Nipat in gujarati

નિપાત । Nipat in gujarati

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

Nipat in gujarati (નિપાત) એ ગુજરાતી ભાષામાં નાનો મુદ્દો લાગે છે. પરંતુ પરીક્ષાલક્ષી વાત કરીએ તો દરેક ગુજરાતી પરીક્ષામાં નિપાત ખુબજ મહત્વનો મુદ્દો છે. જીપીએસસી,

Nipat in gujarati (નિપાત) એ ગુજરાતી ભાષામાં નાનો મુદ્દો લાગે છે. પરંતુ પરીક્ષાલક્ષી વાત કરીએ તો દરેક ગુજરાતી પરીક્ષામાં નિપાત ખુબજ મહત્વનો મુદ્દો છે. જીપીએસસી, પોલીસ ભરતી પરીક્ષા, ગુજરાત ગૌણસેવા મંડળની વિવિધ પરીક્ષાઓ હોય કે ટેટ ની પરીક્ષાઓ હોય નિપાત ખુબજ મહત્વનો મુદ્દો છે. તેથી પરીક્ષામાં આ મુદ્દાને ગંભીરતાપુર્વક તૈયારી કરવી જોઇએ.

નિપાત એટલે શુ ? કેટલા પ્રકારના નિપાત હોય છે. તેને યાદ રાખવાની રીતે જાણવી જરૂરી છે. નિપાત પરીક્ષાની દ્રષ્ટિએ ખુબજ સરળ મુદ્દો કહી શકાય. નિપાતમાંં કેટલાક શબ્દો યાદ રાખી લીધા એટલે તમારા નિપાતના એક પણ માર્ક્સ જશે નહિ.

chhand in gujarati (છંદ – ગુજરાતી વ્યાકરણ)

Read Also

Nipat in gujarati (નિપાત એટલે શું ?)

નિપાત એટલે અવ્યય કે જે પદમાં કોઇ પણ પ્રકારનો વ્યય કે ફેરફાર થતો ન હોય તેને નિપાત કે અવ્યય કહેવામાં આવે છે.

  • નિપાતના મુખ્ય ચાર પ્રકાર છે.

1. ભારવાચક નિપાત

  • વાક્યના કોઇ પદ પર ભાર મુકવામાં આવે અને ત્યારે વપરાતો નિપાત ભારવાચક નિપાત કહેવાય.

નિપાત : જ, તો, ય, પણ, સુધ્ધા

ઉદાહરણ:

  • સંગીતા રસોઇ કરશે.
  • અમેઆજે અમદાવાદ જવાના છે.
Nipat in gujarati

2. સીમાવાચક નિપાત

  • જે નિપાતમાં સીમા કે મર્યાદા નો અર્થ નીકળતો હોય તેને સીમાવાચક નિપાત કહે છે.

નિપાત : ફક્ત, માત્ર, તદ્દન, સાવ, છેક, કેવળ.

ઉદાહરણ:

  • માત્ર તમારા માન ખાતર હું આવીશ.
  • ફક્ત ચાર વ્યક્તિઓ જ હાજર હતાંં.

3. વિનયવાચક નિપાત

  • જેમાં વિનય, માન, મોભો કે આદરનો ભાવ હોય તેને વિનયવાચક નિપાત કહે છે.

નિપાત: જી

ઉદાહરણ:

  • શેઠજી,કંઇ ખાવાનું આપો.
  • ગૂરુજીને પ્રણામ

4. છુટા, છવાયા (પ્રકીર્ણ નિપાત)

નિપાત: કે, ને, તો, કેમ, ખરુને

ઉદાહરણ :

  • તારી પેન લાવ તો
  • તુ આવે છે ને ?
online exam examconnect
online exam examconnect

GPSC Free Coaching For ST

Read Also

મિત્રો આપણે નિપાતના ચાર પ્રકાર વિશે માહિતી મેળવી છે. ચારેય પ્રકારોમાં આવતા નિપાત કંઠસ્થ કરી લેવા અને રોજ ઉદાહરણ કરશો તો આપને નિપાત યાદ રહી જશે. તેમજ પરીક્ષામાંં નિપાતનો પ્રશ્ન ક્યારેય છુટશે નહી. આ સિવાય આપ Examconnect ની મોકટેસ્ટથી પણ તૈયારીને મજબુત કરી શકશો.