ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 તથા વર્ગ-3 ની જગ્યાઓ માટે પણ ભરતી કરવામાં આવે છે. અહીં GPSC class 3 post list આપવામાં આવેલ છે. પોસ્ટ અને તે કયા ડિપાર્ટમેંટમાં ભરતી કરવામાં આવે છે. તેનો જોબ પ્રોફાઇલ વગેરે વિશે માહિતી મેળવીશુ.
GPSC class 3 post list
મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ટેકનિકલ અને નોનટેકનિકલ વર્ગ-3 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવતી હોય છે. ટેકનિકલ જગ્યાઓ માતે ખાસ લાયકાત ધરાવનારા ઉમેદવારોની ભરતી થાય છે. જ્યારે નોનટેકનિકલમાં દરેક ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. અહિં કેટલીક મહત્વની વર્ગ-3 ની જગ્યાઓ વિશે માહિતી આપવમાં આવી છે.
- સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર (STI) : ગુજરાત સ્ટેટ ટેક્ષ ડિપાર્ટમાં આ જગ્યા માટે ભરતી કરવામાં આવે છે. જ્યા જીએસટી સંબંધિત કામગીરી હોય છે. આ પોસ્ટ પછી સ્ટેટ ટેક્ષ ઓફિસર વર્ગ-2 માં પ્રોમોશન થાય છે.
- ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySo) : ગાંધીનગરમાં આવેલ સચિવાલયની વિવિધ કચેરીઓમાં ડેપ્યુટી સેકશન ઓફિસરની ભરતી કરવામાં આવતી હોય છે. આ પોસ્ટ પછી સેક્શન ઓફિસર (SO) વર્ગ-2 માં પ્રોમોશન આવે છે.
- ડેપ્યુટી મામલતદાર (DyMamlatdar) : રેવન્યુ ડિપાર્ટમાં આ જગ્યાઓ માટે ભરતીઓ થાય છે. કલેક્ટર કચેરીઓ કે મામલતદાર કચેરીઓમાં આની પોસ્ટ હોય છે. જ્યાં વિવિધ શાખાઓ જેવી કે અન્ન અને નાગરિક પુરવઠા, જમીન, સ્ટેમ્પ, જન સુવિધા કેંદ્ર, ડિઝાસ્ટર મેનેજમેંટ જેવી શાખાઓમાં કામ કરવાનું હોય છે. અહીં મામલતદાર વર્ગ-2 માં પ્રોમોશન થાય છે.
- લીગલ આસિસ્ટન્ટ: કાયદા વિભાગમાં ભરતી થાય છે.
- ભાષાંતરકાર: માહિતી ખાતામાં ભરતી થાય છે.
- ભાષાંતરકાર: ગુજરાતની સચિવાલયમાં ભરતી થાય છે.
- ભાષાંતરકાર: કાયદા વિભાગમાં ભરતી થાય છે.
- આસિસ્ટંટ મોટર વિહિકલ ઇન્સપેક્ટર: આરટીઓ ડિપાર્ટમન્ટમાં ભરતી કરવામાં આવે છે. નવા મોટર વ્હિકલની નોંધણી, માલિકી ટ્રાંસફર, ડ્રાઇવિંગ લાઇસંસ સંબધિત કામગીરી હોય છે.
- મ્યુનિસિપલ એકાઉંટ ઓફિસર: રાજ્યમાં આવેલ મ્યુનિસિપલ ઓફિસમાં ભરતી થાય છે.

સ્ટેટ ટેક્ષ ઇંસપેક્ટર વિશે માહિતી મેળવવા ક્લિક કરો.

જીપીએસસી દ્વારા વર્ગ-3 ની ભરતી કરવામાં આવે છે. જેને સામાન્ય રીતે સુપર ક્લાસ 3 ની જગ્યાઓ કહેવામાં આવે છે. જેનો હાલ શરૂઆતનો પગાર 49600/- હોય છે. આ જગ્યાઓ પર સીધી વર્ગ-2 માં પ્રોમોશન આવે છે. તેથી ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. જીપીએસસી વિશે આવીજ અગત્યની માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.