કૃદન્ત (krudant in gujarati)

krudant in gujarati
krudant in gujarati

મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં કૃદંત (krudant in gujarati) ની તૈયારી કર્યા વિના આપની તૈયારી અધુરી કહેવાય. કોઇ પણ ગુજરાતી પરીક્ષા જેવી કે ગુજરાત ગૌણ સેવાની પરીક્ષા હોય કે ટીચર એલિજીબિલીટી ટેસ્ટ હોય કૃદંત હંમેશા પૂછાતો ટોપિક છે. તેથી આ ટોપિક ને તૈયારી કરવી ખુબજ જરૂરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાતી વ્યાકરણમાં મુખ્ય 6 કૃદંત છે. કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલા હોય છે. પરંતુ તે વાક્યમાં અર્થ પૂર્ણ કરતાંં નથી. તો ચાલો આપણે કૃદંતના મુખ્ય પ્રકારો અને તેના ઉદાહરણો વિશે વિગતવાર માહિતી મેળવીએ.

chhand in gujarati (છંદ – ગુજરાતી વ્યાકરણ)

Read Also:

કૃદન્ત (krudant in gujarati) અને તેના પ્રકારો:

1. વર્તમાન કૃદંત

  • વર્તમાન કૃદંત કોઇ પણ કાળમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે.

પ્રત્યય: તો, તી, તુ, તા, તાં

ઉદાહરણ:

  • ભસતાં કુતરા કરડે નહી.
  • તેણી બસમાં જતી હતી.

2. ભૂતકૃદંત

  • ક્રિયાની કોઇ પણ કાળની અવસ્થાની પૂર્ણતા દર્શાવે છે.

પ્રત્યય: યો, ઇ, યુ, યા, યાં (હસી, હસ્યુ, હસ્યો)

ઉદાહરણ:

  • તે મારુ કહ્યુ માનતો નથી.
  • તેઓ મને બોલ્યાં હતાં.
krudant in gujarati

3. પરોક્ષ કૃદંત (‘એલ’ પ્રત્યય)

પ્રત્યય: લ, એલ (વાંચેલ, વાંચેલો…)

ઉદાહરણ:

  • ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું ?
  • પૂરમાં ફસાયેલ લોકોને બચાવી લીધા.

4. ભવિષ્ય કૃદંત

પ્રત્યય: ‘નાર’ (નાર, નારી, નારા, નારો..)

ઉદાહરણ:

  • તે મુંબઈથી આવનાર છે.
  • આવનારો સમય કઠિન છે.

5. સંબધક ભૂતકૃદંત

પ્રત્યય: ઇ, ઈને (લખી, લખીને)

ઉદાહરણ:

  • તે જમીને નિશાળે ગયો.
  • પાણીની ટાંકી છલકાઇ ગઈ.

Junior Clerk Syllabus 2024 (New Syllabus 2024)

Read Also

6. વિધ્યર્થ કૃદંત / સામાન્ય કૃદંત

  • ક્રિયાની ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવે છે.

પ્રત્યય : વો, વી,વુ, વા, વાં (લખવો, લખવી, ..)

ઉદાહરણ:

  • હંમેશા સારા પુસ્તકો વાંચવા
  • અમે આજે સુરત રોકાવાના છે.

7. હેત્વર્થ કૃદંત (હેતુ+અર્થ)

  • ક્રિયાનો હેતુ દર્શાવે છે.

પ્રત્યય: વા, વાને. (વાંચવા, વાંચવાને)

ઉદાહરણ:

  • બાળકો ભણવા નિશાળે જાય છે.
  • તે બોલવાને ઊભો થયો.
online exam examconnect
online exam examconnect

આપણે કૃદંતના દરેક પ્રકાર અને તેના ઉદાહરણ વિશે માહિતી મેળવી છે. આ દરેક પ્રકારોને આપ સંદર્ભ બુકના ઉદાહરણોથી રોજ પ્રેક્ટિસ કરશો તો કૃદંત તમારા ક્યારેય ભુલાશે નહી. આ સિવાય આપ અમારા ફ્રી મોકટેસ્ટની મુલાકાત લઈને તમારી તૈયારીને વધારે મજબુત બનાવી શકશો. ધન્યવાદ.

Leave a Reply