Quick Summary : TAT-HS જાહેરનામું 2026
- પરીક્ષાનું નામ: શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬.
- કોણ આપી શકે: જેમને ધોરણ ૧૧ અને ૧૨ માં શિક્ષક બનવું છે તેમના માટેની આ પાત્રતા પરીક્ષા છે.
- ફોર્મ ભરવાની તારીખ: ૧૦ ફેબ્રુઆરી થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬.
- પરીક્ષાના તબક્કા: બે તબક્કા (પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા).
- વેબસાઇટ: ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વની વિગતો (TAT-HS Notification 2026 : Key Highlights)
| વિગત | માહિતી |
| જાહેરનામાં તારીખ | ૦૫/૦૨/૨૦૨૬ |
| આયોજક | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
| સ્તર | ઉચ્ચત્તર માધ્યમિક (ધોરણ ૧૧ અને ૧૨) |
| પ્રાથમિક પરીક્ષા | ૨૯/૦૩/૨૦૨૬ |
અગત્યની તારીખો (Important Dates)
| કાર્યક્રમ | તારીખ |
| ઓનલાઇન ફોર્મ ભરવાનો સમય | ૧૦/૦૨/૨૦૨૬ થી ૧૯/૦૨/૨૦૨૬ |
| ફી ભરવાનો સમય | ૧૦/૦૨/૨૦૨૬ થી ૨૦/૦૨/૨૦૨૬ |
| પ્રાથમિક પરીક્ષા (MCQ) | ૨૯/૦૩/૨૦૨૬ |
| મુખ્ય પરીક્ષા (લેખિત) | મે – ૨૦૨૬ (સંભવિત) |
મહત્વની લિંક: Links
- ઓફિસિયલ નોટિફિકેશન : ક્લિક કરો.
- અરજી કરવા માટેની લિંંક : ક્લિક કરો.
- ઓફિસિયલ વેબસાઇટ: ક્લિક કરો.
કોણ ફોર્મ ભરી શકે? (Eligibility)
૧. શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે જે તે વિષયમાં અનુસ્નાતક (Post-Graduate) અને B.Ed. અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- જે વિદ્યાર્થીઓ અત્યારે (૨૦૨૫-૨૬) અનુસ્નાતક કે B.Ed. ના છેલ્લા વર્ષમાં ભણે છે, તેઓ પણ આ ફોર્મ ભરી શકશે.
૨. વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ.
પરીક્ષા ફી (Application Fee)
- સામાન્ય (General) કેટેગરી: ૫૦૦ (પાંચસો) રૂપિયા.
- SC, ST, SEBC, EWS, PH કેટેગરી: ૪૦૦ (ચારસો) રૂપિયા.
આ પણ વાંચો : GSSSB CCE Notification 2026
પરીક્ષાની પદ્ધતિ (Exam Pattern)
૧. પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam):
- આ ૨૦૦ ગુણની પરીક્ષા હશે જેમાં ૧૦૦ ગુણ સામાન્ય અભ્યાસના અને ૧૦૦ ગુણ તમારા વિષયના હશે.
- દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ માર્ક કાપવામાં આવશે (નેગેટિવ માર્કિંગ).
૨. મુખ્ય પરીક્ષા (Mains Exam):
- પ્રાથમિક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકશે.
- આ લેખિત (વર્ણનાત્મક) પરીક્ષા હશે, જેમાં ભાષા અને વિષયવસ્તુના બે પેપર હશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How to Apply)
૧. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
૨. “Apply Online” પર ક્લિક કરી TAT (Higher Secondary) – 2026 નું ફોર્મ પસંદ કરો.
૩. તમારી બધી વિગતો સાચી રીતે ભરો.
૪. તમારો ફોટો અને સહી (Signature) અપલોડ કરો (૧૦ kb થી વધુ સાઇઝ ન હોવી જોઈએ).
૫. બધી વિગતો તપાસીને ફોર્મ Confirm કરો. કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
૬. છેલ્લે ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરો.