ. કલ્પસૂત્ર.
પ્રશ્ન.૪૯. જૈન ગ્રંથ ભગવતી સૂત્રમાં કોના જીવન કાર્યો અને અન્ય સમકાલીન સાથેના તેમના સંબંધોનું વર્ણન મળે છે?
જ. મહાવીરના.
પ્રશ્ન.૫૦. અર્થશાસ્ત્રના લેખક કોણ છે?
જ. ચાણક્ય (કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત).
પ્રશ્ન.૫૧. મૌર્ય સમયના ઇતિહાસની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે?
જ. અર્થશાસ્ત્ર.
પ્રશ્ન.૫૨. સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓને ક્રમબદ્ધ લખવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો?
જ. કલ્હણ.
પ્રશ્ન.૫૩. કલ્હણ દ્વારા રચાયેલ પુસ્તક કયું છે?
જ. રાજતરંગિણી.
પ્રશ્ન.૫૪. રાજતરંગિણી કયા ઇતિહાસ સાથે સંબંધિત છે?
જ. કાશ્મીરના.
પ્રશ્ન.૫૫. અરબોના સિંધ વિજયનું વર્ણન કયા ગ્રંથમાં સુરક્ષિત છે?
જ. ચચનામા (લેખક: અલી અહમદ).
પ્રશ્ન.૫૬. અષ્ટાધ્યાયીના લેખક કોણ છે?
જ. પાણિની.
પ્રશ્ન.૫૭. મૌર્ય પહેલાનો ઇતિહાસ અને મૌર્ય યુગની રાજકીય પરિસ્થિતિની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે?
જ. અષ્ટાધ્યાયી.
પ્રશ્ન.૫૮. ગાર્ગી સંહિતાના લેખક કોણ છે?
જ. કાત્યાયન.
પ્રશ્ન.૫૯. ભારતમાં થયેલા યવન આક્રમણોનો ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળે છે?
જ. ગાર્ગી સંહિતા.
પ્રશ્ન.૬૦. મહાભાષ્યના લેખક કોણ છે?
જ. પતંજલિ.
Read Also : Sarvanam in Gujarati (સર્વનામ ગુજરાતી વ્યાકરણ)
પ્રશ્ન.૬૧. શુગના ઇતિહાસની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે?
જ. મહાભાષ્ય.
પ્રશ્ન.૬૨. ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે?
જ. હેરોડોટસ.
પ્રશ્ન.૬૩. હિસ્ટોરિકા પુસ્તકના લેખક કોણ છે?
જ. હેરોડોટસ.
પ્રશ્ન.૬૪. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કોણ હતો?
જ. મેગસ્થનીઝ.
પ્રશ્ન.૬૫. ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ છે?
જ. મેગસ્થનીઝ.
પ્રશ્ન.૬૬. બિંદુસારના દરબારમાં સિરિયન રાજા એન્ટિઓકસનો રાજદૂત કોણ હતો?
જ. ડાઈમેકસ.
પ્રશ્ન.૬૭. અશોકના દરબારમાં મિસ રાજા ટોલેમી ફિલેડેલ્ફસનો રાજદૂત કોણ હતો?
જ. ડાયોનિસિયસ.
પ્રશ્ન.૬૮. ભારતનું ભૂગોળ પુસ્તકના લેખક કોણ છે?
જ. ટોલેમી.
પ્રશ્ન.૬૯. નેચરલ હિસ્ટ્રી પુસ્તકના લેખક કોણ છે?
જ. પ્લિની.
પ્રશ્ન.૭૦. હિંદ મહાસાગરની યાત્રાએ આવેલ લેખકે કયા પુસ્તકમાં ભારતના બંદરો અને વેપારી વસ્તુઓ વિશે માહિતી આપી છે?
જ. પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન-સી.
પ્રશ્ન.૭૧. ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કયો ચીની પ્રવાસી આવ્યો હતો?
જ. ફાહિયાન.
પ્રશ્ન.૭૨. મધ્યપ્રદેશના સમાજ અને સંસ્કૃતિ વિશે કયા ચીની પ્રવાસીએ વર્ણન કર્યું છે?
જ. ફાહિયાન.
પ્રશ્ન.૭૩. 518 ઈ.સ.માં ભારત કયો ચીની પ્રવાસી આવ્યો હતો?
જ. સંયુગન.
પ્રશ્ન.૭૪. હર્ષવર્ધનના શાસનકાળમાં કયો ચીની પ્રવાસી ભારત આવ્યો હતો?
જ. હ્યુએનસાંગ.
પ્રશ્ન.૭૫. સિ-યુ-કી પુસ્તકના લેખક કોણ છે?
જ. હ્યુએનસાંગ.
પ્રશ્ન.૭૬. નાલંદા યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય શીલભદ્ર કોના અભ્યાસ દરમિયાન હતા?
જ. હ્યુએનસાંગ.
પ્રશ્ન.૭૭. 7મી સદીના અંતમાં કયો ચીની પ્રવાસી ભારત આવ્યો હતો?
જ. ઇત્સિંગ.
પ્રશ્ન.૭૮. મહમૂદ ગઝનવી સાથે ભારત કોણ આવ્યું હતું?
જ. અલ-બિરુની.
પ્રશ્ન.૭૯. કિતાબ-ઉલ-હિંદ અથવા તહકીક-એ-હિંદ પુસ્તકના લેખક કોણ છે?
જ. અલ-બિરુની.
પ્રશ્ન.૮૦. કાંગ્યુર અને તાંગ્યુર નામના ગ્રંથોના રચયિતા કોણ છે? જ.
તારાનાથ.
પ્રશ્ન.૮૧. 13મી સદીના અંતમાં પાંડ્ય દેશની યાત્રાએ કોણ આવ્યું હતું?
જ. માર્કો પોલો.
પ્રશ્ન.૮૨. વૈદિક દેવતાઓ મિત્ર, વરુણ, ઈન્દ્ર અને નાસત્ય (અશ્વિની કુમાર) ના નામ કયા અભિલેખમાંથી મળે છે?
જ. બોગાઝ-કોઈ (એશિયા માઈનોર) ના અભિલેખો.
પ્રશ્ન.૮૩. યવન રાજદૂત ‘હોલિયોડોરસ’ બેસનગર (વિદિશા) ગરુડ સ્તંભ લેખમાંથી કયા ધર્મના વિકાસનો પુરાવો મળે છે?
જ. ભાગવત ધર્મ.
પ્રશ્ન.૮૪. સૌપ્રથમ ‘ભારત વર્ષ’નો ઉલ્લેખ કયા અભિલેખમાં છે?
જ. હાથી ગુમ્ફા અભિલેખ.
પ્રશ્ન.૮૫. સૌપ્રથમ દુષ્કાળની માહિતી આપતો અભિલેખ કયો છે?
જ. સૌહગૌરા અભિલેખ.
પ્રશ્ન.૮૬. સૌપ્રથમ ભારત પર થયેલા હૂણ આક્રમણની માહિતી કયા સ્તંભ લેખમાંથી પ્રાપ્ત થાય છે?
જ. ભીતરી સ્તંભ લેખ.
પ્રશ્ન.૮૭. સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો કયા અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે?
જ. એરણ અભિલેખ (શાસક ભાનુ ગુપ્ત).
પ્રશ્ન.૮૮. અભિલેખોનો અભ્યાસ શું કહેવાય છે?
જ. ઇપિગ્રાફી.
પ્રશ્ન.૮૯. ગર્તાવાસ (ખાડો ઘર)નો પુરાવો કયા કાશ્મીરી નવપાષાણિક પુરાતત્વીય સ્થળમાંથી મળ્યો છે?
જ. બુર્જહોમ.
પ્રશ્ન.૯૦. પ્રાચીનતમ સિક્કાઓને શું કહેવામાં આવે છે?
જ. આહત સિક્કા.
પ્રશ્ન.૯૧. સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય સૌપ્રથમ કોણે કર્યું હતું?
જ. યવન શાસકોએ.
પ્રશ્ન.૯૨. સમુદ્રગુપ્તના કયા ચિત્રવાળા સિક્કાથી તેના સંગીત પ્રેમી હોવાનો પુરાવો મળે છે?
જ. વીણા વગાડતા.
પ્રશ્ન.૯૩. રોમન સિક્કાઓ ક્યાંથી પ્રાપ્ત થયા છે?
જ. અરિકમેડુ (પુડુચેરી નજીક).
પ્રશ્ન.૯૪. જે કાળમાં મનુષ્યએ ઘટનાઓનું કોઈ લેખિત વર્ણન કર્યું નથી, તેને શું કહેવાય છે?
જ. પ્રાગૈતિહાસિક કાળ.
પ્રશ્ન.૯૫. લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ વર્ણનવાળા માનવ વિકાસના કાળને શું કહેવાય છે?
જ. ઇતિહાસ.
પ્રશ્ન.૯૬. લેખનકળાના પ્રચલન પછી ઉપલબ્ધ લેખો વાંચી શકાયા નથી તે કાળને શું કહેવાય છે?
જ. આદ્ય ઐતિહાસિક કાળ.
પ્રશ્ન.૯૭. ‘જ્ઞાની માનવ’ (હોમો સેપિયન્સ)નો પ્રવેશ આ ધરતી પર આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થયો હતો?
જ. ત્રીસ કે ચાલીસ હજાર વર્ષ પહેલાં.
પ્રશ્ન.૯૮. ‘પૂર્વ પાષાણ યુગ’ના માનવીની આજીવિકાનો મુખ્ય આધાર શું હતો?
જ. શિકાર.
પ્રશ્ન.૯૯. આગની શોધ કયા પાષાણકાળમાં થઈ હતી?
જ. પુરા પાષાણકાળ.
પ્રશ્ન.૧૦૦. પૈડાની શોધ કયા પાષાણકાળમાં થઈ હતી?
જ. નવ-પાષાણકાળ.
