જીપીએસસી રાજ્યવેરા નિરિક્ષકનો પગાર (GPSC STI Salary) શું હોય છે

GPSC STI Salary
GPSC STI Salary
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:August 14, 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્ય વેરા નિરિક્ષકની ભરતી કરવામાં આવતી હોય છે. ઘણા ભાઇઓ-બહેનોને રાજ્ય વેરા નિરીક્ષકના પગાર (GPSC STI Salary) વિશે જાણવાની ઉત્સુકતા થતી હોય છે. આપણે આ આર્ટિકલના માધ્યમથી રાજ્ય વેરા નિરીક્ષકના પગાર, જોબ પ્રોફાઇલ, તેમજ ભવિષ્યમાં થનાર બઢતી (STI Promotion), તેમજ આ પરીક્ષાને તૈયારી કરવા સંબંધિત તમામ બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

રાજ્ય વેરા નિરિક્ષકનો પગાર (GPSC STI Salary)

  • મિત્રો આપને કદાચ ખબર હશે કે ગુજરાતમાં વર્ગ-1 અને 2 માં બે વર્ષનો પ્રોબેશન સમય હોય છે. જ્યારે વર્ગ-3 માટે 5 વર્ષનો ફિક્સ પગાર (Fix Salary) હોય છે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પોસ્ટ છે. માટે આ પોસ્ટ માટે પણ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર હોય છે.
  • રાજ્ય વેરા નિરીક્ષકનો 5 વર્ષ સુધીનો ફિક્સ પગાર 49600/- રૂપિયા હોય છે. અગાઉ 38900/- પગાર ચુકવવામાં આવતો હતો પરંતુ વર્ષ 2023 થી આ પગારને વધારીને રૂ. 49400/- રાજ્ય વેરા નિરીક્ષકને પગાર ચુકવવામાં આવે છે. ગુજરાતમાં રાજ્ય વેરા નિરીક્ષક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસર જેવી જગ્યાઓ સુપર ક્લાસ 3 તરીકે ગણવામાં આવતી હોય છે. જેનો પાંચ વર્ષ સુધી રૂ. 49600/- પગાર હોય છે.
  • પાંચ વર્ષના ફિક્સ પગાર બાદ આપને નિયમિત પગાર ધોરણમાં સમાવી લેવામાં આવે છે. અને સરકારના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ પગાર અને ભથ્થા આપવામાં આવે છે.
  • દા.ત. જો આપ સુરતમાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે નોકરી કરો છો તો નિયમિત પગાર ધોરણમાં આપનો પગાર આ મુજબ રહેવાપાત્ર છે. બેઝિક 39900 થી 126600 સુધી હોય છે. આ સિવાય આ પગાર પર આપને મોંઘવારી ભથ્થુ (DA), ઘરભાઢા ભથ્થુ (HRA), ટ્રાંસફર અલાઉંસ (TA), CLA, મેડિકલ અલાઉંસ (MA) વગેરે મળે છે.
  • નિયમિત પગાર ધોરણમાં આપ 5 વર્ષ પછી જઈ શકશો પરંતુ આ પહેલા આપે પુર્વસેવા તાલીમાંત પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યારબાદ જ આપ નિયમિત પગાર ધોરણ મેળવી શકશો. તે સિવાય જો આપ પુર્વસેવા તાલીમાંત પરીક્ષા નિયત કરેલ સમયમાં પાસ ન કરશો તો બની શકે કે નોકરી પણ ગુમાવવી પડે !
  • મિત્રો એક વાર આપ નિયમિત પગાર ધોરણમાં આવી ગયા બાદ આપને દર વર્ષે 3% પગાર વધારો મળે છે. જેને સરકારી ભાષામાં ઇજાફો (Increment) કહેવામાં આવે છે. જે આપના છેલ્લા બેઝિકના 3% હોય છે.
  • આ સિવાય દર વર્ષે આપને 8% જેટલું મોંઘવારી ભથ્થુ મળે છે.

રાજ્ય વેરા નિરિક્ષક જોબ પ્રોફાઇલ (GPSC STI Job Profile)

GPSC STI Salary
GPSC STI Salary

રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી રાજ્ય વેરા ખાતુ કરે છે. જેને આપણે સ્ટેટ ગુડઝ એંડ સર્વિસ ટેક્ષના નામથી ઓળખીએ છીએ. આ પોસ્ટની જોબ પ્રોફાઇલ નીચે મુજ્બ છે.

  • રાજ્ય વેરા નિરીક્ષકની જોબમાં 50% ફિલ્ડ વર્ક કરવાનું હોય છે. જીએસટી નંબર માટે અરજી કરનાર વેપારીના ધંધાના સ્થળની મુલાકાત લેવાની હોય છે. જેમાં વેપારીએ ધંધાના સ્થળ સંબંધિત દર્શાવેલ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે. તેમજ સ્થળને નેગેટિવ કે પોઝિટિવ રિમાર્ક્સ સાથે ઉપલા અધિકારીને સબમિટ કરવાની હોય છે.
  • કચેરીમાં ઓડિટની કામગીરી કરવાની હોય છે. રિટર્ન સ્કૃટિની, જીએસટી રિફંડની ચકાસણી કરવાની કામગીરી કરવાની હોય છે.
  • આ સિવાય જીએસટી ડિફોલ્ટરના કેસમાં મોનિટરીંગ રાખવાની કામગીરી, કરદાતા સમયસર ટેક્ષ ભરે તેની તકેદારી રાખવાની હોય છે. કોઇ વેપારી ડિફોલ્ટર હોય તો તેને નોટિસની કામગીરી રાજ્ય વેરા નિરીક્ષક કરતા હોય છે. બેંક ખાતુ એટેચમેંટ કરવાથી લઈને તેને રિલિઝ કરવા સુધીની કામગીરીમાં રાજ્ય વેરા નિરીક્ષક જોડાતા હોય છે.
  • આ સિવાય ઉપરી અધિકારીએ આપેલ જીએસટી સંબંધિત તમામ કામગીરી પણ રાજ્ય વેરા નિરીક્ષક કરતાં હોય છે.
  • રાજ્ય વેરા નિરીક્ષક સ્થળ તપાસની કામગીરી(રેડ) કરતાં હોય છે.

રાજ્ય વેરા નિરિક્ષકની બઢતી (GPSC STI Promotion)

રાજ્ય વેરા નિરીક્ષક સુપર ક્લાસ 3 ની નોકરી છે. આ પોસ્ટમાં પાંચ વર્ષની સંતોષકારક નોકરી કર્યા બાદ આપ નિયમિત પગાર ધોરણ્માં આવો છે. અને જો આપ વર્ગ-2 રાજ્ય વેરા અધિકારીની ખાતાકીય પરીક્ષા પાસ કરી હશે. તો આપને રાજ્ય વેરા અધિકારી તરીકે પ્રોમોશન મળશે. આપ સીધા વર્ગ-2 રાજ્યપત્રિત અધિકારી તરીકે પ્રોમોશન પામશો.

આ જોબ માં આપને 4600ના ગ્રેડ પે મુજબ પગાર ચુકવવામાં આવે છે. આપનો પગાર શરૂઆતનો પગાર 75000/- જેટલો હોય છે.

મિત્રો આપ આ પરીક્ષા સંબંધિત કોઇ પણ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરીને માહિતી મેળવી શકશો.

GPSC STI Vacancy 2024

GPSC Detailed Notification 2024

Detailed STI Syllabus PDF Download

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

મિત્રો આશા રાખુ છુ આ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આપ આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આ સિવાય જો આપ ફ્રી મોકટેસ્ટ આપવા માંગો છો ઉપર આપેલ લિંક પર ક્લિક કરીને માહીતી મેળવી શકશો.

Leave a Reply