Revenue Talati Vacancy 2025

Revenue Talati Vacancy 2025 | વર્ષ 2025 માં રેવન્યુ તલાટીની ભરતી થશે ?

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

Revenue Talati Vacancy 2025 માટેના સમાચાર સામે આવ્યા છે. સાથે એવા સમાચાર છે કે રેવન્યુ તલાટીની વર્ષ 2025 માં કુલ

Revenue Talati Vacancy 2025 માટેના સમાચાર સામે આવ્યા છે. સાથે એવા સમાચાર છે કે રેવન્યુ તલાટીની વર્ષ 2025 માં કુલ 2458 જગ્યાઓની ભરતી કરવામાં આવશે અને તેની ફાઇલ હાલ અંતિમ મંજુરી માટે છે. ઘણા યુટ્યુબ ચેનલ આ વાતને સાચી જણાવે છે અને ઘણા એક્ટિવિસ્ટો જણાવે છે કે આ એક માત્ર અફવા છે. પરંતુ જો આપ વર્ગ-3 ની તૈયારી કરો છો અને આ વાત સાચી છે તો આ તમારા માટે સારા સમાચાર હોય શકે છે.

Revenue Talati Vacancy 2025

આપણે ઉપર જોયુ તેમ રેવેન્યુ તલાટી માટે આવનાર વર્ષમાં 2458 જેટલી કુલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.

રેવેન્યુ તલાટીની ભરતી રેવન્યુ ડિપાર્ટમેંટમાં કરવામાં આવે છે. જેની કામગીરી ગ્રામ્ય સ્તરે હોય છે.

ભરતી કરનાર સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યાનું નામ રેવેન્યુ તલાટી, વર્ગ-3
કુલ જગ્યાઓ2458 (સંભવિત ભરતી થશે)
ઓનલાઇન અરજી માટેની વેબસાઇટ https://ojas.gujarat.gov.in/

Revenue Talati Powers and Work Profile : તલાટીની ફરજો

  • મહેસુલ વસુલ કરવામાં તકેદારી રાખવાની અને લોકોને મહેસુલ ભરવાની તારીખોની સમયસર યાદી આપવાની છે.
  • તેમણે હકકપત્રક અદ્યતન રાખવાનાં હતાં પરંતુ હવે મામલતદાર કચેરીનાં ઈ-ધરા કેન્દ્રમાં જમીન દફતરનું કોમ્પ્યુટરાઈઝેશન થતાં, ગામ નમુના નં.૬ ની નોંધ પાડવાની કામગીરી મામલતદાર કચેરીમાં થાય છે. અને તલાટીએ ઈ-ધરા મેન્યુઅલ અંતર્ગત કામગીરી કરવાની રહે છે.
  • 7/12 માં પાકની નોંધ તેણે સ્થળે જઈ તપાસ કરી, કરવાની હોય છે.
  • જમીન મહેસુલના હિસાબો રાખવાની તેની જવાબદારી છે. ઉપરાંત અન્ય આંકડા એકઠા કરવાનું તથા રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલમાં ઠરાવ્યા મુજબનાં નમુના રાખવાની તેની જવાબદારી છે. તલાટીની બીજા ખાતાઓની લેણી રકમો વસુલ કરવાની જવાબદારી છે. અને આવા લેણાંની માંગણાની વિગત તાલુકે થી મામલતદારશ્રીના મારફતે આવે છે. જે ગામની મહેસુલ હોય તે, તે ગામનાં તલાટીને સામાન્ય રીતે ભરવાની હોય છે. તલાટી તેના માટે ગ્રામ પંચાયત કચેરીએ બેસી વસુલાત કરે છે અને રકમ ભરનારાને તુરત જ સહી-સિકકાવાળી પાકી પહોંચ આપે છે. પરંતુ કાચી પહોંચ આપવાની સખ્ત મનાઈ છે. એટલે તલાટીએ દરેક રકમ માટે પાકી છાપેલી સિકકાવાળી પહોંચ આપવાની હોય છે.
  • પોતાની પાસેનાં ગા.ન.નં. 6 તથા 7/12 ના રેકર્ડ / દફતરની પ્રમાણિત નકલ હવે મામલતદાર કચેરીમાંથી મેળવાની હોઈ હવે તલાટીએ આવી નકલ ફી મેળવવાની રહેતી નથી.
  • આગ, પુર, અછત કે આવી આપત્તિ અંગે તેણે તુરત ઉપરી અધિકારીને અહેવાલ મોકલવાનો હોય છે. તેમણે અછતની કામગીરી, નાગરિક પુરવઠા ખાતાની કામગીરી, વિગેરે કામગીરી કરવાની હોય છે.
  • તલાટીએ તુલની તપાસણી માટે વર્ષમાં બે વખત ખેતરે ખેતરે સીમમાં જવાનું હોય છે. તે વખતે તુલની નોંધ સાથે ગણોતીયાના સબંધોના દફતરની ખરાઈ કરવાની, હદ નિશાનોની સ્થિતિ જોવાની, સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામાયત રસ્તા, કેડી વિગેરે ઉપરનાં દબાણો થયા હોય તો તે શોધી કાઢવાની અને તાલુકે રીપોર્ટ કરવાની તેની જવાબદારી છે.
  • જમીન સતત પડતર રહેતી હોય તો ગણોતધારાના કાયદા મુજબ તેવી જમીનો સરકારી વહીવટમાં લેવાની થાય તે અંગે તલાટીએ પહાણીપત્રક વખતે જમીન કોણ ખેડે છે. તેની પણ તપાસ કરીને અહેવાલ તાલુકે મોકલવાનો હોય છે.
  • જો ખાતેદાર રાજીનામાની માંગણી કરે તો તલાટીએ વગર ફીએ ફરજ તરીકે રાજીનામુ લખી આપવાનું છે. આમ તલાટીની મુખ્ય ફરજ સરકારી મહેસુલ ઉઘરાવવાની તથા તેનો હિસાબ રાખવાની છે. તદુપરાંત જમીન મહેસુલ નિયમોનાં વહીવટી હુકમો મુજબ કામગીરી કરવાની રહે છે.
Revenue Talati Vacancy 2025

રેવેન્યુ તલાટી વિશેની વિગતવાર માહિતી માટે ક્લિક કરો.

Revenue Talati Promotion : રેવેન્યુ તલાટી બઢતી

  • રેવેન્યુ ડિપાર્ટમેંટમાં ક્લાર્કની જેમજ રેવન્યુ તલાટીનું પ્રોમોશન નાયબ મામલતદાર તરીકે થાય છે.
  • સામાન્ય રીતે આ પ્રોમોશન 9 વર્ષે થઈ જાય છે. જો નવ વર્ષે ન થાય તો આપને ઉચ્ચોત્તર પગાર ધોરણનો લાભ આપવામા આવે છે. એટેલે કે આપનો પગારધોરણ 4400ના ગ્રેડ પે મુજબ મળતો થઇ જાય છે.
  • નાયબ મામલતદાર પછી મામલતદાર તરીકે બઢતી મળે છે. અને ત્યારબાદ નાયબ કલેક્ટર તરીકે બઢતી થાય છે.

How to Prepair For Revenue Talati ?

કોઇ પણ પરીક્ષાની તૈયારી માટે તે પરીક્ષાનો અભ્યાસક્રમને સમજવો ખુબજ જરૂરી છે. ત્યારબાદ તે મુજબના પુસ્તકો વસાવાઅ અને યોગ્ય શિસ્ત પુર્વકનું વાંચન અને ત્યારબાદ મોકટેસ્ટ કે સ્વમુલ્યાંકન કરવુ.

Revenue Talai Syllabus

રેવેન્યુ તલાટી માટે હાલ સંભવિત જગ્યાઓ ની જે માહિતી મળેલ છે. તે મુજબ આ પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ગત પરીક્ષા રેવન્યુ ડિપાર્ટમેંટ દ્વારા લેવામાં આવેલ. આ પરીક્ષા માટે સંભવિત અભ્યાસક્રમમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા, એરિથમેટિક, અંગ્રેજી ગ્રામર અને જનરલ નોલેજ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે.

નોંધ.: અધિકારિક અભ્યાસક્રમ જાહેરાત આવ્યા બાદ જાણી શકાશે.

Revenue Talai Booklist

કોઇ પણ પરીક્ષામાં આ સૌથી મુંઝવતો પ્રશ્ન હોય છે કેમ કે હાલમાં દરેક પરીક્ષાઓ માટે ખુબજ પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ થયા છે. જે પૈકી અહીં કેટલાક સુચન કરવામાં આવેલ છે.

  • ગુજરાતી વ્યાકરણ અને ભાષા – ધોરણ 8 થી 12 નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક
  • અંગ્રેજી વ્યાકરણ– YouTube કોઇ પણ સારા કોચિંગના વિડિયો જોવા અને જુના પ્રશ્નપ્રત્રોના સોલ્વ કરવા
  • એરિથમેટિક– YouTube કોઇ પણ સારા કોચિંગના વિડિયો જોવા અને જુના પ્રશ્નપ્રત્રોના સોલ્વ કરવા
  • જનરલ નોલેજ માટે ધોરણ 8 થી 10 સામાજિક વિજ્ઞાન નો અભ્યાસ કરવો ત્યારબાદ ધોરણ-11 અને 12 નું ઇતિહાસ, ભુગોળનો અભ્યાસ કરવો. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ધોરણ 8 થી 10 નું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવો.
  • પુસ્તકોનું વાંચન થઈ ગયા બાદ સારા કોચિંગ ક્લાસની મોકટેસ્ટ આપવી.

GCERT Textbook Download

અંતે ખાસ જણાવવાનું કે આ માહિતી સરળતાથી ઓનલાઇનના માધ્યમથી મળેલ છે. જેથી સત્તાવાર જાહેરાત થયા બાદજ તેની ખરાઇ કરી શકાશે તેમ છતા આ જગ્યા માટે ભરતી થશે તેવું જાણવા મળેલ હોય જેઓ આ પરીક્ષાની તૈયારી કરવા માંગે છે તેઓ અચુક આ પરીક્ષાની તૈયારી કરી શકે છે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Scroll to Top