GPSC Exam Pattern 2025 જાહેર કરવામાં આવતા ઘણા પરીક્ષાર્થીઓમાં અસમંજસતા ફેલાય ગઇ છે અને એક પ્રકારની નીરાશા વ્યાપી ગઈ હોય તેવું જણાય આવે છે. વિવિધ સોસિયલ મિડીયા પ્લેટફોર્મ પર આ અંગેનો રોષ જોવા મળી રહ્યો છે. આજે આપણે આ આર્ટિકલમાં નવી પરીક્ષાની પેટર્ન અને પરીક્ષાની તૈયારી સંબંધિત માહિતી મેળવીશુ.
GPSC Exam Pattern 2025
હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ભરતીના નિયમોની વાત કરતાં પહેલા આપણે ભુતકાળ વિશે થોડી વાત કરીએ.
આજથી 10-15 વર્ષ પહેલા GPSC અને UPSC વચ્ચે આશમાન-જમીનનો તફાવત હતો. જીપીએસસીના પ્રશ્નનું સ્તર ખુબજ નીચે હતું આ બાબત આપ જ્યારે જુના પ્રશ્નપત્રો જોશો તો આપને ખ્યાલ આવી જશે. ત્યારે આ બંને પરીક્ષા વચ્ચે સરખામણી જ થઈ શકે તેમ ન હતી.
ત્યારબાદ છેલ્લા 5-6 વર્ષથી આજદિન સુધી જે પ્રશ્ન પુછવામાં આવે છે તે ખુબજ સારા પ્રમાણમાં યુપીએસસી સમકક્ષ હોય તેવું જણાય આવે છે. એવું કહી શકાય કે જીપીએસસીને યુપીએસસી સમકક્ષ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અને હવે થોડા સમય પહેલા જાહેર થયેલ નવી પરીક્ષાની પેટર્નથી એ વાતમાં જરા પણ મુંઝવણ રહી નથી કે હવે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની પેટર્ન સરખી નથી. હવે આ બંને પરીક્ષાને અલગ છે એવું કહી શકાય નહી !
GPSC Exam Rules
જીપીએસસી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલ પરીક્ષાના નિયમો નીચે મુજબ રહેશે.

પ્રાથમિક પરીક્ષા (Primary Examination):
પ્રાથમિક પરીક્ષામાં 1 પ્રશ્નપત્ર હોય છે. જે OMR (Optical mark recognition) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. જે 200 માર્કનું હોય છે. જેનો સમયગાળો 3 કલાક હોય છે. પ્રાથમિક પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ જ આપ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થઇ શકશો.

મુખ્ય પરીક્ષા (Main Examination):
પ્રાથમિક પરીક્ષા ક્વોલિફાઇ થયા બાદ જ મુખ્ય પરીક્ષા આપી શકાય છે. આયોગ દ્વારા પ્રાથમિક કસોટીમાં ક્વોલિફાઇ કરેલ ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
મુખ્ય પરીક્ષામાં 7 પ્રશ્નપત્રો વર્ણાનાત્મક પ્રકારના હોય છે. આ પરીક્ષા માં પેપર-1 ગુજરાતી ભાષા, પેપર-2 અંગ્રેજી ભાષાનું હોય છે. જેના ગુણ 300 રહેશે. તથા સામાન્ય અભ્યાસ ના 4 પેપર અને નિંબંધનું એક પેપર હોય છે. જે 250- 250 માર્ક્સના છે. જેનો સમયગાળો 3 કલાક હોય છે. આ તમામ ફેરફાર વર્ષ 2025 થી કરવામાં આવેલ છે.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પેપર ક્વોલિફાઇંગ છે. જેમા 25% ગુણ મેળવવાના રહેશે.
- જ્યારે નિબંધ અને જનરલ સ્ટડીમાં મેળવેલ ગુણના આધારે ઇંટરવ્યુ આપી શકશો.
- મેરિટ મુખ્ય પરીક્ષા અને ઇંટરવ્યુમાં મેળવેલ માર્ક્સના આધારે ગણવામાં આવશે.
ઇન્ટરવ્યુ (Interview-Personality Test):
આ પરીક્ષાનું છેલ્લુ પગથિયું છે. મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ આપ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાઇ થઈ શકશો. ઇન્ટરવ્યુ કુલ 150 ગુણનું હોય છે. ઇન્ટરવ્યુ બાદ આયોગ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં લાયક ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
મિત્રો, પરીક્ષાની પેટર્ન જોતા હવે આપને સ્પષ્ટતા થઈ ગઈ હશે કે આયોગ દ્વારા એ સુચિત કરવામાં આવ્યુ છે કે દરેક પરીક્ષાની તૈયારી અલગ અલગ ન કરતાં હવે એક જ પરીક્ષાની તૈયારી કરી બધી પરીક્ષા આપી શકાય.
આ સાથે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીને યુપીએસસીની સમકક્ષ બનાવવા માટે પણ આ પ્રકારની પેટર્ન બનાવવામાં આવેલ હોય આવનાર પરીક્ષાની તૈયારીનો એપ્રોચ પણ યુપીએસસીની સમકક્ષ રાખવો પડશે.
યુપીએસસીના જુનાપ્રશ્નનો ઊંડાણપુર્વક અભ્યાસ કરવાથી જીપીએસસીની પરીક્ષામાં ફાયદો થશે એવુ કહી શકાય. તેમજ પરીક્ષાની તૈયારી પણ યુપીએસસીને સમકક્ષ કરવી પડશે.

આશા રાખુ છું આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ વધુને વધુ લોકો સુધી પહોંચાડો મારી વિનંતી છે.