GPSC Syllabus in Gujarati (જીપીએસસી અભ્યાસક્રમ 2024)

You are currently viewing GPSC Syllabus in Gujarati (જીપીએસસી અભ્યાસક્રમ 2024)
GPSC Syllabus in Gujarati

મિત્રો, GPSC Syllabus in Gujarati ની વિગતવાર માહિતી આ આર્ટિકલના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશુ. અભ્યાસક્રમ જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટેની રૂપરેખા છે. તે જાણ્યા વિના આપ જીપીએસસીની પરીક્ષા પાસ કરી શકશો નહી. જીપીએસસી દ્વારા આપના માટે વિગતવાર અને વિષય મુજબ અભ્યાસક્રમ આપવામાં આવેલ છે. પરીક્ષાર્થીએ અભ્યાસક્રમ મુજબ જ તૈયારી કરવાની હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જીપીએસસી દ્વારા વિવિધ Technical અને Nontechnical જગ્યાઓ માટે ભરતી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. ટેકનિકલમાં ઇજનેર, ડોક્ટર વગેરેની પરીક્ષા યોજવામાં આવે છે. જ્યારે નોન ટેકનિકલમાં ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા જેવી કે નાયબ કલેક્ટર, મહાનગર પાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટેટ ટેક્ષ નિરીક્ષક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસરની પરીક્ષાઓનું આયોજન કરે છે.

Read also:

આપણે GPSC Syllbus ને બે ભાગમાં સમજીશું પ્રાથમિક પરીક્ષાનો અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ.

પ્રાથમિક કસોટી (GPSC Syllabus in Gujarati)

ક્રમપ્રશ્નપત્રનું નામ સમય કુલ ગુણ
1સામાન્ય અભ્યાસ-12 કલાક 200
2 સામાન્ય અભ્યાસ-22 કલાક 200
કુલ ગુણ400
  • પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રહેશે.
  • મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.
  • અભ્યાસક્રમનું અર્થઘટનના પ્રશ્ન ના કિસ્સામાં અંગ્રીજીનો અભ્યાસક્રમ માન્ય રહેશે.

ઉપર મુજબના બે પ્રશ્નપત્રના વિસ્તરિત અભ્યાસક્રમ વિશે આપણે માહિતી મેળવીએ.

સામાન્ય અભ્યાસ-1

(ક) ઇતિહાસ

GPSC Syllabus in Gujarati-history
  1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળ, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત.
  2. વૈદિક યુગ: જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
  3. ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ.
  4. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય: તેમનો વહીવટી તંત્ર, સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય વિજ્ઞાન અને ટેકનોલોજી.
  5. કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો.
  6. દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય અને  મુઘલ સામ્રાજ્ય
  7. ભક્તિ આંદોલન અને સુફી વાદ.
  8. ગુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશો – તેમના શાસકો- વહીવટી તંત્ર,  આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મ, સાહિત્ય, કળા અને સ્થાપત્ય.
  9. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત- સુલતાન અહમદશાહ -1લો મહમદ બેગડો અને બહાદુર શાહ.
  10. મુઘલો અને મરાઠાઓના શાશન દરમિયાન ગુજરાત, વડોદરામાં ગાયકવાડનું શાશન અને વોકર કરાર.
  11. ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ- સર્વચ્ચતા માટેના તેમના સંઘર્ષ- બંગાળ, મૈસુર, મરાઠાઓ અને હૈદરાબાદ ના વિશેષ સંદર્ભમાં.
  12. ગવર્નર જનરલ અને વાઇસ રોયઝ.
  13. 1857 માં ભારતના સ્વતંત્ર્ય સંગ્રામ- ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશે સંદર્ભમાં.
  14. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
  15. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ.
  16. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ- વડોદરા ના સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગતસિંહજી, મોરબીના વાઘજી- બીજા, ભાવનગરના ભાવસિંહજી- બીજા, રાજકોટના લાખાજીરાજ અને નવા નગરના રણજીતસિંહના વિશેષ સંદર્ભ સાથે.
  17. મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ –  ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહના વિશે સંદર્ભમાં.
  18. સ્વતંત્ર ચળવળ અને સ્વતંત્યોતર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
  19. ડો. બાબા સાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણમાં ઘડતરમાં તેમનું યોગદાન.
  20. આઝાદી પછીનું ભારત:  દેશના રાજ્યનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.

(ખ) સાંસ્કૃતિક વારસો

GPSC Syllabus in Gujarati-culture
  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
  2. ભારતીય સંતપરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ.
  3. ભારતીય જીવન પરંંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોષક અને પરંપરાઓ.
  4. ભારતીય સંગીત અને તેનું મહત્વ.
  5. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃતિ, સાંસ્કૃતિક-ઘાર્મિક-સાહિત્યિક મહત્વ.
  6. ગુજરાતી ભાશા-બોલીઓ.
  7. ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટ્યમંડળીઓ.
  8. આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોષક, ધાર્મિક વિધિઓ.
  9. ગુજરાતી સાહિત્ય : પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો અને સાહિત્ય સંસ્થાઓ.
  10. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો.

(ગ) ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંંબંધો.

GPSC Syllabus in Gujarati-polity
  1. ભારતીય બંધારણ- ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મુળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણીય સુધારા, મહત્વની જોગવાઇઓ અને અંતર્નિહિત માળખુ.
  2. સંધ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો. સમવાયતંત્રને લગતી બાબતો અને પડકારો. સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાની સોંપણી અને તેની સમસ્યાઓ.
  3. બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી.
  4. પંચાયતીરાજ.
  5. જાહેર નીતિ અને શાશન.
  6. શાશન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો.
  7. વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  8. અધિકાર સંલગ્ન મુદ્દો (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, એસસી-એસટી અધિકારો, બાળકોના અધિકાર) ઇત્યાદિ.
  9. ભારતની વિદેશનીતી – આંતરરાષ્ટ્રીય સંબંધો- મહત્વની સંસ્થાઓ, એજંસી, વિવિધ સંગઠનો, તેમનું માળખુ અને અધિકૃત આદેશ.
  10. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.

(ઘ) સામાન્ય બૌધ્ધિક ક્ષમતા.

GPSC Syllabus in Gujarati resoning
  1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
  3. સંબંધ્ક વિષયક પ્રશ્નો.
  4. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
  5. ઘડિયાળ, કેલેંડર અને ઉંમર સંબધિત પ્રશ્ન.
  6. સંખ્યા વ્યવસ્થા અને તેના માપક્રમ.
  7. રૈખિક સમીકરણ (એક કે બે ચલમાં)
  8. પ્રમાણ, હિસ્સો અને ચલ.
  9. સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
  10. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘણમૂળ, ગુ. સા.અ. અને લ.સા.અ.
  11. ટકા, સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
  12. સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
  13. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતી, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ઘરાવતો ઘન, ઘન, સિલિંડર, શંકુ આકાર, ગોળાકાર)
  14. રેખા, ખુણા અને સામાન્ય ભૌમિતિક આકૃતિઓ-સાદી કે ત્રાંસી સમાંતર રેખાઓના ગુણધર્મો, ત્રિકોણની સાપેક્ષ બાજુઓના માપનના ગુણધર્મો, પાયથાગોરસનો પ્રમેય, ચતુર્ભુજ, લંબગોળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમભુજ ચતુષ્કોણ.
  15. બીજગણિતનો પરિચય-BODMAS-કાનોભાગુવઓ-વિચિત્ર પ્રતિકોની સરળ સમજુતી.
  16. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેશણ, માહિતીની પર્યાપ્તા, સંભાવના.
Read Also:

સામાન્ય અભ્યાસ-2

(ક) ભારતીય અર્થતંત્ર અને આયોજન

GPSC Syllabus in Gujarati economy of india
  1. સ્વતંત્રતાના પર્વ ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ- ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફાર. સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ: ઉદેશ્યો, બંધારણ અને કાર્યો.
  2. કૃષિ ક્ષેત્ર: મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહો, સિંચાઈ, સંસ્થાકીય માળખું- ભારતમાં જમીન સુધારણા; ઓ કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો –  કૃષિ નીપજક અને ઉત્પાદનોની ભાવનીતિ;  કૃષિ અને ઉદ્યોગો વચ્ચે વેપારની શરતો; કૃષિવિતીય નીતી;  કૃષિ વેચાણ અને સંગ્રહ;  ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા,  હરિત ક્રાંતિ, ટકાવ ખેતી અને જૈવિક ખેતી  માટેની નીતિ.
  3. ઔદ્યોગિક નીતિ; જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી; ખાનગીકરણ અને વિનીવેશીકરણની ચર્ચા ; ઔદ્યોગિકરણ ની વૃદ્ધિ અને તરેહો; નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર; ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા; ખાસ આર્થિક વિસ્તાર (SEZ)  અને ઔદ્યોગિકીકરણ, વિદેશી મૂડી રોકાણ અને સ્પર્ધાની નીતિ.
  4. ભારતીય અર્થતંત્રમાં અંતર માળખું: આંતરમાળખાકીય સુવિધાઓ નો અર્થ અને મહત્વ –  પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી- વિજ્ઞાન અને ટેકનોલોજી- ગ્રામીણ અને અંતર માળખાગત સુવિધાઓ- બંદરો, માર્ગ, હવાઈમથકો, રેલવે, ટેલીકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ.
  5. સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહો-વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ-શહેરી સ્થળાંતર, સક્ષરતા, પ્રાદેશિક;  ગરીબી અને અસમાનતાનું  માળખું અને વલણો;  બેકારી-વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ. વિકાસના નિર્દેશકો- જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક, રાષ્ટ્રીય સૂખાકારી આંક.
  6. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા; ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો. તાજેતરના રાજકોષીઓ અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો. વસ્તુ અને સેવા કર(GST) :  ખ્યાલ અને સૂચિતાર્થો.
  7. ભારતના વિદેશ વેપારના વલણો, સંરચના, માળખું અને દિશા.  સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ.
  8. ગુજરાતનો અર્થતંત્ર- એક અવલોકન;  ગુજરાતમાં સામાજિક ક્ષેત્ર: શિક્ષણ, આરોગ્ય, અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ, કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધનો, ખાણ,  ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની  નીતિઓ – એક મૂલ્યાંકન . 

(ખ) ભૂગોળ

GPSC Syllabus in Gujarati
  1. સામાન્ય ભૂગોળ:  સૂર્ય મંડળ ના ભાગરૂપ પૃથ્વી,  પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંઘટન,  આબોહવાના તત્વ અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીઓ સંસાધનો.
  2. ભૌતિક ભૂગોળ:  ભારત,  ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં :  મુખ્ય પ્રાકૃતિક વિભાગો,  ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
  3. સામાજિક ભુગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમુહ, ભાષાકીય સમુહ, ગ્રામીણ-શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થાળાંતર, મહાનગરીય પ્રદેશો. 
  4. આર્થિક ભુગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો; કૃષિ ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઇંધણ (બળતણ) અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.

(ગ) વિજ્ઞાન અને ટેકનોલોજી

GPSC Syllabus in Gujarati science and technology
  1. વિજ્ઞાન અને ટેકનોલોજી; વિજ્ઞાન અને ટેકનોલોજી નું સ્વરૂપ અને ક્ષેત્ર,  રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય  વૈજ્ઞાનિકોનું યોગદાન. 
  2. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી,આઈસીટી નું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ  આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઇ- ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, નેટિક્વેટ્સ, સાયબર સિક્યુરિટીની ચિંતા, નેશનલ સાઇબર ક્રાઇમ પોલીસી.
  3. અંતરીક્ષ/ અવકાશ સંરક્ષણ સેવાઓમા ટેકનોલોજી:  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ. ઈસરો -તેની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો,  દૂરસંચાર માટે ઉપગ્રહ, ઇન્ડિયન રિજીયોનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઈ,ટ ભારતીય મિસાઈલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહો, એજ્યુસેટ, ડીઆરડીઓ –  વિઝન મિશન અને પ્રવૃત્તિઓ.
  4. ઊર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા: ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ,  ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતની ઊર્જાનીતિ-  સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
  5. ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતા:  ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ(NSG),  ભારતની પરમાણુ હથિયાર નીતિ,  ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રીન ઓફ ઇન્ડિયા,  પરમાણુ  અપ્રસાર નીતિ (NPT) કોમ્પ્રેહેંસીવ ટેસ્ટ બાન ટ્રીટી (CTBT), ફીસાઇલ મટેરિયલ કટ ઓફ ટ્રીટી (FMCT), કોંફરંસ ઓન ડિસાઅર્મામેંટ (CD),  ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ (NSS)  અને ભારત.
  6. પર્યાવરણ વિજ્ઞાન:  પર્યાવરણને લગતા મુદ્દાઓ અને નિસ્બત, તેમના કાયદાકીય પાસા,  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ,  બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) તેનું મહત્વ અને નિસ્બત,  ક્લાઈમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો (નીતિઓ અને પ્રોટોકોલ)  તથા ભારતની પ્રતિભદ્ધતા,  વન અને વન્યજીવન –  વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું.  પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી (તાપ વૃદ્ધિ) ક્લાયમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.  બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી ના સ્વરૂપ,  ક્ષેત્ર અને ઉપયોગ/અમલ; નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જીનેટીક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ તથા તેની માનવ જીવન પર અસર.  સ્વસ્થ્ય અને પર્યાવરણ.

(ઘ) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની મહત્વની સાંપ્રત ઘટનાઓ

online exam examconnect
online exam

મિત્રો, આપણે જીપીએસસી પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ વિશે વિગતે માહિતી મેળવી છે. પરીક્ષામાં પાસ થવા માટેની આ બ્લુપ્રિંટ છે. અભ્યાસક્રમની પ્રિંટ કાઢીને તેને કંઠ્સ્ઠ કરી લેવો જેથી જ્યારે આપ વાંચન કરો તો દરેક મુદ્દા ધ્યાનમાં રહે અને આપ પરીક્ષાલક્ષી વાંચન કરી શકો. આ સિવાય આપ વાંચન કર્યા બાદ અમારી ફ્રી મોકટેસ્ટની સહાયથી તૈયારી વધુ મજબૂત બનાવી શકશો.

Leave a Reply