કેન્દ્ર સરકાર દ્વારા યુનિફાઇડ પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવી, જાણો મહત્વની બાબતો. (UPS in Gujarati)

You are currently viewing કેન્દ્ર સરકાર દ્વારા યુનિફાઇડ પેન્શન સ્કિમ  લાગુ કરવામાં આવી, જાણો મહત્વની બાબતો. (UPS in Gujarati)
UPS in Gujarati
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:August 25, 2024

કેન્દ્ર સરકાર દ્વારા “યુનિફાઇડ પેન્શન સ્કિમ” (UPS in Gujarati) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં તેમજ રાજ્યોમાંથી સરકારી કર્મચારીઓ દ્વારા OPS (Old Pension Scheme) લાગુ કરવા માટે ઘણા લાંબા સમયથી આંદોલનો થઈ રહ્યા હતા. હાલ આ બાબતે સરકારી કર્મચારીના હિતમાં કેંદ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

હાલમાં કેન્દ્ર સરકારમાં 23 લાખ કર્મચારીઓ છે. તેમજ રાજ્ય સરકારોના મળીને 90 લાખ સરકારી કર્મચારીઓ છે. જેઓને આ સ્કિમનો લાભ મળશે. આ સ્કિમ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

UPS Scheme શું છે ?, આ સ્કિમ OPS (Old Pension Scheme) અને પ્રવર્તમાન NPS ( New Pension Scheme) થી કઈ રીતે અલગ પડે છે. તે તમામ વિગતો વિશે નીચે મુજબ છે.

યુનિફાઇડ પેન્શન સ્કિમ (UPS in Gujarati)

યુનિફાઇડ પેન્શન સ્કિમમાં મુખ્ય પાંચ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સ્કિમમાં પેંશનને Assured કરવામાં આવેલ છે.

  1. એશ્યોર્ડ પેન્શન: 25 વર્ષની સેવા નિવૃતિ બાદ આનો લાભ મળશે. જેમાં છેલ્લા 12 મહિનાના બેસિક પગારના સરેરાશના 50% પેન્શન રૂપે મળશે. દા.ત. છેલ્લા 12 મહિનાનો બેસિક પગાર 50000/- થાય છે. તો 50000/- ના 50% 25000/- પેન્શન મળશે. તેમજ પ્રવર્તમાન મોંઘવારી ભથ્થુ પણ મળશે. હાલમાં 50% મોંંઘવારી ભથ્થુ છે.
  2. એશ્યોર્ડ ફેમિલી પેન્શન: નિવૃત કર્મચારીના મૃત્યુ પહેલાના મળતાં પેંશનની 60% રકમ ફેમિલી પેન્શન મળશે.
  3. મિનિમમ પેન્શન: લઘુતમ 10 વર્ષની નોકરી કરી હશે તો ઓછામાં ઓછા રૂ. 10000/- નું પેન્શન મળશે.
  4. મોંઘવારી રાહત: ઓલ ઇંડિયા કંઝ્યુમર પ્રાઇસ ઇંડેક્ષ પર આધારિત સરકારી કર્મચારીઓને મોંઘવારી રાહત નો પણ લાભ મળશે. સામાન્ય રીતે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. 4-4 ટકાની મર્યાદામાં 8 ટકા હોય છે.
  5. લમ્પસમ લાભ : નિવૃતિ બાદ ગ્રેજ્યુટી ઉપરાંત લમ્પસમ રકમ પણ મળશે. નોકરીના દર 6 મહિના પુરા થતા તેમા પગાર અને ડીએના 1/10 ભાગનો ઉમેરો થશે. આ માટે કર્મચારી પર કોઇ પણ આર્થિક ભાર નહીં આવે.
UPS in Gujarati

યુનિફાઇડ પેન્શન સ્કિમ (Unified Pension Scheme) વિશેની રસપ્રદ બાબતો:

  • આ સ્કિમ પેંશનની એશ્યોરિટી આપે છે.
  • ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી પછી પણ ફિક્સ પેંશન મળશે. એટલે કે 10-25 વર્ષની વચ્ચે સેવા નિવૃત થનાર સરકારી કર્મચારીઓને ફિક્સ પેન્શનની જોગવાઇ છે.
  • ફેમીલી પેંશન મળવાપાત્ર રહેશે.
  • ગ્રેજ્યુટી તેમજ લમ્પસમ રકમની જોગવાઇઓ છે.

નવી પેનશન સ્કિમ (NPS- New Pension Scheme)

હાલમાં અમલમાં રહેલ નવી પેન્શન સ્કિમ (NPS) 1 જાન્યુઆરી 2024 થી શ્રી અટલ બિહારી વાજપેયી ની સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ હતી. આ સ્કિમ વિશેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

  • આ સ્કિમ Funded હતી એટલે કે કર્મચારીના પગારમાંથી અમુક ટકા પગાર દર મહિને કાપવામાં આવતો તેની સામે સરકાર તેટલીજ રકમ આપતી હતી. દા.ત. કોઇ કર્મચારી નો પગાર 100000/- છે. અને તેઓ 10% પ્રમાણે 10000/- એનપીએસના કપાય છે. જેની સામે સરકાર 10000/- આપે છે. કુલ 20000/- એનપીએસમાં જમા થાય છે..
  • આ પુનરાવર્તન કર્મચારીના નિવૃતિ સુધી ચાલુ રહેશે.
  • નિવૃતિ બાદ સરકાર કર્મચારીને કુલ રકમના 60% આપે છે, જ્યારે 40% રકમ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.
  • આ પેન્શન સંપૂર્ણ માર્કેટ આધારિત છે. કર્મચારીઓ દ્વારા રોકવામાં આવતી રકમ તેઓ દ્વારા આપવામાં આવેલ વિકલ્પરૂપેની કંપનીઓમાં રોકવામાં આવે છે. આ કંપનીઓ અલગ અલગ ફંડમાં આ રકમનું રોકાણ કરે છે અને તેમને મળેલ બેનિફિટના આધારે સરકારી કર્મચારીને કેટલું પેંશન મળશે તે નક્કી થાય છે.
  • ઉપરોક્ત બાબત પરથી જાણવા મળે છે. કે આ સ્કિમ એશ્યોરિટી નથી. તેમજ પોતાન પગારના રૂપિયા આપવા પડતા હતાં માટેજ આ સ્કિમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

ઓલ્ડ પેન્શન સ્કિમ (OPS – Old Pension Scheme)

  • આ સ્કિમમાં છેલ્લા બેસિક પગારના 50% + ડીએ આપવામાં આવે છે.
  • લઘુતમ 20 વર્ષની સેવા બાદ આ યોજનાનો લાભ મળે છે.
  • વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ મળે છે.
  • આ પેન્શન Unfunded છે. સરકાર પોતાની તિજોરીમાંથી આપે છે. કર્મચારીઓ પાસે કોઇ પણ પ્રકારનું કંટ્રિબ્યુશન લેવામાં આવતુ નથી.
  • ટુંકમાં પેન્શન અનફંડેડ તો છે જ સાથે એશ્યોર્ડ પણ છે. તેમજ કર્મચારીઓ આર્થિક બોજ રહિત છે.

ટીવી સોમનાથન કમિટી અને યુનિફાઇડ પેન્શન સ્કિમ

  • ઓલ્ડ પેંશન સ્કિમને ફરીથી લાગુ કરવાના આંદોલનના ભાગરૂપે વર્ષ 2023 માં નરેંદ્ર મોદીના સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવે છે. જેના ચેરપર્સન તત્કાલિન કેબિનેટ સેક્રેટરી ટીવી સોમનાથન છે.
  • આ કમિટી દ્વારા અલગ અલગ સ્ટેટ અને સંસ્થાઓ સાથે 100 થી વધુ મિટિંગ્સ કરવામાં આવી હતી.
  • તેના ભાગરૂપે યુનિફાઇડ પેન્શન સ્કિમને લાગુ કરવામાં આવેલ છે.

છેલ્લા 2-3 વર્ષમાં બિન ભાજપા શાસિત રાજ્ય જેવા કે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં ઓલ્ડ પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવી ત્યારથી વર્તમાન સરકાર પર ઓલ્ડ પેંશન સ્કિમ લાગુ કરવા માટેના આંદોલનો ખુબજ ઉગ્ર બન્યા હતા. તમજ હાલમાં 2024 ના સામાન્ય લોકસભા ચુંટણી ના પરિણામોમાં વિપક્ષની મજબુતાઇ પણ જવાબદાર છે. સાથો સાથો અગામી મહારાષ્ટ્ર, જમ્મુ કશ્મિર, હરિયાણા, ઝારખંડની વિધાનસભાની ચુંટણીઓ આવનાર છે. સરકાર આ ચુંટણીઓમાં રિસ્ક લેવા માંગતી નથી તેવા પણ સમાચાર વહેતા થયા છે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

સમાપન: આપણે સરકારી કર્મચારીઓના પેન્શન સ્કિમ સબંધિત જરૂરી માહિતીને જાણી છે. તમારા મતે આ ત્રણેય પેંશન સ્કિમ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. તે અંગે કોઇ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો.

FAQs: Unified Pension Scheme

UPS નું પુરુ નામ છે ?

Unified Pension Scheme – યુનિફાઇડ પેન્શન સ્કિમ

યુનિફાઇડ પેંશન સ્કિમમાં ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જરૂરી છે ?

ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી હોવી જરૂરી છે.

યુનિફાઇડ પેન્શન સ્કિમમાં ઓછામાં ઓછા કેટલુ પેંશન એશ્યોર્ડ છે ?

10000/-

યુનિફાઇડ પેંશન સ્કિમ માં ફેમિલી પેંશન છે ?

હા, નિવૃત કર્મચારીના છેલ્લા પેંશનના 60% પેંશનની જોગવાઇ છે.

Leave a Reply