Gujarat Police Bharti 2024

You are currently viewing Gujarat Police Bharti 2024
Gujarat Police Bharti 2024

મિત્રો, Gujarat Police Bharti 2024 ની જાહેર સીધી ભરતી માટેનુંં પોલીસ ભરતી બોર્ડનું વિગતવાર નોટિફિકેશન આવી ગયુંં છે. ગુજરાત પોલીસ ભરતી 2024 માં કુલ 12472 જુદા જુદા સંવર્ગોમાં ભરતી કરવામાં આવનાર છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
ભરતી કરનાર ડિપાર્ટમેંટ ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જાહેરાત ક્રમાંક GPRB/202324/1
કુલ જગ્યાઓ 12472
સંવર્ગનું નામ પી. એસ. આઇ, કોન્સટેબલ, જેલ સિપાહી
ભરતીનું રાજ્ય ગુજરાત
અરજી કરવાની તારીખ 04/04/2024
અરજી કરવાની અંતિમ તારીખ 30/04/2024
અરજી કરવાની રીત ઓનલાઇન

Gujarat Police Bharti 2024 | Total Vacancies

અહીં અલગ અલગ સંવર્ગમાં જાહેર કરવામાં આવેલ કુલ જગ્યાઓની માહિતી આપવામાં આવેલ છે.

Gujarat Police Bharti 2024
ક્રમ સંવર્ગનું નામ ખાલી જગ્યાઓની વિગત
1બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(પુરુષ)316
2બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(મહિલા)156
3બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)4422
4બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(મહિલા)2178
5હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)2212
6હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
7હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ. આર. પી. એફ) (પુરુષ)1000
8જેલ સિપાહી (પુરુષ)1013
9જેલ સિપાહી (મહિલા)85
કુલ 12472

ઉપર મુજબની વિવિધ ભરતીઓમાં પાત્રતા ધરાવનાર ઉમેદવારો એ તારીખ 04/04/2024 ના રોજ બપોરના 15:00 કલાક થી 30/04/2024 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

મહત્વની લિંંક

ઓનલાઇન અરજી કરવા માટેના પોર્ટલ પર જવા ક્લિક કરો.

Lokrakshak Recruitment Board

Gujarat Police – Gujarat State Portal

Gujarati Police Bharati Detailed Notification

IPS Hasmukh Patel Twitter Handle

ઓનલાઇન અરજી કરવાની રીત.

Gujarat Police Bharti 2024

ઓનલાઇન અરજી કરતા પહેલા દરેક ઉમેદવારોએ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચી લેવાનું રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં પોતાનું અટક, નામ અને પિતાનું નામ ધોરણ-12 ની છેલ્લી માર્કશીટ મુજબ દર્વાવવાનું રહેશે.
  • જે ઉમેદવાર ફ્ક્ત PSI કેડરમાં અરજી કરવા માંગતા હોય તેઓએ ઓનલાઇન અરજીમાં PSI Cadre પસંદ કરવુ. તેજ પ્રમાણે ફક્ત લોકરક્ષક કેડરમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ અરજીમાં Lokrakshak cadre પસંદ કરવું અને જો બંને કેડરમાં અરજી કરવા માંગતા હોય તો (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
  • અનામતનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ તેમને સંબંધિત પ્રવર્તમાન નિયમો અનુસાર અરજી કરવાની હોય છે.
  • ઓનલાઇન અરજી કરવા માટે આપનો તાજેતર નો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીની 15 KB થી સાઇઝથી ઓછી હોય તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાની હોય છે.

Gujarati Vyakaran for all Exams 2024

Read Also:

વયમાર્યાદા:

ક્રમ સંવર્ગનું નામ વયમર્યાદાશૈક્ષણિક લાયકાત
1બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(પુરુષ)લઘુતમ-21 વર્ષ અને વધુમાં વધુ – 35 વર્ષ (તા. 30/04/1089 થી તા. 30/04/2003 સુધી જન્મેલ)સ્નાતક અથવા સરકારે માન્ય કરેલ સ્નાતક સમકક્ષ અભ્યાસક્રમ
2બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(મહિલા)લઘુતમ-21 વર્ષ અને વધુમાં વધુ – 35 વર્ષ (તા. 30/04/1089 થી તા. 30/04/2003 સુધી જન્મેલ)સ્નાતક અથવા સરકારે માન્ય કરેલ સ્નાતક સમકક્ષ અભ્યાસક્રમ
3બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
4બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર(મહિલા)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
5હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
6હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
7હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ. આર. પી. એફ) (પુરુષ)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
8જેલ સિપાહી (પુરુષ)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ
9જેલ સિપાહી (મહિલા)લઘુત્તમ-18 વર્ષ અને મહત્તમ -33 વર્ષ (તા. 30/04/1991 થી 30/04/2004 સુધી જન્મેલ)ધોરણ-12 અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ અભ્યાસક્રમ

વયમર્યાદામાં છુટછાટ

  • ST, SC, SCBC, EWS ના ઉમેદવારોઅને ઉપલી વયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવા માટે વધુ પાંચ વર્ષની છુટ મળશે.
  • આ સિવાય તમામ મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છુટ મળશે. તેમજ મહિલાઓ કે જેઓ અનામત કક્ષામાં આવે છે તેમને 10 વર્ષની છુટ મળશે.

કોમ્પ્યુટરનું જ્ઞાન

  • કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવુ જરૂરી છે. અને તેનું પ્રમાણપત્ર હોવુ જોઇશે.
  • આ સિવાય ડિપ્લોમા, ધોરણ-10 કે 12 માંં કોમ્પ્યુટર વિષય હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે.

આ સિવાય નાગારિકતા, એસ.સી.બી.સી, અને આર્થિક રીતે નબળા વર્ગોએ પ્રવર્તમાન નિયમો અનુસાર અરજી કરવાની રહેશે.

શારીરિક ધોરણો (લઘુતમ)

મિત્રો, આપ પોલીસ ભરતીમાં જવા માંગો છો તો એ માટે શારીરિક રીતે ફિટ હોવા પણ જરૂરી છે. તેથી પોલીસ ભરતી બોર્ડ દ્વારા નીચે મુજબની શારીરિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે.

પુરુષ વર્ગના ઉમેદવારો માટે શારીરિક ધોરણ:

Gujarat Police Bharti 2024

મહિલા વર્ગના ઉમેદવારો માટે શારીરિક ધોરણ:

મહિલા વર્ગના ઉમેદવારો માટેની શારિરીક લાયકાત નીચે મુજબ છે.

ઓનલાઇન અરજી કરવા માટેની ફી.

અ.નં.અરજીનો પ્રકાર ફી
1પી.એસ.આઇ કેડર100
2લોકરક્ષક કેડર 100
3 બંંને માટે 200
  • EWS, SC, ST, SEBC તથા માજી સૈનિકોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • પરીક્ષાની ફી ફક્ત ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે.

પરીક્ષા પધ્ધતિ:

પી.એસ. આઇ. અને લોકરક્ષક કેડર માટેની પરીક્ષા પધ્ધતિ નીચે મુજબ છે.

Gujarat Police Bharti 2024

પી.એસ.આઇ. કેડર

  1. ફિઝિકલ કસોટી (આ ફક્ત ક્વોલિફાઇગ રહેશે.)
  2. મુખ્ય પરીક્ષા

લોકરક્ષક કેડર

  1. ફિઝિકલ કસોટી (આ ફક્ત ક્વોલિફાઇગ રહેશે.)
  2. ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટટ

Gujarati Police bharati Syllabus 2024

Read Also.

તો મિત્રો, તૈયાર થઈ જાવો. વાંચવાની શરૂઆત કરી દો અને પોલીસ બનવાના સપનાને સાકાર કરવા તરફ આગળ વધો. મિત્રો, આ વેબસાઇટ પર પોલીસ ભરતી પરીક્ષા સંબંધિત ફ્રી સ્ટડી મટિરિયલ્સ આપવામાં આવેલ છે. તેમજ મોકટેસ્ટ પણ આપવામાં આવેલ છે. આપ વધુમાં વધુ આનો ફાયદો ઉઠાવીને પરીક્ષાને વધુ મજબુત બજાવી શકશો.

FAQs : Gujarat Police Bharti 2024

1. ગુજરાત પોલીસ ભરતી 2024 ના ઓનલાઇન ફોર્મ કઇ તારીખથી ભરાશે ?

તા. 04/04/2024

2. ગુજરાત પોલીસ ભરતી 2024 ની કુલ જગ્યાઓ કેટલી છે ?

12472 કુલ જગ્યાઓ છે.

3. ગુજરાત પોલીસ ભરતી 2024 ની પી. એસ.આઇ. ની પરીક્ષા પધ્ધતિ શુંં છે ?

પી. એસ. આઇ. ની પરીક્ષા બે સ્ટેપ્સમાં યોજવામાં આવશે. 1. ફિઝિકલ ટેસ્ટ 2. મુખ્ય પરીક્ષા (એમ.સી.ક્યુ અને વર્ણાત્મક)

4. ગુજરાત પોલીસ ભરતી 2024 ની અરજીની ફી કેટલી છે ?

પી.એસ.આઇ કેડર-100, લોકરક્ષક-100 અને બંનેમાં અરજી કરો તો 200 રૂપિયા ફી ઓનલાઇન ચુકવવાની થશે.

Leave a Reply