Gujarat Education Department 10 Years Recruitment Calander : હાલમાં શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી કેલેન્ડર અનુસાર વર્ષ 2024 થી વર્ષ 2033 સુધી કુલ 97227 જેટલી વિવિધ જગ્યાઓમાં ભરતી કરવામાં આવનાર છે. આ કેલેન્ડર મુજબ શિક્ષકોનું કુલ 63615 જેટલી ભરતી કરવામાં આવશે. ચાલો વિગતવાર માહિતી મેળવીએ.
Gujarat Education Department 10 Years Recruitment Calander Declaired.
શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓની કુલ 97227 જેટલી જગ્યાઓ માટે 10 વર્ષનું ભરતી કેલેંડર જાહેર કરેલ છે.
આ દસ વર્ષના સમયગાળા દરમિયાન કુલ 54215 જેટલા કર્મચારીઓ નિવૃત થનાર છે. જેથી આ તમામ ખાલી જગ્યાઓ ઉપરાંત ખાલી રહેલ મહેકમ તેમજ નવુ ઊભુ થનાર મહેકમ મળી તમામ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવનાર છે.
સૌથી વધુ ધોરણ 1 થી 5 માં એટલે કે પ્રાથમિક શાળાઓમાં કુલ 63615 જેટલી ખુબ મોટા પ્રમાણમાં ભરતી થનાર છે. જેથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે પીટીસીની ફરી બોલબાલા આવશે. અને ખુબ જ મોટ પાયે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમાં પ્રવેશ મેળવશે.
આ ભરતી કેલેન્ડર 2 બેઠકમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગના અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતાં.
પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મળી કુલ 94253 જેટલી ભરતી કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી અને કોલેજોમાં કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનની કચેરી દ્વારા પ્રિંસિપાલ, આસિસ્ટંટ પ્રોફેસર, પિટીઆઇ અને લેબ આસિસ્ટંટ મળી કુલ 771 જગ્યાઓ ભરવામાં આવશે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ભરતી

પદનું નામ | સંખ્યા |
DEO-DPEO વર્ગ-1 | 40 |
TPEO | 83 |
કેળવણી નિરીક્ષક વર્ગ-2 | 523 |
શ્રેયાન અધિક્ષક વર્ગ-2 | 6 |
મ. કેળવણી નિરીક્ષક | 503 |
હેડ ક્લાર્ક | 84 |
સિનિયર ક્લાર્ક | 195 |
જુનિયર ક્લાર્ક | 1219 |
સરકારી માધ્યમિક શિક્ષક | 1788 |
સરકારી ઉ.મા. શિક્ષક | 2114 |
પ્રાથમિકના મુખ્ય શિક્ષક | 547 |
ધોરણ.1 થી 5 માં શિક્ષક | 63615 |
ધોરણ.6 થી 8 માં શિક્ષક | 20223 |
સ્પેશિયલ એજ્યુકેટર્સ | 2810 |
સિનિયર લેક્ચરર વર્ગ-2 | 59 |
લેક્ચરર વર્ગ-3 | 441 |
ઉચ્ચ અને ટેકનિકલ વિભાગમાં થનારી ભરતી
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં થનારી ભરતી | |
પ્રોફેસર | 18 |
એસો.પ્રોફેસર | 2 |
આસિ.પ્રોફેસર | 387 |
લેક્ચરર | 526 |
લેબ.આસિસ્ટન્ટ | 286 |
ઈન્સ્ટ્રકટર | 427 |
હેડ ક્લાર્ક | 26 |
સિનિયર ક્લાર્ક | 83 |
જુનિયર ક્લાર્ક | 2103 |
કુલ | 2103 |
ઉચ્ચ શિક્ષણમાં થનારી ભરતી
પ્રિન્સિપાલ વર્ગ-1 | 38 |
એસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-2 | 601 |
PTI વર્ગ-3 | 35 |
લેબ આસિસ્ટન્ટ વર્ગ-3 | 97 |
કુલ | 771 |
વર્ષ મુજબ કેટલી જગ્યાઓ ભરાશે તેની વિગતો
વર્ષ પ્રમાણે કેટલી જગ્યામાં ભરતી કરાશે ? | |
2024 | 16,700 |
2025 | 12,955 |
2026 | 6,528 |
2027 | 6,066 |
2028 | 5,541 |
2029 | 654 |
2030 | 8,274 |
2031 | 8,402 |
2032 | 18,487 |
2033 | 16,560 |
મહત્વની લિંક
Read Also :
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. અન્ય મિત્રો સુધી પણ પહોંચાડશો. આ બ્લોગ પર સરકારી ભરતી અને ફ્રી સ્ટડી મટિરિયલ્સ તેમજ વિવિધ ફ્રી મોકટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેનો પણ આપ લાભ ઉઠાવી શકો છો.
