કેમ છો મિત્રો, જીપીએસસીની તૈયારી કેવી રીતે કરવી ? (How To Start GPSC Preparation from Zero Level?) એવો સવાલ તમારા મનમાં આવતો હોય તો આ પોસ્ટ તમારા માટે છે. આ આર્ટિકલના માધ્યમથી GPSC Exam ની તૈયારી શુન્યથી કેવી રીતે કરવી, કોઇ આ ક્ષેત્રમાં ફ્રેશર છે તો કેવી રીતે પોતાની તૈયારી બેઝિકથી શરૂ કરીને પરીક્ષા પાસ કરી શકે તે સંબંધિત જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશુ.
How To Start GPSC Preparation From Zero Level
કોઇ પણ પરીક્ષાને પાસ કરવા માટે એ પરીક્ષાની પેટર્ન, સિલેબસ, અને આ પરીક્ષા શુ અપેક્ષા રાખે છે તે પરિપૂર્ણ થાય તે જરૂરી બની જાય છે. ExamConnect દ્વારા આપના માટે આ પરીક્ષા પાસ કરી કારકિર્દી બનાવવા આપને ઉપયોગી મુદ્દાઓને ઝીણવટપુર્વક સમજાવેલ છે. તો ચાલો Step by Step જાણીએ.
માનસિક રીતે તૈયાર થવુ.
મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા વર્ગ-1 થી વર્ગ-3 સુધીના કર્મચારીઓ અને અધિકારીઓની હોય છે. સામાન્ય રીતે આ પરીક્ષા 3 સ્ટેજમાં યોજવામાં આવે છે. તેથી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો સમય લાગી જાય છે. તેથી ઉમેદવારોએ માનસિક રીતે પોતાને મજબૂત બનાવવુ ખુબજ જરૂરી બની જાય છે. ધીરજ અને આત્મવિશ્વાસ સાથે સતત તૈયારી કરવી ખુબજ જરૂરી છે.
જીપીએસસીની પરીક્ષાનું માળખુ સમજવું
જીપીએસસી ની પરીક્ષા મુખ્ય નીચે મુજબના ત્રણ સ્ટેજમાં લેવામાં આવે છે.
પ્રાથમિક કસોટી (Prelims Exam) :
જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટીમાં બે પ્રશ્નપત્ર પુછવામાં આવે છે. જે હેતુલક્ષી પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હોય છે, સામાન્ય અભ્યાસ-1 અને સામાન્ય અભ્યાસ-2. જો આપ આ પરીક્ષા પાસ કરી મેરિટમાં સ્થાન મેળવો છો તો આપ મુખ્ય પરીક્ષા માટે લાયક બનો છો. આ પરીક્ષાના મુખ્ય વિષયો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભુગોળ, ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતની રાજ્યવ્યવસ્થા, ભારતનું અર્થશાસ્ત્ર, બૌધ્ધિક કસોટી, અને વર્તમાન પ્રવાહો જેવા વિષયો પૂછવામાં આવે છે.
મુખ્ય કસોટી (Mains Exam):
મુખ્ય પરીક્ષા (GPSC Mains Exam) માં પ્રાથમિક કસોટી પાસ કર્યા બાદ જ આપી શકાય છે. આ પરીક્ષા લેખિત હોય છે. આ પરીક્ષામાં કુલ 6 પ્રશ્નપત્રો હોય છે. પ્રશ્નપત્ર-1 ગુજરાતી (વર્ણાત્મક), પ્રશ્નપત્ર-2 અંગ્રેજી (વર્ણાત્મક), પ્રશ્નપત્ર-3 નિબંધ (Essay),પ્રશ્નપત્ર-4 (સામાન્ય અભ્યાસ-1), પ્રશ્નપત્ર-5 (સામાન્ય અભ્યાસ-2), પ્રશ્નપત્ર-6 (સામાન્ય અભ્યાસ-3) એમ કુલ 6 પ્રશ્નપત્રો હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ રૂબરૂ મુલાકાત માતે લાયક બનો છે.
રૂબરૂ મુલાકાત (Interview)
પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા બાદ આ અંતિમ સ્ટેજ છે, રૂબરૂ મુલાકાત પુરી થયા બાદ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
પરીક્ષાનો અભ્યાસક્રમ અને પેટર્નને સમજવુ
GPSC Exam ની પરીક્ષાનો અભ્યાસક્રમ ખુબજ લાંબો પરંતુ સુઆયોજિત છે. જેથી ઉમેદવારોની GPSC Preparation કરવામાં સરળતા રહે છે. પરીક્ષાનો અભ્યાસક્રમ વિષયવાર અને મુદ્દાસર તૈયાર કરેલ છે. દા.ત. સામાન્ય અભ્યાસ-1 માં ઇતિહાસ વિષયમાં મુદ્દાઓ આપવામાં આવેલ છે.
લાયકાત અંગેના નીતિ નિયમો જાણવા
જીપીએસસી દ્વારા કોઇ પણ ભરતીમાં લાયકાત અંગેના માપદંડો જાહેર કરવામાં આવતા હોય છે. જેમાં મુખ્યત્વે શૈક્ષણિક લાયકાત, ઉંમર સંબંધિત બાબતો, અનુભવ, જાતિ અંગેની વિગતો, આ સિવાય ભાષાની જાણકારી, કોમ્પ્યુટરની જાણકારી નો પણ સમાવેશ થાય છે. આપ ઓનલાઇન અરજી કરતાં પહેલા અને પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતાં પહેલા આ દરેક નિયમો જાણી લેવા જરૂરી છે.
આપ આ અંગેની વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરી માહિતી મેળવી શકશો.
યોગ્ય પુસ્તકોની પસંદગી કરવી (GPSC Book List)
આપ મનમાં નક્કી કરી લીધુ, અભ્યાસક્રમને પણ સમજી લીધો. અવે તમારી યોગ્ય પુસ્તકોની પસંદગી કરવાની રહેશે. ગુજરાતમાં જીપીએસસીની અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. જો આપ આ ક્ષેત્રમાં પહેલી વખત આવો છો તો સૌપ્રથમ બેસિકથી શરૂઆત કરો. એ માટે આપ GCERT (ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્ટક મંડળ) ના પાઠ્યપુસ્તકો અથવા NCERT ના પાઠ્યપુસ્તકોનું વાંચન કરી શકો. NCERT ના પાઠ્યપુસ્તકો હિંદી અને અંગ્રેજી ભાષામાં હોય છે. તો આપને અનુકુળ ભાષામાં આ પુસ્તકો બેસિક માટે વાંચન કરી શકો છો.

ત્યારબાદ સંદર્ભ પુસ્તકો માટે શરૂઆત કરી શકો છો. હાલમાં ગુજરાતી ભાષામાં લિબર્ટી પ્રકાશન, યુવાઉપનિષદ, વર્લ્ડ ઇન બોક્ષ, કિશ્વા પબ્લિકેશન, અક્ષર પ્રકાશન અને ICE Rajkot જેવા અગ્રણી પ્રકાશનો છો જેમાંથી આપ કોઇ એક પ્રકાશનની કોઇ પણ પુસ્તક વસાવી શકો છો અત્રે એક વાતનું ધ્યાન રાખવુ કે પુસ્તકોનો ઢગલો કરશો નહિ. પરંતુ કોઇ પણ એક પુસ્તકનું વારંવાર પુનરાવર્તન કરવું જોઇએ.
નીચેની લિંકથી આપ GPSC Book List જાણી શકશો.
સેલ્ફ સ્ટડી કરવી કે કોચિંગ ? (GPSC Coaching or Self Study)
આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં દરેક વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે કોચિંગ કરવું કે સેલ્ફ સ્ટડી કરવી ? તેનો સરળ જવાબ આપુ તો આ મુજબ છે,
જો આપનું બેસિક વાંંચન થઈ ગયુ છે અને શિસ્તમાં રહીને રોજના ટાર્ગેટ પુરા કરવા સક્ષમ છો તો આપ જરૂર સેલ્ફ સ્ટડી કરી શકો છો કોચિંગ કરતાં પણ સેલ્ફ સ્ટડી ખુબજ ઉપયોગી અને કારગત નીવડશે. જ્યારે જો આપ તદ્દન કોરી સ્લેટ સમાન છો અને આપને આ ક્ષેત્રે માર્ગદર્શનની ખુબજ જરૂર છે તો જરૂર કોચિંગને જોઇન કરી શકો છો. કોચિંગમાં આપ નિયમિત રીત અભ્યાસક્રમને શીખી શકશો તેમજ ચોક્ક્સ વાતાવરણમાં આપ ટેસ્ટ સિરિઝ પણ આપી શકશો જેથી આપ સમયમર્યાદામાં પરીક્ષાની તૈયારી કરી શકશો.
સેલ્ફ સ્ટડી માટે આપ ઉપર જણાવ્યા મુજબના પુસ્તકો વસાવી શકો છો. આપ નિયમિત ટાઇમ ટેબલ મુજ્બ વાંંચન કરો તેમજ સાથે નોટસ પણ બનાવો જેથી છેલ્લા સમયે પુનરાવર્તન કરવામાં ખુબજ સરળતા રહે છે.
હાલ YouTube તેમજ ઘણા Blog છે. જેના માધ્યમથી ઓનલાઇન સાહિત્યનું વાંંચન કરી શકો છો. YouTube ચેનલ જેવા કે, Websankul, GyanLive, Liberty, World in Box, Study વગેરે. આપ અભ્યાસક્રમ મુજબ ટોપિક Search કરીને નોટ્સ બનાવીને વાંચન કરી શકો છો આજે ઓનલાઇન કોઇ પણ ટોપિક મળી જાય છે.
ધ્યેય નક્કી કરવો.
આપ આ પરીક્ષા પાસ કરવા માંગો છો તો મજબુત ધ્યેય સાથે આગળ વધવુ પડશે. અને જ્યા સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયન્ત કરતાં રહેવું જોઇએ. એનો મતલબ એવો પણ નથી કે આખી જિંદગી એની પાછળ પડી રહેવું. વધુ માં વધુ 3 વર્ષ સુધી આપ પુરેપુરી તૈયારી કરી શકો છો. ત્યાર બાદ પ્લાન બી તરફ આગળ વધી જવું જોઇએ.
જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ (GPSC Old Question Paper)
જીપીએસસી છેલ્લા 6-7 વર્ષથી નિયમિત પરીક્ષાનું આયોજન કરી છે. આ વર્ષ દરમિયાન લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રનો અભ્યાસ કરીને આપ પરીક્ષા વિશે ઘણી ખરી માહિતી મેળવી શકશો. જેમ કે આપ પરીક્ષાની પેટર્ન સમજી શકશો, આ પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ થી પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકશો તેમજ ટાઇમ મેનેજમેંટ પણ કરી શકશો. તેમજ પુછાયેલા પ્રશ્નના ટોપિકને જાણી શકશો.
સમાચારપત્રોનું વાંચન કરવું
જીપીએસસી વર્ગ- 1 અને વર્ગ-2 ની પરીક્ષામાં પૂછવામાં આવતા લેટેસ્ટ ફેક્ટના પ્રશ્ન માટે સમાચાર પત્રોનું વાંચન કરવું ખુબજ જરૂરી છે. મુખ્ય પરીક્ષામાં Answer Writing માટે સમાચાર પત્રો ખુબજ ઉપયોગી થાય છે. આપ કોઇ પણ એક સારા સમાચારપત્રોના એડિટોરિયમનું વાંચન કરી શકો છો. નીચે આપેલ લિંક પરથી ઉપયોગી ફ્રી સ્ટડી મટિરિયલ્સનું વાંચન કરી શકશો.
ટાઇમ મેનેટમેન્ટ કરવું.

ટાઇમ મેનેજમેન્ટ પરીક્ષા દરમિયાન અને પરીક્ષા દરમિયાન ક્લાસરૂમમાં પણ ખુબજ ઉપયોગી થાય છે. પરીક્ષાની તૈયારી દરમિયાન અભ્યાસક્રમના મુખ્ય ટોપિકને કેટલા સમયમાં તૈયાર કરવા એ પણ ટાઇમ મેનેજમેંટનું કાર્ય છે. ઘણી વખત એવુ બને કે કોઇ એક વિષયની તૈયારીમાં બધો સમય વેડફી દેવાય છે.
ટાઇમ મેનેજમેંટ માટે પરીક્ષાની તૈયારી માટે એક સિડ્યુલ બનાવી શકો છો. જેમા ડેઇલી અને વિકલી આયોજન કરીને વાંચન કરી શકો છો. નિયમિત મોકટેસ્ટ આપો, નિયમિત પુનરાવર્તન કરો.
નોટ્સ બનાવવી અને તેનો અભ્યાસ કરવો.
આપ અભ્યાસક્રમનાં ટોપિક મુજબ નોટસ બનાવો જેથી પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે. પરીક્ષાની અંતિમ ક્ષણોમાં 400-500 પાનાનું પુસ્તક વાંચવુ ખુબજ ટાઇમ બદબાદ કરવાનું કાર્ય બની જાય છે. નોટસ આપને ટોપિક્સને યાદ રાખવા માટે પણ ઉપયોગી થાય છે.
કોમ્યુનિકેશનની સ્કિલ્સ પર કામ કરવું.
પ્રાથમિક અને મુખ્ય કસોટી પાસ કર્યા બાદ રૂબરૂ મુલાકાત વખતે કોમ્યુનિકેશન સ્કિલ્સ ખુબજ ઉપયોગી થાય છે. જેથી આ સ્કિલ્સ વિકસાવવા ધ્યાન આપવુ જરૂરી છે.

આશા રાખુ છુ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. જીપીએસસીની તૈયારી અંગે આપને કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો અથવા ઇમેઇલ પણ કરી શકો છો. ધન્યવાદ.
Yes