મિત્રો, Gujarati Vyakaran (ગુજરાતી વ્યાકરણ) ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખુબજ અનાવશ્યક છે. ગુજરાતની દરેક પરીક્ષાઓ જેવી કે GPSC, GSSSB, GPSSB, TET-TAT તેમજ પોલીસ ભરતીમાં ગુજરાતી વ્યાકરણ અભ્યાસક્રમનો ભાગ હોય છે.
આપ જ્યારે પરીક્ષા પાસ કરી કોઇ સરકારી પદ પર નોકરી કરશો તે દરમિયાન ગુજરાતી ભાષામાં અસરકારક વાતચીત કરવાની થશે. તમારી ભાષામાં વાકચાતુર્ય હોય અને વ્યાકરણની દ્રષ્ટિએ શુધ્ધતા હોય તે ખુબજ જરૂરી છે. જેથી દરેક વિદ્યાર્થીઓએ ગુજરાતી વ્યાકરણની તૈયારી કરવી ખુબજ જરૂરી છે.
આપણે સૌ જાણીએ છીએ કે સાયંસ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ મુખ્ય પ્રવાહોમાં અભ્યાસ કરવામાં આવે છે. આર્ટસ પ્રવાહમાં ગુજરાતી વિષય હોય છે. જ્યારે અન્ય પ્રવાહમાં ગુજરાતી વિષય હોતો નથી જેથી એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય અઘરો સાબિત થાય છે. ક્યારેક આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરીક્ષાલક્ષી તૈયારી કરવામાં નિષ્ફળ જતા હોય છે. જેથી પરીક્ષામાં ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી. તો ચાલો આપણે સાથે મળીને આજે ગુજરાતી વ્યાકરણમાં પરીક્ષાલક્ષી તૈયારી મજબુત કરીએ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવીએ.
Table of Contents

Gujarati Vyakaran (ગુજરાતી વ્યાકરણ)ના મુખ્ય મુદ્દાઓ
કોઇ પણ ભાષાને પોતાનું આગવુ વ્યાકરણ હોય છે. વ્યાકરણ વગર ભાષાનું અસ્તિત્વ ન હોય શકે. શબ્દોના ઉચ્ચારણ માટે સ્વર અને વ્યજંનો હોય છે. અને ભાષાને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ નિયમો અને શબ્દોભંડોળ બનાવવામાં આવેલા હોય છે. આપણે આ લેખમાં ફક્ત પરીક્ષાલક્ષી વ્યાકરણના મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરીશુ.
ગુજરાતી વ્યાકરણ મુખ્ય મુદ્દાઓ :
અહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. જે ક્રમાનુસાર મુદ્દાઓ પર ક્લિક કરી વિસ્તૃત માહિતી મેળવી શકશો.
ક્રમ | અનુક્રમાણિકા | વિસ્તૃત માહિતી |
---|---|---|
1 | અલંકાર | ક્લિક કરો |
2 | છંદ | ક્લિક કરો |
3 | સમાસ | ક્લિક કરો |
4 | જોડણી, સંધિ | ક્લિક કરો |
5 | નામ, સંજ્ઞાઓ | ક્લિક કરો |
6 | સર્વનામ | ક્લિક કરો |
7 | વિશેષણ | ક્લિક કરો |
8 | ક્રિયાવિશેષણ | ક્લિક કરો |
9 | નિપાત | ક્લિક કરો |
10 | કૃદંત | ક્લિક કરો |
11 | દ્વિરુક્ત શબ્દો રવાનુકારી શબ્દો | ક્લિક કરો |
12 | વિભક્તિ વ્યવસ્થા | ક્લિક કરો |
13 | વિરામચિહ્ન | ક્લિક કરો |
14 | વ્યજંનોનું વર્ગીકરણ | ક્લિક કરો |
15 | સામાનાર્થી શબ્દો | ક્લિક કરો |
16 | વિરુધ્ધાર્થી શબ્દો | ક્લિક કરો |
17 | રૂઢીપ્રયોગો | ક્લિક કરો |
18 | ગુજરાતી કહેવતો | ક્લિક કરો |
19 | શબ્દસમુહ માટે એક શબ્દ | ક્લિક કરો |
ગુજરાતમાં લેવામાં આવતી દરેક પરીક્ષા જેવી કે જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ, ગુજરાત પંચાયત સેવા પસંંદગી મંડળ બોર્ડ, ટેટ-ટાટ તેમજ પોલીસ ભરતી જેવી તમામ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ પરીક્ષાર્થીઓ માટે ખુબજ ઉપયોગી થાય છે ગૌણ સેવા પસંદગી મંડળના નવા અભ્યાસક્રમમાં 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય પુછવામાં આવે છે. મેરિટમાં સારા માર્ક્સ સાથે પાસ થવા માટે ગુજરાતી વિષય ને ક્યારે પણ અવગણી શકાય નહિ. આ વિષયની તૈયારી આપને સ્કોરિંગ કરવામાં ખુબજ ઉપયોગી બને છે. અહીં આપવામાં આવેલ દરેક મુદ્દાઓના નિયમો કંઠસ્થ કરી લેવા જેથી આપને દરેક ઉદાહરણને સમજવામાં તકલીફ પડશે નહી. દા.ત. અલંકારમાં શબ્દાલંકાર અને અર્થાલંકારના નિયમો કંઠસ્થ કરી લેવાના તેમજ સમાસના નિયમો કંઠસ્થ કરી લેવા જેથી કોઇ પણ ઉદાહરણ તમે સરળતાથી કરી શકશો.

મિત્રો, આશા રાખુ છુ આપ ગુજરાતી વ્યાકરણના દરેક મુદ્દાઓનો અભ્યાસ કરી લીધો હશે. કોઇ પણ વિષયની તૈયારી કર્યા બાદ તેની પરીક્ષા આપવી ખુબજ જરૂરી છે. examconnect પર એ માટે મુદ્દાસર ફ્રી મોકટેસ્ટ પણ આપવામાં આવેલ છે. જ્યાં આપ રજીસ્ટ્રેશન કરીને આપની કોઇ પણ મોકટેસ્ટ આપી શકશો.