મિત્રો, જો આપ ધોરણ 12 કે સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ છો અને આગળ અભ્યાસ કરવા માંગો છો તો Gujarat Vidyapith Admission 2024-25 જાહેરાત જરૂર ચકાસો. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 14 સ્નાતક અભ્યાસક્રમ, 3 સ્નાતકોત્તર, 19 અનુસ્નાતક અભ્યાસક્ર, 5 અનુસ્નાતક ડિપ્લોમા તેમજ વિવિધ વિષયોમાં સંશોધન કાર્યક્રમ ચલાવવામાં આવેલ છે. આ તમામ અભ્યાસક્રમોમાં શિક્ષણકાર્ય ગુજરાતી ભાષામાં ચલાવવામાં આવે છે. આ લેખમાં ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ 2024 વિશેની માહિતી મેળવીશુ.
Table of Contents
Gujarat Vidyapith Admission 2024-25 મહત્વની તારીખ:
ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ-2024 નો સમગ્ર કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે.
પ્રવૃત્તિ | તારીખ, વાર અને સમય |
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત | 29.03.2024 (શુક્રવાર) 04.00 PM સુધી |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30.04.2024 (મંગળવાર) 06.00 PM સુધી |
GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) | 11.05.2024 (શનિવાર) 10.00 AM પરીક્ષા કેંદ્ર પર હાજર થવાનો સમય |
GEETA ના પરિણામની જાહેરાત | 16.05.2024 (ગુરુવાર) 05.00 PM સુધી |
પરામર્શ અને પ્રવેશ | 24.06.2024 (સોમવાર) થી 26.06.2024 (બુધવાર) દરમિયાન |
ગૂરુપૂર્ણિમા સત્ર શરૂ થવાની તારીખ | 01.07.2024 (સોમવાર) |
નોધ: આ તમામ તારીખોમાં રાજ્ય કે કેંદ્ર સરકારના વિભાગો દ્વારા આપવામાં આવતી જાહેરાતો ને અને સંજોગોને આધિન સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.
ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ-2024 અરજી કરવાની રીત:
- અરજી કરવામાં વિદ્યાર્થીઓએ www.gujaratvidyapith.org પોર્ટલ પર જવાનું રહેશે.
- જ્યા જીમેઇલ થી નોંધણી કરી શકાશે.
- વિદ્યાર્થીઓએ અરજીમાં જરૂરી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- અરજી કરતા પહેલા વિદ્યાર્થીઓ પાસે Gmail નુ ઇમેઇલ આઇડી, પાસપોર્ટ સાઇઝનો સ્કેન કરેલ ફોટો, અને આધારકાર્ડ હોવુ જોઇએ.
- અરજી માટેની ફી ઓનલાઇન ભરી શકાશે.
- ઓનલાઇન ભરેલ અરજી સંપૂર્ણ ભર્યા બાદ તપાસી લેવી ત્યાર બાદ કન્ફર્મ બટન દબાવીને તેને જમા કરવી શકશો.
- અરજી નંબર અને ફોર્મ રજીસ્ટર્ડ ઇમેઇલ આડીમાં આવી જશે.
- આ અરજી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો.
વિવિધ અભ્યાસક્રમોની માહિતી.
ગુજરાત વિદ્યાપીઠ આપણે અગાઉ જાણ્યુ તેમ ધોરણ બાર પછીના 14 સ્નાતક, 3 સ્નાતકોત્તર, 19 અનુસ્નાતક, 5 અનુસ્નાતક ડિપ્લોમા તેમજ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપે છે. આ તમામ અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં આપવામાં આવે છે.
ગુજરાત વિદ્યાપીઠ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આધારિત આ તમામ અભ્યાસક્રમો મુજબની પ્રવેશ માટેની જાહેરાત આપવામાં આવેલ છે. દરેક પરીક્ષા માટેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ બેઠકોની સંખ્યા જેવી તમામ માહિતી અહી આપવામાં આવેલ છે.
ઓનલાઇન અરજી માટેની ફી
ગુજરાત વિદ્યાપીઠ ઓનલાઇન અરજી માટેની પ્રવેશ ફી નીચે મુજબ છે.
અભ્યાસક્રમ | પ્રવેશ ફી | એસટી/એસસી ઉમેદવાર માટેની ફી |
UG/PG/PG Diploma | 500 | 400 |
પ્રવેશ માટેની પધ્ધતિ:
- ઉમેદવાર નેશનલ ટેસ્ટિંંગ એજંસી દ્વારા લેવાતી CUET (UG)-2024/CUET (PG)2024/ GEETA પૈકી કોઇ પણ એક પરીક્ષા આપેલી હોવી જોઇએ.
- પરીક્ષા OMR પ્રકારની રહેશે.
- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કોઇ પણ પ્રકારનું સાહીત્ય આપવામાં આવશે નહી.
- સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે.
- પ્રવેશ પરીક્ષા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી માધ્યમમાં રહેશે.
GEETA – પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવામાં આવનાર ગીતા પ્રવેશ કસોટી માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
ક્રમ | વિષયવસ્તુ | ગુણ |
1 | સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો | 10 |
2 | સંખ્યાત્મકતા, તર્ક અને સામ્યતા | 10 |
3 | મૂળભૂત ભાષા (ગુજરાતી, હિંદી, અંગ્રેજી) | 10 |
4 | માહિતી અને પ્રત્યાયન (સંચાર) ટેકનોલોજી (ICT) | 10 |
5 | ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા | 20 |
કુલ ગુણ | 60 |
પ્રવેશ પરીક્ષા વિશેની વિગતવાર માહિતી માટે ક્લિક કરો.
- પ્રવેશ સંબધી જરૂરી સંપર્ક માટે રૂબરૂ સવારે 09:00 થી 04:00 દરમિયાન
- ઇમેઇલ : admission2024@gujaratvidyapith.org
- Website: www.gujaratvidyapith.org
જો આપ ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ માટે ઇચ્છુક છો તો જરૂરથી અરજી ફોર્મ ભરશો. પ્રવેશ અંગે કોઇ પણ મુંઝવણ હોઇ તો કોમેંટ કરશો. આ સિવાય જો આપ સરકારી નોકરીની તૈયારી કરો છો તો Examconnect.in પર નિયમિત આ અંગે માહિતી આપવામાં આવે છે. તેમજ મોકટેસ્ટ અને સ્ટડી મટિરિયલ્સ માટે પણ આ વેબસાઇટની મુલાકાત લેશો. ધન્યવાદ.
FAQs:
GEETA નુ ફુલ ફોર્મ શું છે ?
Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission
Gujarat vidyapith admission-24 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ કઈ છે ?
29.03.2024 (શુક્રવાર) 04.00 PM સુધી
ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ પરીક્ષા માટેની ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?
30.04.2024 (મંગળવાર) 06.00 PM સુધી
ગુજરાત વિદ્યાપીઠ ની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?
www.gujaratvidyapith.org