હાલમાં સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત આવતાં જ Gujarat Staff Nurse Salary કેટલી હોય છે જે ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે. ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે ફિક્સ પગારમાં સુધારો કરવામાં આવેલ છે તે મુજબ હાલમાં સ્ટાફ નર્સ માટે 40800/- નો પગાર ચુકવવામાં આવે છે.
પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂ. 40800/- ચુકવવવામાં આવે છે ત્યારબાદ કેટલો પગાર ચુકવવામાં આવે છે તેમજ કયા ભથ્થા ચુકવવામાં આવે છે તે બાબતે આપણે આ આર્ટિકલના માધ્યમથી વિગતવાર માહિતી મેળવીશુ.
Gujarat Staff Nurse Salary | ગુજરાત સ્ટાફ નર્સ પગાર ધોરણ
આપણે શરૂઆતમાં જાણ્યુ તેમ ગુજરાતમાં પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની હોય છે. ત્યારબાદ પુર્વસેવા તાલીમાંત પરીક્ષા પાસ કર્યા બાદ કાયમી નોકરીમાં નિમણુક આપવામાં આવે છે. રૂ. 29200-92300/- ના ગ્રેડ પે મુજબ પગાર આપવામાં આવે છે. નિયમિત નિમણુંક આપતા નીચે મુજબ પ્રવર્તમાન ભથ્થા આપવામાં આવે છે.
મોંઘવારી ભથ્થુ । Dearness allowance
મોંઘવારી ભથ્થુ આપના બેસિક પગારના આધારે આપવામાં આવે છે. હાલમાં મોંઘવારી એલાઉન્સ બેસિકના 50% છે.
ઘરભાડા ભથ્થુ । House Rent Allowance
હાઉસ રેન્ટ અલાઉંસ પ્રવર્તમાન છઠ્ઠા પગાર પંચ મુજબ 16% મળે છે.
મેડિકલ અલાઉંસ । Medical Allowance
મેડિકલ અલાઉન્સ ગુજરાતમાં ફિક્સ મળે છે. હાલમાં 1000/- મેડિકલ અલાઉન્સ મળે છે.
ટ્રાંસફર અલાઉન્સ । Transfer Allowance
મેડિકલ એલાઉન્સ પણ ગુજરાતમાં ફિક્સ છે. જે 3600/- મળે છે.

ફુલ પગાર થતા આપને દર વર્ષે એક વાર્ષિક ઇજાફો (પગાર વધારો) આપવામાં આવે છે. જે આપના છેલ્લા બેઝિક પગારના 3% જેટલો વધારો હોય છે. આ વધારો તમારા મોંઘવારી ભથ્થા અને હાઉસ રેન્ટ માં પણ અસર કરે છે.
Important Links | મહત્વની લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન– 2024
સમાપન

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ આપેલ જાહેરાત પૈકીમાં લાયકાત ધરાવો છો તો આપ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા સંબધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.
FAQs :
ગુજરાત સ્ટાફ નર્સ પગાર કેટલો હોય છે ?(Gujarat Staff Nurse Salary)
પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ 40800/- હોય છે. ત્યારબાદ સરકારના વર્તમાન નિયમો મુજબ ચુકવવામાં આવે છે.
Staff Nurse Salary માં હાલમાં મોંઘવારી ભથ્થુ કેટલુ છે ?
બેઝિક પગારના 50% છે.
Staff Nurse Salary માં વાર્ષિક કેટલા રૂપિયાનો ઇજાફો મળે છે?
છેલ્લા બેઝિક પગારમાં 3% જેટલો વધારો હોય છે.