ગુજરાતમાં જાતિનો દાખલો (jati no dakhlo) કઢાવવો હવે પહેલા કરતા ખુબજ સરળ થઈ ગયુ છે. દસ વર્ષ પહેલા જાતિનો દાખલો કઢાવવા માટે લાઇનોમાં રહેવું પડતુ અને ઘણો સમય, શક્તિ અને નાંણાનો વ્યય થતો હતો પરંતુ હાલ ઓનાલાઇન સરળ પ્રોસેસથી ખુબજ સરળતાથી જાતિનો દાખલો મેળવી શકાય છે.
જાતિનો દાખલો (jati no dakhlo) એટલે કયો દસ્તાવેજ
જાતિનો દાખલો એટલે જે દસ્તાવેજમાં આપણી જાતિ અંગે દર્શાવવામાં આવેલ હોય તેને જાતિનો દાખલો કહેવામાં આવે છે. સામાન્ય રીતે જાતિનો દાખલો તાલુકા કક્ષાએ મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવે છે. અને આ દાખલો સર્વે માન્ય રાખવામાં આવે છે.
હાલ જાતિનો દાખલો બે રીતે કાઢી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઇન. ઓનલાઇન એટલે ઇંટરનેટના માધ્યમથી વેબસાઇટ પર અરજી કરવી તથા ઓફલાઇન હાલમાં દરેલ મામલતદાર ઓફિસ, ગ્રામ્ય કક્ષાએ જ્યારે શહેરી કક્ષાએ ઝોનલ ઓફિસ કાર્યરત છે. ત્યા જનસેવા કેદ્રમાંથી ઓફલાઇન અરજી કરવાની હોય છે.
જરૂરી દસ્તાવેજો (Jati no dakhlo documents)
- રેશનકાર્ડ
- લાઇટબીલ, વેરા બીલ (છેલ્લા મહિનાનું) આ સિવાય અન્ય રહેઠાણના પુરાવા જેવા કે, મકાન ખરીદીનો દસ્તાવેજ અથવા મ્યુ.કો/નગરપાલિકા/ગ્રામપંચાયતનું આકારણી બીલ અથવા મકાન એલોટમેંટ લેટર
- શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર
- જાતિનો દાખલો – જિલ્લા સમાજ કલ્યાણ અધિ. અથવા જિલ્લા પછાતવર્ગ અધિ. દ્વારા આપવામાં આવે છે.
- અરજદારે તેમનો ફોટો આપવાનો હોય રૂબરૂ અરજી કરવા જવાનું હોય છે.
Jati no dakhlo offline Application
- ઓફલાઇન અરજી માટે અરજદારે ગ્રામ્ય કક્ષાએ આપના તાલુકામાં મામલતદાર ઓફિસમાં તથા શહેરમાં ઝોનલ ઓફિસમાં જવાનું હોય છે.
- અહીં આપને જનસેવા કેંદ્રમાં ફોર્મ (પરિશિષ્ટ – 1/40) મળશે.
- આ ફોર્મ સાથે ઉપર જણાવ્યા પ્રમાણેના દસ્તાવેજોનું બીડાણ કરી જનસેવા કેંંન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરને આપવુ.
- કોમ્પ્યુટર ઓપરેટર આપની અરજી અને જોડેલ દસ્તાવેજોને અસલ દસ્તાવેજો સાથે વેરિફાઇ કરે છે.
- અને આપનો વેબકેમથી ફોટો લેવામાં આવે છે. એમ અરજી સ્વીકાર કરી આપને પહોંચ આપવામાં આવે છે. તથા આપના મોબાઇલ નંબર પર અરજી સ્વીકારવા બદલ તેની જાણ પણ કરવામાં આવે છે.
- આપની અરજી વેરિફિકેશન ઓથોરિટી પર જાય છે. ત્યારબાદ એપ્રુવલ ઓથોરિટી પાસે જાય છે. અને આપને તેની જાણ કરવામાં આવે છે.
Jati no dakhalo form pdf
Jati no dakhlo online form Gujarat | ઓનલાઇન અરજી
ઇન્ટરનેટના કારણે હવે જાતિનો દાખલો ઓનલાઇન ઉપલબ્ધ થયો છે. જે ખુબજ સરળ પ્રક્રિયાથી આપ મેળવી શકશો.
- www.digitalgujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે.
- Menu બારમાં આપ Citizen Service પર ક્લિક કરતા નવું પેજ ઓપન થશે.
- અહીં આપ પોતાનાની જાતિ મુજના દાખલા માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. દા.ત. અનુસુચિત જાતિ, જનજાતિ વગેરે
- પસંદ કર્યા બાદ Apply Online પર ક્લિક કરો.
- જો આપ પહેલેથી લોગીન છો તો આપ ઓનલાઇન અરજી કરી શકશો.
- અન્યથા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી પડશે.
- રજીસ્ટ્રેશન માટે આપ નવા રજીસ્ટ્રેશન માટે Click For New Registration (Citizen) પર ક્લિક કરતાં Apply Online કર્યા બાદ બોક્ષ ટિક માર્ક કર્યા બાદ Continue To Service પર Click કરો.
- અહીં માગ્યા મુજબની તમામ વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ ઓનલાઇન ફોર્મ સબમિટ માટે આપે રૂ. 20/- ઓનલાઇન માધ્યમથી ચુકવવાના રહેશે.
- ત્યારબાદ ઓનલાઇન અરજી સબમિટ થઈ શકશે.
- અરજીમાં *(ફુદડી) દર્શાવેલ તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. અગાઉ આપણે ઓફલાઇન અરજીમાં દર્શાવેલ દસ્તાવેજો અહીં પણ ઓપલોડ કરવાના રહેશે.
- જો આપ ઓનલાઇન અરજી કરવા બાબતે અજાણ છો તો આપના નજીકના સીએસસી સેંટરની મુલાકાત લઈ શકો છો.

ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન નંબર: 18002335500
આપની અનુકુળતા અનુસાર આપે જાતિના દાખલા માટે અરજી કરવાની રહેશે. ઓફલાઇનમાં થોડો સમય લાગી શકે છે જ્યારે ઓનલાઇન આપ ઝડપથી મેળવી શકશો. તેમજ ઓનલાઇન દાખલો આપ આપની ઇચ્છા અનુસાર ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકશો.
Faqs :
jati no dakhlo કઢાવવા માટેની અરજી ફી કેટલી હોય છે ?
20 રૂપિયા
jati no dakhlo શહેરી વિસ્તારમાં ક્યાંથી કાઢી શકાય છે ?
ઝોનલ ઓફિસ
jati no dakhlo ગ્રામીણ વિસ્તારમાં ક્યાંથી કાઢવામાં આવે છે ?
મામલતદાર ઓફિસ