Indian History In Gujarati

Indian History In Gujarati (ભારતનો ઇતિહાસ)

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

મિત્રો, Indian History In Gujarati સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યનો મુદ્દો છે. બોર્ડની પરીક્ષાઓ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા ભારતનો ઇતિહાસ વિષય

મિત્રો, Indian History In Gujarati સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યનો મુદ્દો છે. બોર્ડની પરીક્ષાઓ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા ભારતનો ઇતિહાસ વિષય ખુબ જ અગત્યતા ધરાવે છે. ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, GSSSB, GPSSB, TET-TAT, Gujarat Police Requirement Board તેમજ અન્ય ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા Syllabus માં ભારતનો ઇતિહાસ સમાવેશ કરવામાં આવતો હોય છે.

આપણે આ લેખમાં ભારતના ઇતિહાસને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશુ. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ સરળ રીતે ઇતિહાસ સમજીને દરેક મુદ્દાઓ સરળતાથી યાદ રહી જાય તે મુજ્બના ચાર્ટના ઉપયોગથી ઇતિહાસને જાણીશુ. અત્રે આપવામાંં આવેલ માહિતી ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ બોર્ડના પુસ્તકો નો સંદર્ભ તેમજ અન્ય સ્ટાન્ડર્ડ બુક્સસના આધારે છે. દરેક મુદ્દાઓને આવરી લેતા અગાઉના પરીક્ષાઓમાં પુછાય ગયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરીશુ. તો ચાલો શરૂઆત કરીએ.

Indian History In Gujarati

ઇતિહાસનો અર્થ

  • સમયે સમયે માનવજાત દ્વારા કરેલ પ્રવૃતિઓનું લેખિત કે અલેખિત પુરાવાઓના આધારે ક્રમાનુસાર ભુતકાળના અભ્યાસને ઇતિહાસ કહે છે.
  • અંગ્રેજી શબ્દ ‘હિસ્ટ્રી’ (history) મૂળ ગ્રીક ‘historia’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે તપાસ કે સંશોધન દ્વારા મળેલુ જ્ઞાન.
  • ગુજરાતી શબ્દ ‘ઇતિહાસ= ઇતિ(આ પ્રમાણે)+હ(ખરેખર)+આસ-અસ્(હતું), ખરેખર આ પ્રમાણે હતુ એવો અર્થ થાય છે.

ઇતિહાસ એટલે ભુતકાળમાં બનેલી ઘટનાઓ, આ ઘટનાઓ હજારો વર્ષ પહેલાની ઘટિત થયેલી છે. તો આજે એનો ક્રમાનુસાર અભ્યાસ કેવી રીતે શક્ય બને? એવો પ્રશ્ન આપને થતો હશે. આ પ્રશ્નના સમાધાન માટે આપણે ઇતિહાસને સમજવા માતેના સ્ત્રોતો વિશે જાણીશુ.

ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો.

  • અભિલેખો અને શિલાલેખો
  • તામ્રપત્રો
  • સિક્કાઓ
  • તાડપત્રો અને ભોજપત્રો
  • સ્મારકો
  • શિલ્પો
  • ભૌતિક અવશેષો
  • વિદેશી યાત્રાળુઓની નોંધો
  • વિવિધ ધર્મગ્રંથો
  • ઐતિહાસિક ગ્રંથો
  • ઉત્ખનન દ્વારા મળેલ સાધનસામગ્રી

ઇતિહાસના વિભાગો

ઇતિહાસને સમજવા માટે તેને મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેથી તેને સરજવામાં સરળતા રહે છે. આ ત્રણે વિભાગોના પણ પેતા વિભાગો પાડીને તેને અનેક ઇતિહાસવિદો દ્વારા સમજવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

  1. પ્રાચીન ઇતિહાસ
  2. મધ્યકાલીન ઇતિહાસ
  3. અર્વાચીન ઇતિહાસ

પ્રાચીન ઇતિહાસ

પ્રાચીન ભારતનો ઇતિહાસની શરૂઆત સિંધુખીણની સંસ્કૃતિથી લઈને લગભગ હર્ષવર્ધનના સમય સુધીનું માનવામાં આવે છે. પ્રાચીન ઇતિહાસના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

  1. સિધુખીણની સભ્યાતા
  2. વૈદિક યુગ
  3. જૈન ધર્મ અને બોધ્ધ ધર્મ
  4. ભારત પર વિદેશી આક્રમણો
  5. મૌર્યવંશ
  6. ગુપ્તવંશ
  7. હર્ષવર્ધનનું સામ્રાજ્ય
  8. હર્ષવર્ધન પછીનું ભારત

મધ્યકાલીન ઇતિહાસ

Indian History In Gujarati

ભારતમાં મધ્યકાલીન ઇતિહાસ રાજપુત સામ્રાજ્ય થી શરૂઆત થાય છે અને તે મરાઠા સામ્રાજ્ય સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ઇતિહાસને સમજવા માટેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

  1. રાજપુત સામ્રાજ્ય
  2. વિજયનગર સામ્રાજ્ય
  3. બહમની સામ્રાજ્ય
  4. પોર્ટુગીઝોનું આગમન
  5. દિલ્હી સલ્તનત
  6. ભક્તિ આંદોલન અને સુફીવાદ
  7. મુઘલકાલીન ભારત
  8. મરાઠા સામ્રાજ્ય

મિત્રો, પરીક્ષામાં મધ્યકાલીન ઇતિહાસમાં ઓછા પ્રશ્ન પુછવામાં આવે છે. ખાસ કરીને આ વિભાગમાંથી રાજપુત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ આંદોલનો અને સુફીવાદ તેમજ મરાઠા સામ્રાજ્ય પૂછવામાં આવે છે.

અર્વાચીન ઇતિહાસ

Indian History In Gujarati

ભારતનો અર્વાચીન ઇતિહાસ ભારતમાં યુરોપિયન આગમન થાય છે ત્યારથી શરૂઆત થાય છે. અને તેનો અંત ભારતની આઝાદી સુધી ચાલે છે. પરીક્ષાની દ્રષ્ટિએ પ્રાચીન અને આધુનિક ઇતિહાસ ખુબજ મહત્વના છે. અર્વાચીન ઇતિહાસને નીચે મુજબના મુખ્ય મુદ્દાઓમાં સમાવવામાં આવેલ છે.

  1. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
  2. યુરોપિયન વેપારીઓ કંપનીઓ વચ્ચેના સંઘર્ષો
  3. બ્રિટિશ શાશનની સ્થાપના તેમજ તેનું વહીવટીતંત્ર
  4. ભારતમાં બ્રિટિશ શાસનનો ઉદય
  5. કંપની શાશન
  6. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ
  7. ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  8. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય અને જવાબદાર પરિબળો
  9. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  10. ભારતીય ક્રાંતિકારીઓ
  11. સ્વંતંત્રતા ચળવળ
  12. ગાંધીયુગ
  13. આઝાદહિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ
  14. સરદાર વલ્લભભાઇ પટેલ
  15. બાબ સાહેબ આંબેડકર
online exam examconnect
online exam examconnect

Gujarati Vyakaran for all Exams 2024 (ગુજરાતી વ્યાકરણ)

Read Also:

આપણે ભારતના ઇતિહાસ વિશેના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી છે. આ દરેક મુદ્દાસર માહિતી મેળવવા માટે લિંક કરશો એટલે તે મુદ્દાઓની વિસ્તૃત માહિતી મેળવી શકશો. મિત્રો Examconnect આપના માટે ખુબજ ઉપયોગી માહિતી લાવી રહ્યુ છે. જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં ખુબજ ઉપયોગી થશે. આ સિવાય આપ અમારી મોકટેસ્ટની પણ મુલાકાત લઈને તૈયારીને મજબૂત બનાવી શકશો.