હાલમાં Probation Officer Book In Gujarati માટે ઘણા વિદ્યાર્થીઓને ખુબજ મુંઝવણ છે. કેમ કે વર્ષ-2019 બાદ પ્રોબેશન ઓફિસરની 60 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટની ઘણા લાંબા સમય બાદ ભરતી કરવામાં આવેલ હોવાથી માર્કેટમાં આ માટે ઉપયોગી સાહિત્ય પણ ઉપલબ્ધ નથી.
GSSSB Probation Officer Syllabus
આ જગ્યાઓ માટે યોગ્ય સાહિત્ય શોધતા પહેલા અભ્યાસક્રમ જાણી લેવો જરૂરી બની જાય છે. કેમ કે અભ્યાસક્રમના જાણ્યા વિના આપ અંધારામાં તીર મારવા સમાન પ્રયત્નો કરશો. પ્રોબેશન ઓફિસરનો નીચે મુજબ સિલેબલ છે.
Part-A | ||
ક્રમ | વિષય | ગુણ |
1 | તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન | 30 |
2 | ગાણિતીક કસોટીઓ | 30 |
ગુણ | 60 | |
Part-B | ||
ક્રમ | વિષય | ગુણ |
1 | બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન | 30 |
2 | સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
કુલ ગુણ | 150 |
Probation Officer Book In Gujarati
હાલમાં માર્કેટમાં આ પોસ્ટ માટે નહિવત પુસ્તકો ઉપલબ્ધ છે. ઓનલાઇન આ પુસ્તક શોધતા અમેઝોન ઇ-કોમર્સ સાઇટ પર વર્ષ 2-19 માં પ્રકાશિત થયેલ સુકાની પબ્લિકેશનનું એક પુસ્તક જોવા મળ્યુ છે. તે પણ Unavailable સ્ટેટસ બતાવેલ છે. જેથી ઓફલાઇન માર્કેટમાં આ પુસ્તકની ખરીદી કરી શકશો. અત્રે ખાસ ધ્યાનમાં રાખવુ રહે કે આ પુસ્તક જુના અભ્યાસક્રમ મુજબ હશે. તેથી આ માંથી પસંદગીના મુદ્દાઓનું વાંચન કરશો.
હાલમાં આ જગ્યાઓ માટે YouTube પર વિડિયો જોવા મળે છે. જેમા ઘણા કોચિંગ ક્લાકિસ Selected Topic પર વિડિયો ઓપલોડ કરે છે. જેથી માર્કેટમાં મુદ્દાસર કોઇ પુસ્તક આવે તે પહેલા આ વિડિયો જોઇને નોટસ બનાવી શકશો.
પ્રોબેશન ઓફિસરનો અભ્યાસક્રમ વધુ લાંબો નથી જેમ કે, પ્રથમ ભાગમાંં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન અને ગાણિતીક કસોટીઓ જેવા મુદાઓ માટે આપ કોઇ પણ સારા કોચિંગ ક્લાસના વિડિયો જોઇ શકસો અને કોઇ પણ સારા પ્રકાશનની બુક્સ ખરીદી તેમાંથી પ્રેક્ટિસ કરી શકશો. Yuva Upnishad, Liberty, Websankul અને Worldinbox જેવા પ્રકાશનની બુક્સ વસાવી પ્રેક્ટસ કરી શકશો.
પાર્ટ-B માટે બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન માટે પણ આપ ઉપર દર્શાવ્યા મુજબના પ્રકાશનમાંથી તૈયારી કરી શકશો. જેમ કે ભારતના બંધારણ માટે યુવા ઉપનિષદની બુક બેસ્ટ છે. આ પોસ્ટ સાથે સંલગ્ન મુદાઓનો અભ્યાસ વિગતવાર કરો.
Probation Officer Book List
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા -યુવા ઉપનિષદ
ગુજરાતી વ્યાકરણ – યુવા ઉપનિષદ
અંગ્રેજી વ્યાકરણ– યુવા ઉપનિષદ