કેમ છો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC STI Vacancy 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમ કે આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક કેલેંડર મુજબ રાજ્ય વેરા નિરીક્ષકની હાલ 300 જેટલી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલ છે. તો ચાલો આ ભરતી સંબંધિત તમામ માહિતી મેળવીએ.
GPSC STI Vacancy 2024
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
ભરતી જાહેરાત ક્રમાંક | 28/2024-25 |
કુલ જગ્યાઓ | 300 |
જગ્યાનું નામ | રાજ્ય વેરા નિરિક્ષક (State Tax Inspector) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 12-08-2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 31-08-2024 |
Important Links for GPSC STI Vacancy
Job Advertisement (ન્યુઝ પેપર જાહેરાત)
GPSC STI Educational Qualification
- કોઇ પણ વિદ્યાશાખાનો સ્નાતક
- કોમ્પ્યુટર વિષયની જાણકારી
- ગુજરાતી અને હિંદી ભાષાની જાણકારી
GPSC STI Age Limit
ગુજરાતમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી જાહેરાતો માં નીચે મુજબની વયમર્યાદાની છુટછાટ આપવામાં આવે છે.
- ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પુરા કરેલા હોવા જોઇએ અને 36 વર્ષ પુરા કરેલ ન હોવા જોઇએ.
ક્રમ | ઉમેદવારની કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
1 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
2 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ) |
3 | બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
4 | માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓ | સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ |
5 | દિવ્યાંગ ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
6 | ગુજરાત સરકારના કર્મચારીઓ | ઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી. |
GPSC STI Syllabus
GPSC STI અને GPSC Exam Pattern નીચેની લિંક પર ક્લિક કરીને મેળવી શકશો.
GPSC STI Exam Date 2024

જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક માટે પરીક્ષાની નીચે મુજ્બની તારીખો જાહેર કરવામાં આવેલ છે.
- પ્રાથમિક કસોટીનો સંભવિત માસ – ડિસેમ્બર-2024
- પ્રાથમિક કસોટીના પરિણામનો સંભંવિત માસ – મે-2024
- મુખ્ય પરીક્ષાનો સંભવિત માસ – ઓગષ્ટ-2025
- મુખ્ય પરીક્ષાના પરિણામનો સંભંવિત માસ – ડિસેમ્બર-2025
GPSC STI Salary
- જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવનાર રાજ્ય વેરા નિરીક્ષકની સેલેરી હાલમાં 49600/- ફિક્સ પગાર 5 વર્ષ સુધી ચુકવવામાં આવે છે.
- પાંચ વર્ષના સંતોષકારક નોકરી અને પુર્વસેવા તાલીમાંંત પરીક્ષા પાસ કર્યા બાદ આપને કાયમી નોકરી મળે છે. અને હાલમાં સરકારના ધારાધોરણ મુજબ બેસિક પગારની સાથે ભથ્થાઓ મળે છે. આમ આ પોસ્ટ માટેનો ફુલ પગાર 60000/- ની આસપાસ હોય છે.
GPSC STI Job Profile
- સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર ની ભરતી રાજ્ય વેરા ડિપાર્ટમેંટમાં કરવામાં આવે છે.
- આ ડિપાર્ટમેંટના નામ મુજબ અહી ટેક્ષને લગતા કામ કરવાના હોય છે.
- GST Number ના નોંધણી સંબંધિત કામ જેવા કે સ્થળ તપાસની કામગીરી, વેપારીને વેરાકીય જવાબદારી સંબંધિત કામગીરી કરવાની હોય છે.
મિત્રો, આ હતી સ્ટેટ ટેક્ષ ઈન્સપેક્ટર ની ભરતી સંબંધિત માહિતી. આશા રાખુ છુ આપને આ માહિતી ઉપયોગી થઈ હશે. આ ભરતી સંબંધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.