ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેઓના વાર્ષિક કેલેન્ડર મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમજ આન્સર કી (GPSC Answer Key) પણ જાહેર કરવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવતી આન્સર કી તેમજ પરીક્ષાર્થીની OMR શીટ પરીક્ષાની પારદર્શિતા બતાવે છે. જેના દ્વારા જીપીએસસીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી પોતાની આકારણી કરી શકે છે. તેમજ ભવિષ્યમાં પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પરીક્ષાની પેટર્નને સમજીને પરીક્ષાની તૈયારી શરૂ કરી શકે છે.
Table of Contents
આ લેખમાં જીપીએસસી દ્વારા છેલ્લા પાંચ -છ વર્ષો દરમિયાન યોજવામાં આવેલ પરીક્ષાની આન્સર કી વિશે જાણીશુ તેમજ પ્રોવિઝનલ અને ફાઇનલ આંસર કી વચ્ચેનો તફાવત, પરીક્ષામાં આંસર કી નું મહત્વ, ડાઉનલોડ કરવાની રીત તેમજ જીપીએસસીની પરીક્ષાના માર્ક્સ ગણતરી કરવા તેમજ આંસર કી થકી પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી જેવા સવાલોના જવાબો મેળવીશુ. તો ચાલો શરૂઆત કરીએ.
જીપીએસસીની આન્સર કી શું હોય છે ? (What is GPSC Answer Key?)
જીપીએસસી વિશે જેઓ પહેલેથી પરીક્ષાની તૈયારી કરે છે તેઓ જાણતા જ હોય છે. પણ જેઓ નવા છે તેમને માટે આ વિષય નવો ગણી શકાય. આન્સર કીની વાત કરતાં પહેલા જો આપ જીપીએસસી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચેની લિંક પરથી મેળવી શકશો.
જીપીએસસીની પરીક્ષા શું છે ? (What is GPSC ? )
“જીપીએસસીની આન્સર કી એટલે, જીપીએસસી દ્વારા કોઇ પણ પોસ્ટ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને અમુક સમયાંતરે પરીક્ષામાં પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબો સહિતનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવે છે. જેને આન્સર કી કહેવામાં આવે છે.”
પ્રોવિઝન આન્સર કી અને ફાઇનલ આન્સર કી
જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાય ગયા બાદ પ્રથમ વખત જે આન્સર કી બહાર પાડવામાં આવે છે જેને પ્રોવિઝનલ આન્સર કી કહેવામાં આવે છે. પ્રોવિઝન આન્સર કી જાહેર થયા બાદ પરીક્ષાર્થીઓને આ આન્સર કી બાબતે કોઇ પણ વાંધો હોય તો તેઓને નિયત કરેલા સમયગાળા દરમિયાન અને નિયત નમુનામાં તે વાંધા અંગે આયોગને રજુઆત કરી શકે છે. અને સરકાર માન્ય સોર્સમાંથી સાચા જવાબો આપવાનાં હોય છે. આ જવાબો અંગે આયોગ પુન: વિચાર કરે છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે છે.
પ્રોવિઝનલ આન્સર કી અંગે પુરતો સમય આપ્યા બાદ આયોગ પાસે વાંધા અંગેની રજુઆતો આવે છે. આ રજુઆતો અંગે આયોગને કોઇ પ્રશ્ન અંગે યોગ્ય નિર્ણય લેવાનો થતો હોય તો તે અંગે નિર્ણય લઇને ફાઇનલ આન્સર કી જાહેર કરે છે.
આન્સર કીમાં કોઇ પ્રશ્નના બે વિકલ્પ સાચા હોવા કે પ્રશ્ન ખોટો હોય શકે છે. પ્રશ્ન રદ કરવો, રદ કરેલ પ્રશ્નના કોમન માર્ક્સ આપવા બાબતે આયોગ દ્વારા યોગ્ય નિર્ણય લઈને જ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે. ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ પરિણામ જાહેર થાય છે.
માર્ક્સ ગણવાની રીત (How to Calculate Marks using GPSC Answer Key?)
જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષામાં સામાન્ય રીતે દરેક ખોટા જવાબ તથા ખાલી છોડેલ વિકલ્પના 0.25% ગુણ કાપવામાં આવે છે. વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસ-1 અને સામાન્ય અભ્યાસ-2 એમ કુલ 2 પ્રશ્નપત્રો હોય છે. જે 200-200 માર્ક્સના હોય છે. બંને પ્રશ્નપત્રમાં ખોટા પ્રશ્ન કે ખાલી છોડી દીધેલ કે એક કરતા વધારે વિકલ્પના 0.25 ગુણ માઇનસ કરવામાં આવે છે. માઇનસ કરતાં માર્ક્સ જાહેર કરવામાં આવે છે. આ જ પ્રમાણે વર્ગ-3 ની પરીક્ષામાં 200 માર્ક્સનું સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર હોય છે. જેમા પણ ઉપરોક્ત મુજબજ માર્ક્સની ગણતરી કરવામાં આવે છે.
જીપીએસસી આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય ? (GPSC Answer Key Download)
જીપીએસસની આન્સર કી નીચેના સરળ સ્ટેપ્સ દ્વારા આપ ડાઉનલોડ કરી શકશો.
- સૌપ્રથમ આપ જીપીએસસીની ઓફીસિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/index પર જવાનું રહેશે.
- અહીં જમણી બાજુ Answer Key with Question Paper નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરો.
- અહિં આપ જીપીએસસી દ્વારા લેવાયેલ કોઇ પણ પરીક્ષાની આંસર કી મેળવી શકશો.
- જો આપ આન્સર કી શોધવામાં મુશ્કેલી આવે છે તો ઉપર Search બાર માંથી પર શોધી શકશો.
GPSC Class 1-2 Answer Key PDF Download

Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
જાહેરાત ક્રમાંક | પ્રોવિઝનલ આન્સર કી | ફાઇનલ આન્સર કી |
47/2023-24 | Click Here | Click Here |
20/2022-23 | Click Here | Click Here |
30/2021-22 | Click Here | Click Here |
26/2020-21 | Click Here | Click Here |
10/2019-20 | P-1 Click Here, P-2 Click Here | Click Here |
40/2018-19 | P-1 Click Here, P-2 Click Here | P-1 Click Here, P-2 Click Here |
121/2016-17 | P-1 Click Here, P-2 Click Here | P-1 Click Here, P-2 Click Here |
GPSC Deputy Section Officer/ Deputy Mamlatdar Answer Key PDF Download

જાહેરાત ક્રમાંક | પ્રોવિઝનલ આન્સર કી | ફાઇનલ આન્સર કી |
42/2023-24 | Click Here | Click Here |
10/2022-23 | Click Here | Click Here |
138/2020-21 | Click Here | Click Here |
27/2020-21 | Click Here | Click Here |
20/2019-20 | Click Here | Click Here |
55/2018-19 | Click Here | Click Here |
27/2016-17 | Click Here | Click Here |
GPSC State Tax Inspector Answer Key PDF Download
જાહેરાત ક્રમાંક | પ્રોવિઝનલ આન્સર કી | ફાઇનલ આન્સર કી |
139/2020-21 | Click Here | Click Here |
109/2019-20 | Click Here | Click Here |
80/2018-19 | Click Here | Click Here |

GPSC Anwer Key પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી થાય છે ?
જો આપ આ જીપીએસસી ની તૈયારી કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા આપ આ આંસર કી ડાઉનલોડ કરી લો અને તેનો અભ્યાસ કરો. સિલેબસ મુજબ પ્રશ્નનું એનાલિસિસ કરી દરેક પ્રશ્નને સોલ્સ કરવાનો પ્રયત્ન કરો. પ્રશ્નના સોર્સ શોધો અને તે મુજબ પરીક્ષાની તૈયારીની શરૂઆત કરો. ઉપર આપેલ દરેક પ્રશ્નપત્રોનો અભ્યાસ કરશો તો આપને પરીક્ષાની પેટર્ન જરૂર સમજાય જશે.
સમાપન:
આપણે GPSC Anwer key વિશે જરૂરી તમામ માહિતી મેળવી લીધી છે. આશા રાખુ છુ આ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આ અંગે કોઇ મુંઝવણ હશે તો જરૂર કોમેંટ કરશો. તેમજ જો આપ પરીક્ષાને વધુ મજબુત બનાવવા ઇચ્છતા હોય તો અમારા ફ્રી મોકટેસ્ટ ને જરૂર એટેંડ કરશો.
GPSC Answer Key: FAQs
GPSC Answer Key ક્યાથી ડાઉનલોડ કરી શકાય છે ?
આપ જીપીએસસીની આન્સર કી નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.
GPSC Provisional Answer Key શું હોય છે ?
જીપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા બાદ પ્રથમ આન્સર કી જાહેર કરે છે. જેને પ્રોવિઝનલ આન્સર કી કહેવામાં આવે છે. આ આન્સર કી બાદ ઉમેદવારો ને વાંધા અરજી કરવાનો સમય આપવામાં આવે છે.
GPSC Final Answer Key શું હોય છે ?
જીપીએસસી પ્રોવિઝનલ આન્સર કી બાદ સુધારાવાળી આન્સર કી જાહેર કરે છે જેમા કોઇ પ્રશ્ન ખોટો હોવા, પ્રશ્ન ને રદ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે.