મિત્રો, GPSC Mains Syllabus દરેક GPSC Exam ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓએ જાણવો ખુબજ જરૂરી છે. કેમ કે આ અભ્યાસક્રમ જાણ્યા પછીજ આપ આ પરીક્ષાની અસરકારક તૈયારી કરી શકશો.
આપણે આ આર્ટિકલના માધ્યમથી જીપીએસસી વર્ગ-1 અને વર્ગ-2 ના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીશુ. આ પરીક્ષામાં કુલ 6 પ્રશ્નપત્ર હોય છે. દરેક પ્રશ્નપત્ર વર્ણાનાત્મક હોય છે એટલે કે સરળ શબ્દોમાં પ્રશ્નપત્રમાં લખવાનું હોય છે. દરેક પ્રશ્નપત્રનો સમય 3 કલાક તેમજ દરેક પ્રશ્નપત્ર ના ગુણ 150 હોય છે. નીચે મુજબના કોષ્ટક પરથી સમજી શકાય છે.
જીપીએસસી મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમ | ||||
ક્રમ | પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનું નામ | સમય | કુલ ફાળવેલ ગુણ |
1 | વર્ણાનાત્મક | ગુજરાતી | 3 કલાક | 150 |
2 | અંગ્રેજી | 3 કલાક | 150 | |
3 | નિંબંધ | 3 કલાક | 150 | |
4 | સામાન્ય અભ્યાસ-1 | 3 કલાક | 150 | |
5 | સામાન્ય અભ્યાસ-1 | 3 કલાક | 150 | |
6 | સામાન્ય અભ્યાસ-2 | 3 કલાક | 150 | |
લેખિત પરીક્ષાના કુલ ગુણ (ફક્ત પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે) | 900 | |||
વ્યક્તિત્વ કસોટી(ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે) | 100 | |||
આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ | 1000 |
વિદ્યાર્થીમિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની પરીક્ષા મુખ્ય ત્રણ સ્ટેજમાં યોજવામાં આવે છે. પ્રાથમિક કસોટી, મુખ્ય કસોટી અને વ્યક્તિત્વ કસોટી. પ્રાથમિક કસોટીમાં પાસ થનારનેજ મુખ્ય પરીક્ષામાં લાયક ગણવામાં આવે છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારોની જાહેર કરવામાં આવેલ જગ્યાઓને આધારે વ્યક્તિત્વ કસોટીની પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.
આ પરીક્ષામાં ગુણની ગણતરી મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટીના ગુણના આધારે થાય છે. એટલે કે મુખ્ય પરીક્ષાના કુલ 900 ગુણ તથા વ્યક્તિત્વ કસોટીના 100 ગુણ મળી 1000 માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે. અને યોગ્ય ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે.
Read Also:
GPSC Mains Syllabus | જીપીએસસી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
મિત્રો, આપણે અગાઉ જાણકારી મેળવી તે મુજબ પ્રાથમિક પરીક્ષા પાસ થયા બાદ મુખ્ય પરીક્ષા આપવાની હોય છે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
પ્રશ્નપત્ર-1 ગુજરાતી (વર્ણાત્મક)
- નિબંધ
- વિચારવિસ્તાર
- સંક્ષેપીકરણ
- ગદ્ય સમીક્ષા
- ઔપચારિક ભાષણો તૈયાર કરવા
- પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા
- પત્રલેખન
- ચર્ચાપત્ર (વર્તમાન પત્રો માં આવતી પ્રજાલક્ષી સમસ્યાનો વ્યક્તિગત અભિપ્રાય)
- દ્રશ્ય આલેખન
- અહેવાલ લેખન
- સંવાદ કૌશલ્ય
- ભાષાતંર (અંગ્રેજી માંથી ગુજરાતી)
- ગુજરાતી વ્યાકરણ
પ્રશ્નપત્ર-2 અંગ્રેજી (વર્ણાત્મક)
- ESSAY
- LETTER WRITING
- PRESS RELEASE/APPEAL
- REPORT WRITING
- WRITING ON VISUAL INFORMATION
- FORMAL SPEECH
- PRECIS WRITING
- READING COMPREHENSION
- ENGLISH GRAMMAR
- TRANSLATION(Gujarati to English)
પ્રશ્નપત્ર-3 નિબંધ (Essay)
આ પ્રશ્નપત્રો ઉમેદવારના અલગ અલગ ક્ષેત્રોમાં જ્ઞાન અને જાગરૂકતા તપાસવા માટે છે.
જેનો વિષયવસ્તુમાં નીચે મુજબની મુખ્ય બાબતો છે.
- સાંપ્રત ઘટનાઓ
- સામાજિક રાજનૈતિક બાબતો
- સામાજિક આર્થિક બાબતો
- સામાજિક પર્યાવરણની બાબતો
- સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ
- નાગરિક જાગરૂકતા
- ચિંતનાત્મક મુધ્ધાઓ
પ્રશ્નપત્ર-4 (સામાન્ય અભ્યાસ-1)
- ભારતનો ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભુગોળ
પ્રશ્નપત્ર-5 (સામાન્ય અભ્યાસ-2)
- ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
- લોકપ્રકાશન અને શાસન
- લોકસેવામાં નીતિશાસ્ત્ર
પ્રશ્નપત્ર-6 (સામાન્ય અભ્યાસ-3)
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
મિત્રો, જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે અભ્યાસક્રમ સમજવો ખુબજ જરૂરી છે. તેથી આ પરીક્ષાના અભ્યાસક્રમને ડાઉનલોડ કરીને કંઠસ્થ કરી લો અને તે મુજબ તૈયારી શરૂ કરી દો તો પરીક્ષામાં પાસ થવાની સંભાવના રહે છે. આપ વધુને વધુ પુનરાવર્તન કરશો તો પરીક્ષામાં ધાર્યુ પરિણામ મેળવી શકશો. આપ આવીજ જરૂરી અને ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.