સરકારી નોકરીમાં વયમર્યાદાનું ખાસ મહત્વ હોય છે. GPSC age limit for female નું પણ અલગ મહત્વ હોય છે. કેમ કે વધુમાં વધુ મહિલાઓ સરકારી નોકરીમાં આવે તેમજ પગભર થઈ શકે તે માટે મહિલાઓ માટે સ્ટેટ લેવલે અને કેદ્ર લેવલે પોલિસીસ બનાવવા આવતી હોય છે.
ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા અયોગ તેમજ અન્ય ભરતી બોર્ડ દ્વારા અનેક સંવર્ગો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેમા લાયકાતમાં વયમર્યાદાનું પણ મહત્વ હોય છે. આ લેખમાં સ્પેશ્યલી મહિલાઓ માટે જીપીએસસીમાં વય મર્યાદા સંબંધિત શુ જોગવાઇઓ છે. તે વિશે ચર્ચા કરીશુ.
GPSC age limit for female
- જીપીએસસીની પરીક્ષામાં અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઇએ, જ્યારે વધુમાં વધુ 36 વર્ષ પુરા કરેલ હોવા જોઇએ.
- તે સિવાય અલગ અલગ કેટેગરીના મહિલાઓ માટેની વયમર્યાદામાં છુટછાટ નીચે મુજબ છે.

મહિલાઓની કેટેગરી | મહિલાઓ માટે વયમર્યાદામાં છુટછાટ |
મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો | દસ વર્ષ ( આ છુટછાટમાં મહિલાઓ માટે છુટછાટ કે જે પાંચ વર્ષની છે, તેનો સમાવેશ થઈ જાય છે, વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં છુટછાટ મળશે.) |
બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
આ પણ વાંચો
આ હતી જીપીએસસીની પરીક્ષામાં અને અન્ય પરીક્ષાઓમાં મહિલાઓની અલગ અલગ કેટેગરી મુજબની વયમર્યાદા અંગેની જરૂરી માહિતી. આ સિવાય આપ ઉપરની લિંક પરથી જીપીએસસી વિશે તમામ માહિતી મેળવી શકશો.