GPSC Book List By Topper | જીપીએસસી બુકલિસ્ટ-2025

GPSC Book List By Topper
GPSC Book List By Topper
  • Post author:
  • Post category:GPSC
  • Post comments:0 Comments
  • Post last modified:March 8, 2025

GPSC Book List વિશે પરીક્ષાની તૈયારી કરતાં દરેક પરીક્ષાર્થીઓ માટે મુંઝવતો પ્રશ્ન છે. જીપીએસસીની પરીક્ષાની તૈયારી કેવી કરવી ? આ પ્રશ્નના જવાબના અંતે શું વાંચવું ? એ પ્રશ્ન આવે છે. આજે ઇન્ટરનેટ પર અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં અલગ અલગ ફેકલ્ટી અને ક્લાસિસના વિડિયોઝ ઉપલબ્ધ છે. પરંતુ આ અઢળક સાહિત્યમાં તમારે કયા વિડીયો જોવા અને કેટલા કલાક જોવા જેવા અનેક સવાલો મનમાં થાય છે. ક્યારેક એવું પણ બને કે વિડિયો જોવા તમારો સમય બરબાદ થઈ જાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જીપીએસસીની તૈયારી કરતાં સમયે તમારી પાસે હથિયાર તરીકે પુસ્તકો હોવા જોઇએ અને એ પણ સાચા. આ આર્ટિકલના માધ્યમથી આપણે અભ્યાસક્રમ મુજબ સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગી પુસ્તકોનો પરિચય મેળવીશું. આ પુસ્તકોના ઉપયોગથી આપ જીપીએસસીની તૈયારી ખુબજ સારી રીતે કરી શકશો. તો ચાલો શરૂઆત કરીએ.

Syllabus for GPSC Book List

જીપીએસસીની બુક લિસ્ટ વિશે જાણતા પહેલા GPSC ના અભ્યાસક્રમ વિશે ટુંકમાં માહિતી મેળવી લઈએ. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

o ઇતિહાસ
o સાંસ્કૃતિક વારસો
o ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
o સામાન્ય બૌધ્ધિક ક્ષમતા.
o ભારતીય અર્થતંત્ર અને આયોજન
o ભૂગોળ
o વિજ્ઞાન અને ટેકનોલોજી
o સામાન્ય જ્ઞાન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની મહત્વની સાંપ્રત ઘટનાઓ

હવે આપણે અભ્યાસક્રમ મુજબ પુસ્તકોની માહિતી મેળવીએ.

GPSC Syllabus in Gujarati (જીપીએસસી અભ્યાસક્રમ 2025)

Also Read:

GPSC Book List By Topper

ઇતિહાસ

  • પુસ્તક: પ્રાચીન અને મધ્યકાલીન ભારત
  • પ્રકાશક: ઓલ્ડ NCERT Textbook
  • લેખક : આર. એસ. શર્મા

પુસ્તક વિશે ટુંકમાં:

  • GPSC અને UPSC ના અભ્યાસક્રમને આવરી લેતુ ઉત્તમ પુસ્તક છે.
  • યુપીએસસીના ઉમેદવારો અને ઇતિહાસના મુખ્ય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સૌથી યોગ્ય.
  • આ પુસ્તક એક વ્યાપક કાર્ય છે જે નિયોલિથિક અને ચાલકોલિથિક સમયથી લઈને હડપ્પીયન સંસ્કૃતિ, વૈદિક સમય, મૌર્યોનો ઉદય, ગુપ્તો સુધીની ઐતિહાસિક પ્રગતિને આવરી લે છે.
  • તે વાંચવામાં સરળ છે અને તથ્યોને સમજવામાં સરળ રીતે વિગતવાર આપવામાં આવ્યા છે.
  • પુસ્તકના અંતે તમને લેખક દ્વારા પ્રાચીન ભારતથી મધ્યકાલીન ભારતમાં સંક્રમણ વિશેનો એક નોંધ મળશે.
R. S. Sharma Old NCERT Textbook

Read More- ભારતનો ઇતિહાસ


ઇતિહાસ

  • પુસ્તક: આધુનિક ભારતનો ઇતિહાસ
  • પ્રકાશક: સ્પેક્ટ્રમ
  • લેખક: રાજીવ આહિર
  • ભાષા : અંગ્રેજી અને હિન્દી

પુસ્તક વિશે ટુંકમાં:

  • કુલ 1016 પાનાનું પુસ્તક છે.
  • GPSC અને UPSC પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતુ ઉત્તમ પુસ્તક છે.
  • યુરોપિયનોનું આગમન અને ભારતમાં બ્રિટિશ શાસનનું એકત્રીકરણ
  • કંપની શાસન સામે વધતો અસંતોષ
  • સુધારણા આંદોલનો
  • સંઘર્ષની શરૂઆત
  • રાષ્ટ્રીય આંદોલન (1905-1918)
  • સામૂહિક રાષ્ટ્રવાદના યુગની શરૂઆત (1919-1939)
  • સ્વતંત્રતા અને ભાગલા તરફ (1939-1947)
  • બ્રિટિશ શાસન હેઠળ ભારત: શાસન અને અન્ય પાસાં
  • આઝાદી અને પછીનું ભારત
A Brief History Of Modern India 

સાંસ્કૃતિક વારસો

  • પુસ્તક: ઈન્ડિયન આર્ટ એંડ કલ્ચર
  • પ્રકાશક:  McGraw Hill
  • લેખક: નિતિન સિંઘાનિયા
  • ભાષા: અંગ્રેજી અને હિંદી

પુસ્તક વિશે ટુંકમાં:

  • આ 4 રંગોમાં આવૃત્તિ છે, જેમાં 25 પ્રકરણો અને ભારતમાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોનો પ્લક-આઉટ ચાર્ટ છે.
  • તેમાં 3 વ્યાપક વિભાગોનો સમાવેશ થાય છે: વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને ભારતની સંસ્કૃતિ.
  • ભારતીય શિલ્પ અને માટીકામ, ભારતીય આદિવાસી સંસ્કૃતિ, વેપાર, વેપારીઓ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ભારતના દંતકથાયી શહેરો પરના ચાર નવા પ્રકરણોનો સમાવેશ થાય છે.
  • યુપીએસસી દ્વારા લેવામાં આવતી સીએસઈ, સીએપીએફ, સીડીએસ અને એનડીએ પરીક્ષાઓમાંથી પ્રકરણ મુજબના અગાઉના વર્ષોના પ્રશ્નો. મેકગ્રો હિલ એજ ઓનલાઈન પ્લેટફોર્મ પર 10 વિષયોનો સમાવેશ.
sanskrutik varso GPSC Book List In Gujarati

ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા

  • પુસ્તક: ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
  • પ્રકાશક: McGraw Hill
  • લેખક: એમ. લક્ષ્મીકાંત
  • ભાષા: અંગ્રેજી અને હિંદી

પુસ્તક વિશે ટુંકમાં:

  • ભારતના સમગ્ર રાજકીય અને બંધારણીય ક્ષેત્રને આવરી લેતા 92 પ્રકરણો
  • લો કમિશન, બાર કાઉન્સિલ, ડિલિમિટેશન કમિશન, વિશ્વ બંધારણો, રાષ્ટ્રીય મહિલા આયોગ, બાળ અધિકારો માટે, લઘુમતીઓ માટે, સીમાચિહ્નરૂપ ચુકાદાઓ વગેરે સહિત 12 નવા પ્રકરણો
  • યુપીએસસી-સીએસઈના નવીનતમ પેટર્ન અને અભ્યાસક્રમ મુજબ સંશોધિત પ્રકરણો
  • પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાના અગાઉના વર્ષોના પ્રશ્નોનો સમાવેશ
  • 8 સંબંધિત પરિશિષ્ટો
  • સિવિલ સર્વિસના ઉમેદવારો, કાયદાના વિદ્યાર્થીઓ, રાજકીય વિજ્ઞાન અને જાહેર વહીવટના વિદ્યાર્થીઓ માટે એક જ જગ્યાએ ઉકેલ
  • મેકગ્રો હિલ એજ પર નીચેના મુખ્ય વિષયો પરના વિભાવનાત્મક વિડિયો ઉપલબ્ધ છે:
  • મૂળભૂત અધિકારો
  • સંસદની ભૂમિકા અને તેની મર્યાદાઓ
  • મહત્વપૂર્ણ લેખો
  • રાષ્ટ્રીય કટોકટી અને રાજકીય પ્રણાલી પર તેની અસર
  • સીએજી, એજીઆઈ, સીબીઆઈ અને એનઆઈએ – તેમની સ્વાયત્તતા અને મર્યાદાઓ
  • ન્યાયિક સમીક્ષા અને સક્રિયતા
  • અનુસૂચિત અને આદિવાસી વિસ્તારો (ભારતના નકશા દ્વારા નિદર્શન અને ચર્ચા)
  • મેકગ્રો હિલ એજ પર ભારતીય રાજનીતિ પર યુપીએસસીના પ્રશ્નો (સામાન્ય અભ્યાસ-પ્રિલિમ્સ (2010-2012), ભારતીય રાજનીતિ પર યુપીએસસીના પ્રશ્નો (સામાન્ય અભ્યાસ-મુખ્ય (2010-2012)) ઉપલબ્ધ છે.
  • મેકગ્રો હિલ એજ પર 10 વધારાના શિક્ષણ સંસાધનો
  • બંધારણીય અને અન્ય સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતી શપથ
  • બંધારણ હેઠળની વ્યાખ્યાઓ
  • સંબંધિત સુધારા અધિનિયમો
  • લેખોના સંદર્ભમાં સંબંધિત સુધારા અધિનિયમો
  • બીજી અનુસૂચિ હેઠળના પગાર સંબંધિત અધિનિયમો
  • એસસી અને એસટી અને તેમના સુધારાઓ સંબંધિત બંધારણીય આદેશો
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951
  • ચૂંટણી સંબંધિત આદર્શ આચાર સંહિતા
  • ચૂંટણી સંબધિત આંકડા.
bhartiya bandharan ane rajyavyavashtha

સામાન્ય બૌધ્ધિક ક્ષમતા

  • પુસ્તક: રિઝનીંગ
  • પ્રકાશક: S.chand
  • • લેખક: ડો. આર. એસ. અગ્રવાલ

પુસ્તક વિશે ટુંકમાં:

  • દરેક પ્રકરણોની શોર્ટકટ સમજ
  • વર્બલ, લોજીકલ અને નોનવર્બલ પ્રકરણોનો સમાવેશ
  • જીપીએસસી ના તમામ મુદ્દાઓનો સમાવેશ.
Reasoning

Gujarati Vyakaran for all Exams 2024 (ગુજરાતી વ્યાકરણ)

Read Also:

ભારતીય અર્થવ્યવસ્થા

  • પુસ્તક: ભારતીય અર્થતંત્ર
  • પ્રકાશક:Unique Publishers
  • લેખક : સંજીવ વર્મા

પુસ્તક વિશે ટુંકમાં:

  • પ્રતિષ્ઠિત સંજીવ વર્મા દ્વારા લખાયેલ અને પવનીત સિંહ દ્વારા ઝીણવટપૂર્વક સુધારેલ અને અપડેટ કરેલ, ભારતીય અર્થવ્યવસ્થા નું નવીનતમ સંસ્કરણ સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઉત્કૃષ્ટ બનવા સૌથી સારૂ પુસ્તક છે. આ અનિવાર્ય પુસ્તક માત્ર મજબૂત પાયો જ નથી બનાવતું પરંતુ સતત વિકસતા આર્થિક લેન્ડસ્કેપમાં નવીનતમ વિકાસથી તમને માહિતગાર પણ રાખે છે.
  • સિવિલ સર્વિસીસના ઉમેદવારો માટે અંતિમ માર્ગદર્શક છે. આ સંસ્કરણમાં કોષ્ટકો સાથે મૂળભૂત કોંસેપ્ટ ને સમજાવવામાં કરે છે. વસ્તી નિયંત્રણ બિલ, 2019 ને ધ્યાનમાં રાખીને “વસ્તી વિષયક” પર એક નવું પ્રકરણ રજૂ કરે છે. આ ઉપરાંત, આ સુધારેલી અને અપડેટ કરેલી આવૃત્તિમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ (2024) અને માનવ વિકાસ અહેવાલ (2023-24) જેવા ડઝનથી વધુ સમકાલીન વિષયોનો પણ સમાવેશ થાય છે. વધુમાં, આર્થિક સર્વેક્ષણ 2023-24 અને કેન્દ્રીય બજેટ 2024-25 ના મુખ્ય અંશોને આવરી લેતો એક નવો વિભાગ પણ સામેલ કરવામાં આવ્યો છે.
  • નોંધ: વિડિયો માટે આપ મૃણાલ સરના વિડિયો જોઇ શકો છો.
Indian economy book

ભુગોળ

પુસ્તક વિશે ટુંકમાં:

  • UPSC-GPSC ની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમ ને માટે ખુબજ ઉપયોગી
  • માનવ ભૂગોળના મૂળભૂત સિદ્ધાંતો
  • ભૌતિક ભૂગોળના મૂળભૂત સિદ્ધાંતો
  • ભારત – લોકો અને અર્થતંત્ર
  • ભારત -ભૌતિક પર્યાવરણ
  • આ સિવાય આપ ભુગોળના અભ્યાસ કરવા માટે મેપ્સ નો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.
ncert geography textbook
ncert geography textbook


વિજ્ઞાન અને ટેકનોલોજી

  • પુસ્તક: વિજ્ઞાન અને ટેકનોલોજી
  • પ્રકાશક: NCERT Class 9th 10th and Class 12th Biology

પુસ્તક વિશે ટુંકમાં:

  • NCERT દ્વરા લેખિત ધોરણ-9 અને 10 ની સાયંસ અને ટેકનોલોજીની બુક તથા ધોરણ 12 ની બાયોલોજીની બુક આ વિષયની તૈયારી માટે ખુબજ જરૂરી છે.
  • આ સિવાય આ વિષયની તૈયારી માટે વર્તમાન પ્રવાહોની કોઇ પણ સારા પ્રકાશનનુ મંથલી મેગેઝિન વાંચી શકો છો.
  • પર્યાવરણ માટે સૌથી વધુ ઉપયોગી પુસ્તક શંકર IAS નું છે. જેનો તમે આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓ આધારિત અભ્યાસ કરી શકો છો.
enviornment shankar ias

સામાન્ય જ્ઞાન

  • પુસ્તક: જનરલ નોલેજ
  • પ્રકાશક: લુસેંટ પબ્લિકેશન

પુસ્તક વિશે ટુંકમાં:

  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી વધુ વંચાતુ જનરલ નોલેજ માટેનું પુસ્તક.
  • જીપીએસસી દ્વારા નવા અભ્યાસક્રમ મુજબ ખુબજ ઉપયોગી પુસ્તક
lucents gk

વર્તમાનપ્રવાહો:

  • વર્તમાન પ્રવાહ માટે આપ લિબર્ટી, યુવા ઉપનિષદ અને વર્લ્ડ ઇન બોક્ષ જેવા પ્રકાશનમાંથી કોઇ એકની પસંદગી કરીને વાંચી શકો છો.
  • આ સિવાય આપ ઓનલાઇન કરંટ અફેર્સ માટે નીચે આપેલ લિંક પરથી વાંચન કરી શકશો.

Current Affairs

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

GPSC Free Mock Test

મિત્રો કોઇપણ પરીક્ષાની તૈયારી માટે મોકટેસ્ટ નું પણ પુસ્તકોના વાંચન જેટલુજ મહત્વ છે. આપ અમારા PYQ તથા એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ MCQ ને આપીને તમારી તૈયારીને ખુબજ મજબુત બનાવી શકો છો. gpsc free mock test માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

online exam examconnect
online exam examconnect

મિત્રો આ હતી GPSC Book List જે આ પરીક્ષાની તૈયારી કરતાંં તમામ વિદ્યાથીઓ માટે ખુબજ ઉપયોગી નીવડશે. આપ amazon વેબસાઇટ પરથી સરળતાથી મેળવી શકશો. ઉપરોક્ત તમામ પુસ્તકો સિવાય આપ સારા કોચિંગ ક્લાસથી પણ તૈયારી કરી શકો છો. હવે આપે નક્કી કરવાનું છે સેલ્ફ સ્ટડી કે કોચિંગ. આશા રાખુ છુ આપને આ આર્ટિકલ ઉપયોગી થયો હશે. ધન્યવાદ.

Leave a Reply