Gujarat Police Bharti 2024 syllabus

Gujarat Police Bharti 2024 Syllabus
Gujarat Police Bharti 2024 Syllabus

મિત્રો, ગુજરાતમાં પોલીસની ભરતી આવતા જ Gujarat Police Bharti 2024 Syllabus જાણવા માટે ઘણાં ભવિષ્યના પોલીસ ભાઇઓ બહેનો Google Search કરતાં હશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં પીએસઆઇ કેડર, લોકરક્ષક કેડર અને જેલ સિપાહી કેડર એમ ત્રણ કેડરની ભરતી અંતર્ગત અલગ અલગ અભ્યાસક્રમ આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઉપરોક્ત ત્રણે કેડર માંં સમાવેશ કરેલ Syllabus વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશુ. અને Syllabus ની તૈયારી કરવા માટે કયા પુસ્તકોનું વાંચન કરવુ જેવા અગત્યના સવાલના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશુ તો ચાલો શરૂઆત કરીએ.

પી. એસ.આઇ. કેડર નો અભ્યાસક્રમ (Gujarat Police Bharti 2024 Syllabus)

પી.એસ.આઇ. નો સિલેબસ સમજતા પહેલા તેની પરીક્ષાના મુખ્ય સ્ટેપ્સ વિશે ટુંંકમાં વાત કરીએ તો આ પરીક્ષા મુખ્ય બે સ્ટેજમાં (Physical Standard Test) છે. આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા (PSI Mains Exam) માં બેસવાની તક મળે છે. નીચે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે.

Gujarat Police Bharti 2024

Read More

પી. એસ.આઇ. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ (PSI Mains Exam Syllabus):

  • મુખ્ય પરીક્ષામાં કુલ 2 પ્રશ્નપત્ર હોય છે.
  • દરેક પ્રશ્નપત્રના ગુણ 300

પ્રશ્નપત્ર -1 જનરલ સ્ટડી (MCQ)

પાર્ટ-A

  • 100 ગુણ, 100 MCQ
  • 40% ક્વોલિફાઇંગ લઘુત્તમ માર્ક્સ
  • નેગેટિવ માર્કિંગ- 0.25. અને E વિકલ્પ
Sr.TopicMarks
1.Reasoning And Data interpretation50
2.Quantitative Aptitude50
Total Marks100

પાર્ટ-B

  • 100 ગુણ, 100 MCQ
  • 40% ક્વોલિફાઇંગ લઘુત્તમ માર્ક્સ
  • નેગેટિવ માર્કિંગ- 0.25 અને E વિકલ્પ
Sr.TopicMarks
1ભારતનું બંધારણ અને જાહેર વહીવટ25
2ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો25
3વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન25
4પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર25
100

પ્રશ્નપત્ર -2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણાત્મક):

  • કુલ ગુણ – 100
  • સમ 180 મિનિટ

પાર્ટ-A ( Gujarati Language skill – ગુજરાતી ભાષા કૌશલ્ય)

1નિબંધ -350 શબ્દોમાં)30
2સંક્ષિપ્ત લેખન10
3કોમ્પ્રિહેંસન10
4અહેવાલ લેખન10
5પત્ર લેખન10

પાર્ટ-B ( English Language skill – અંગ્રેજી ભાષા કૌશલ્ય)

1સંક્ષિપ્ત લેખન10
2કોમ્પ્રિહેંસન10
3અનુવાદ (ગુજરાતીમાંથી અંગ્રેજી)10
કુલ ગુણ100
  • આપણે ઉપર જોયુ તેમ કુલ બે પ્રશ્નપત્ર રહેશે. જેમા પ્રથમ પ્રશ્નપત્ર MCQ રહેશે તથા આ પેપર-1 ક્વોલિફાઇંગ પેપર છે. જેમાં પાર્ટ- A અને પાર્ટ – B માટે લઘુત્તમ માર્ક્સ 40 % રાખવામાં આવેલ છે.
  • તેજ પ્રમાણે પેપર – 2 માંં ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય માટે 40% ગુણ હોવા જરૂરી છે.
Gujarat Police Bharti 2024 Syllabus

2. લોકરક્ષક કેડર માટેનો અભ્યાસક્રમ (Constable Syllabus)

લોકરક્ષકની પરીક્ષાના અભ્યાસક્રમાં માં પણ પોલીસ સબ ઇન્સપેક્ટરની જેમ બે સ્ટેજમાં પરીક્ષા યોજવામાં આવશે. પ્રથમ સ્ટેજ શારિરીક માપદંડ કસોટી (Physical Efficiency Test) છે. આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને Objective MCQ Test માં બેસવાની તક મળે છે. આ પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

Constable Objective MCQ Test (200 MCQ, 200 Marks, 180 Minutes)

  • બે ભાગમાં પ્રશ્નપત્ર નીચે મુજબ હશે.

પાર્ટ-A

  • 80 ગુણ, 80 MCQ
  • 40% ક્વોલિફાઇંગ લઘુત્તમ માર્ક્સ
  • નેગેટિવ માર્કિંગ- 0.25. અને E વિકલ્પ
Sr.TopicMarks
1.Reasoning And Data interpretation30
2.Quantitative Aptitude30
3.Comrehension in Gujarat Language20
Total Marks80

પાર્ટ-B

  • 120 ગુણ, 120 MCQ
  • 40% ક્વોલિફાઇંગ લઘુત્તમ માર્ક્સ
  • નેગેટિવ માર્કિંગ- 0.25 અને E વિકલ્પ
Sr.TopicMarks
1ભારતનું બંધારણ અને જાહેર વહીવટ30
2વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ40
3 ઇતિહાસ, ભુગોળ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભુગોળ50
120
  • આપણે ઉપર જોયુ તેમ કુલ 1 પ્રશ્નપત્ર રહેશે. જેમાં પ્રશ્ન MCQ પ્રકારના રહેશે. પાર્ટ- A અને પાર્ટ – B ના મેળવેલ માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
  • એટલે કે ટોટલ માર્ક્સ 200 માંથી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

Read More

મિત્રો આપણે પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલ કેડરનો હાલમાં જાહેર કરવામાં આવેલ પોલીસ ભરતી મુજબનો અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી છે. આ અંગે આપને કોઇ પણ મુંઝવણ હોય તો કોમેંટ કરશો. અને આપના મિત્રો સુધી જરૂરી પહોંચાડશો.

Leave a Reply