દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં samanarthi shabd in gujarati માંથી અચુક પ્રશ્ન પુછવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષાઓ હોય કે જીપીએસસી ની પરીક્ષાઓ હોય આ ટોપિકની તૈયારી કરવી ખુબજ જરૂરી છે. આ લેખમાં આપણે સૌથી મહત્વના, પરીક્ષામાં પુછવાની સંભાવના હોય તેવા સમાનાર્થી શબ્દો વિશે જાણીશું.
આ લેખમાં સમાનાર્થી શબ્દો ગુજરાત શાળા પાઠ્ય પુસ્તક મંડળના પાઠ્યપુસ્તક તેમજ જુના પ્રશ્નપત્રમાંથી લેવામાં આવેલ છે. તેમજ ભાષા નિયામક કચેરીના સાહિત્યમાંથી લેવામાં આવેલ છે. મિત્રો, આપણે સરકારી સંદર્ભ પુસ્તકોને પ્રાથમિકતા આપીશુ જે પરીક્ષામાં વધુ પુછવાની સંભાવના હોય છે. તો ચાલો શરૂઆત કરીએ.
સમાનાર્થી શબ્દો એટલે શું ?
- અલગ અક્ષરોનુંં બંધારણ ધરાવતા શબ્દો જેનો અર્થ સમાન હોય તો તેને ‘સામાનાર્થી શબ્દો’ કહેવાય છે.
Samanarthi Shabd in Gujarati std 6-7 – સમાનાર્થી શબ્દો ધોરણ-6-7
શબ્દ | સમાનાર્થી શબ્દો | શબ્દ | સમાનાર્થી શબ્દો |
દેવભૂમિ | પવિત્ર ભૂમિ | નોખું | જુદુ,અલગ |
જિન | જૈન | લેસન | ગૃહકાર્ય |
તવંગર | પૈસાદાર | ચાટલું | દર્પણ, અરીસો |
સ્તંભ | થાંભલો | સોણલાં | સ્વપ્ન |
વિલાયતી | પરદેશી બનાવટનું. | મર્મર | ધીમો અવાજ |
વહારે | મદદે | અમીમીટ | અમૃતભરી |
હુલ્લાસ | ઉલ્લાસ | સદી | સૈકો |
પછેડી | ઓઢવા, પાથરવા | નવજાત | તરતનું જન્મેલું |
રળનારો | કમાનારો | ઓસાણ | યાદ |
અમીદ્રષ્ટિ | મહેરબાની, મીઠી નજર | રેઢું | રખડતુ |
વચાર્ય | વિચાર | બલિહારી | ખૂબી |
પાણિયાળા | બળવાન | ખોળિયું | શરીર |
ખમતીદર | સધ્ધર, પૈસાદાર | વૃથા | ફોગટ |
સોંસરો | આરપાર જવું. | પોર | ગયા વર્ષે |
ખાંડુ | તલવાર | પેખવું | જોવું |
દુર્ગમ | મુશ્કેલ માર્ગ | મોકળું | ખુલ્લુ |
ચતુરાઇ | ચાલાકી, હોશિયારી | રંજાડ | કનડગત |
વાળુ | રાત્રિભોજન | દન | દિવસ |
સરપાવ | ઇનામ | પરવાર | ફુરસદ, નવરાશ |
ટાબરિયાં | નાના બાળકો | અબુધ | અણસમજુ |
લડધો | રખડતો છોકરો | હાંડલી | નાની માટલી |
ટેસડો | મજા | લક્ષાધિપતિ | લખપતિ, શ્રીમંત |
ભૂંગોળ | ભૂંગળ | પરવરદિગાર | ઇશ્વર |
વનેર | રખડેલ, જંગલી | સરે | નીકળે |
જરઠ | ઘરડાં, વડીલો | પ્રતીતિ | સમજ, ભરોશો, વિશ્વાસ, ખાતરી |
ફિલસુફી | તત્વજ્ઞાન | અલ્પાહાર | નાસ્તો |
રળિયાત | સુંદર | ટીપણું | પંચાંગ |
સોગાત | નજરાણાની ચીજ | લાજ | આબરૂ |
દળદર | દારિદ્ર, ગરીબી | રાંકડી | ગરીબડી |
ક્લેશ | કજિયો, કંકાસ, લડાઇ | રૈયત | પ્રજા |
રૂક્ષ | બરઠ, કઠોરના અર્થમાં | ધોરિડા | બળદ |
બિરુદ | ઉપાધિ, ઉપનામ | સેરું | માળા-હાર |
ચતુરા | ચતુર સ્ત્રી | લલાટ | કપાળ |
દિગ્મૂઢ | આશ્ચર્યચકિત | ગવરી | ગાય |
અમોઘ | મૂલ્યવાન | કોરેમોરે | આજુબાજુ, ફરતે |
કંદૂક | રમવાનો દડો | પરબ | પર્વ, તહેવાર |
ભૂષણ | ઘરેણું | ગુલતાન | મશગુલ |
પરોતાપ | સંતાપ | ગોઠ્ય | ભેટ, ગોઠ |
પુરભંગ | નગરનો નાશ | ડોરણું | બોરિયુ, બટન |
ઉર | હ્રદય | કેર | જુલમ |
અંજલિ | ખોબો, પોશ | પ્રતિતી | ખાતરી |
અવતાર | જન્મ, દેહધારણ | રવેશી | પડાળી |
જાચવું | માંગવું | મોલ | પાક |
બક્ષી | આપી | વાયરો | પવન |
નિરક્ષર | અભણ | વીંજણો | પંખો |
નાનપ | હીનતા, નાનમ | હરાયું | રખડતું |
નિર્ભર | નીડર | મસ્તાન | મદભર્યુ |
નીતર્યાં | ચોખ્ખાં | ખારીલા | ઇર્ષ્યાળુ |
કિલ્લોલ | આનંદ | ખેવના | કાળજી |
મલક | પ્રદેશ | અમૂલ્ય | કીંમતી |
સીમાડો | ગામની હદ | રાન | જંગલ |
વેરાન | ઉજ્જડ | ધોધમાર | પુષ્કળ |
ભોં | જમીન | રહમ | દયા |
નરાતાર | નરદમ, નર્યું | સહજ | સ્વભાવિક |
ખોરડું | ખોલી, ઓરડી, માટીની માટીની ભીંતનું નાનું ઘર | બાનુ | સન્નારી |
ધોમ | સૂર્ય, સખત તડકો | સ્વર | અવાજ |
ધૈર્ય | ધીરજ | શાખ | આવરૂ |
યુક્તિ | કરામત, ઉપાય | મતિ | બુધ્ધિ |
ઝરૂખો | છજું | અચંબો | નવાઇ |
કમનસીબ | કમભાગી | લક્ષ | ધ્યાન |
વેળુ | રેતી | હાંડલી | નાની માટલી |
બખોલ | પોલાણ | અલ્પાહાર | નાસ્તો |
ધાક | બીક, ડર | ટીપણું | પંચાગ |
મુદ્રાલેખ | આદર્શ વાક્ય | લાજ | આબરૂ |
ધીંગણા | મારામારી, લડાઇ | રૈયત | પ્રજા |
કાળોતરો | કાળો સાપ | કારમું | ભયંકર |
ભગિની | બહેન | રાંકડી | ગરીબડી |
વખત | કાળ, સમય | સુકાળ | સારો સમય |
જાત | પંડ, પોતે | જુરા | જુવાર |
ધખ્યા | ગુસ્સે થયા, વઢ્યા | લલાટ | કપાળ |
હુન્નર | કારીગર | ધોરીડા | બળદ |
લગીર | થોડું | કોરેમોરે | આજુબાજુ, ફરતે |
દમડી | દામ, પૈસાના અર્થમાં | પરબ | પર્વ, તહેવાર |
સેજ્યા | સેજ, શય્યા, પથારી | ગુલતાન | મશગુલ |
વેવિશાળ | સગાઇ | ગોઠ્ય | ગોઠ, ભેટ |
વિકટ | કઠિન | અભિરામ | મનોહર |
મશગૂલ | તલ્લીન | અધર | નીચલો હોઠ |
બંદીવાન | કેદી | નિશિચર | રાક્ષસ |

Samanarthi Shabd in Gujarati PDF – ભાષા નિયામક ગુજરાતી વ્યાકરણ -1
Samanarthi Shabd in Gujarati PDF – ભાષા નિયામક ગુજરાતી વ્યાકરણ-2
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ બોર્ડ પાઠ્ય પુસ્તકો દરેક પરીક્ષા માટે ઓથેંટિક સોર્સ છે. કેમ કે અહીં કોઇ પણ શબ્દનું અર્થઘટન આ પુસ્તકમાં આપવામાં આવેલ શબ્દથી અંતિમ નક્કી કરવામાં આવેલ છે. જેથી કોઇ પણ ગુજરાતી વ્યાકરણની પરીક્ષાની તૈયારી કરવી હોય તો આ પાઠ્ય પુસ્તકોથી કરવી ખુબજ જરૂરી છે.
મિત્રો, આ પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ છે. જો આપ સામાનાર્થી શબ્દો સિવાય અન્ય ગુજરતી વર્બલ્સ ની તૈયારી જેમ કે, રૂઢીપ્રયોગો, શબ્દ સમુહ માટે એક શબ્દ અને વિરૂધાર્થી શબ્દોથી તૈયારી માટે પણ આ પુસ્તકો ખુબજ ઉપયોગી થાય છે.
દરેક ધોરણમાં ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં શ્રેણીબધ્ધ વ્યાકરણને સમાવી લેવામાં આવેલ છે. જેમકે અલંકાર, છંદ, વિભક્તિઓ, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ અને સમાસ જેવા વ્યાકરણના મુદ્દાઓને પણ પાયાથી મજબૂત કરી શકશો.
Best Study Materials For All Exams
જુના પ્રશ્નપત્રમાં પૂછાયેલા સમાનાર્થી શબ્દો
મિત્રો, અગાઉની અલગ અલગ પરીક્ષામાં પૂછવામાં આવેલા સામાનાર્થી શબ્દોના ઉદાહરણો આપવામાં આવેલ છે. આપ આ ઉદાહરણના અભ્યાસથી સમજી શકશો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પુછવામાં આવે છે.
પ્રશ્ન | A | B | C | D | |
1 | શિવ આ નામે ઓળખાતા નથી ? (પી.એસ.આઇ. -2015) | મહાદેવ | ધૂર્જટિ | શંકર | નારાયણ |
2 | આપેલ વિકલ્પમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. (પી.એસ.આઇ. -2015) | સૂર્ય | શશી | યામિની | આકાશ |
3 | કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો (પી.એસ.આઇ. -2015) | વણસવું | ખરાબ થવું | બગડવું | વખોડવું |
4 | કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો (પી.એસ.આઇ. -2015) | કુહર | ભેખડ | ગુફા | બખોલ |
5 | નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી.(પી.એસ.આઇ. -2015) | અંબુ | સલિલ | સરસી | ઉદક |
6 | સબરસનો સમાનાર્થી શબ્દ આપો. (પી.એસ.આઇ. -2015) | લવણ | મધુરસ | સ્વાદિષ્ટ | બધા રસ |
7 | અન્ત:પુરનો સમાનાર્થી શબ્દનો અર્થ આપો. (પી.એસ.આઇ. -2015) | અંતરનો પ્રવાહ | રણવાસ | દિલનગર | મનપુર |
8 | નીચેમાંથી ‘ખોળો’ શબ્દનો પર્યાય શોધો (જુનિયર ક્લાર્ક (જુનાગઢ) -2015 | ઉછંગ | ખોબો | ઉદક | સલિલ |
9 | નીચેનામાંથી કયો શબ્દ પર્યાય નથી (જુનિયર ક્લાર્ક (જુનાગઢ) -2015) | યામિની | શર્વરી | દામિની | નિશા |
10 | નીચેનામાંથી કયો શબ્દ પવન નો સમાનાર્થી નથી (મોટરવાહન નિરીક્ષક વર્ગ-2 ) | માતરિશ્વા | અનિલ | સમીર | અબ્ધિ |
11 | ભાનુ શબ્દનો સમાનાર્થી દર્શાવો. (મોટરવાહન નિરીક્ષક વર્ગ-2 ) | મૃગાંક | માર્તંડ | શશાંક | મયંક |
12 | નીચેનામાંથી કયો શબ્દ ‘તીર’નો સમાનાર્થી નથી ? | ઇષુ | શિલિમુખ | શર | પણછ |
13 | પંખી માટેનો સમાનાર્થી શબ્દ દર્શાવો | જલજ | નીરજ | પંકજ | અંડજ |
14 | નીચેના પૈકી કયો શબ્દ ‘આકાશ’ નો પર્યાયવાચી નથી? | વ્યોમ | દ્યો | અંતરિક્ષ | ધૂમકેતુ |
15 | નીચેનામાંથી કયો શબ્દનો અર્થ ‘વિદ્વાન’ એવો થાય છે? (ટેટ-2- 2014) | માનુષ | ભૃત્ય | વરિષ્ઠ | પ્રાજ્ઞ |
16 | શર’ શબ્દ નો અર્થ ………….થાય છે ? (ટેટ-2-2012) | શુરાતન | માથું | બાણ | સરોવર |
17 | અસુયા’ શબ્દનો શો અર્થ થાય છે ? (ટેટ-2-2012) | રાક્ષસી | અહંકાર | અદેખાઇ | બુધ્ધિ |
18 | નીચેનામાંથી ‘જંગલ’ શબ્દનો પર્યાયવાચી ન હોય તેવો શબ્દ કયો છે? (ટેટ-2-1014) | કાનન | અરણ્ય | વિપન્ન | વિપિન |
19 | આપેલ સમાનાર્થી શબ્દોની કઇ જોડ સાચી છે? (ટેટ-2-1014) | પુર-નગર | પાણિ-જળ | પૂર-નગર | પાણી -હાથ |
20 | આપેલા શબ્દોમાંથી કયા શબ્દનો અર્થ ‘હોડી’ થતો નથી? (ટેટ-2-1014) | તરિ | ખલી | મછવો | પનાઇ |
21 | નિશીથ’ શબ્દનો અર્થ શું થાય છે ? (ટેટ-2-1014) | રાત્રિનો પ્રથમ પ્રહર | મધ્યરાત્રિ | રાત્રિનો છેલ્લો પ્રહર | સમગ્ર રાત્રિ |
22 | આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. (ટેટ-2-1013) | અભિમાન | પદ | પ્રતિષ્ઠા | હોશિયાર |
23 | નારી’ નો સામાનાર્થી શબ્દ જણાવો. (ટેટ-2-1013) | વનિતા | વસુધા | ધરણી | સરિતા |
24 | સમીર’ શબ્દ નો સમાનાર્થી શબ્દ નથી. (ટેટ-2-1013) | હવા | પવન | વાયરો | વાવાઝોડું |
25 | પર્યાય શબ્દની યોગ્ય ન હોય તેવી જોડ કઈ છે ? (ટેટ-2-1013) | નેત્ર-નેણ | નીર-જળ | નીર-ક્ષીર | વ્યોમ-આકાશ |
26 | અખિલ’ શબ્દનો પર્યાય શબ્દ જણાવો. (ટેટ-2-1013) | અલૌકિક | અખંડ | અનલ | સ્થિર |
27 | નીચેનામાંથી કયો શબ્દ ‘પૃથ્વી’ નો સમાનાર્થી નથી ? GPSC-2014) | ઇલા | ચપલા | અવનિ | અચલા |
28 | નીચેનામાંથી કયો શબ્દ ‘સમુદ્ર’નો સમાનાર્થી નથી. GPSC-2014) | અર્ણવ | કસ્તુભ | મકરાલય | અદ્રિ |
29 | સંચય’ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ કયો છે ? (GPSC-2014) | વિનય | વ્યય | વિધેય | વિક્રય |
30 | નીચેના પૈકી કયો શબ્દ ‘અગ્નિ’ નો પર્યાયવાચી નથી ? (GPSC-2014) | વહ્નિ | અનલ | અનિલ | કૃશાનુ |
31 | અરણ્ય’ શબ્દનો સમાનાર્થી દર્શાવો (GPSC-2014) ) | શર્વરી | નિશીથ | વિપિન | ગુલશન |
32 | નીચેના પૈકી કયો શબ્દ ‘સુન્દરી’ નો સમાનાર્થી નથી? (GPSC-2014) ) | રામા | તન્વી | વનિતા | કૃશાંગી |
33 | આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ લખો. (બિનસચિવાલય ક્લાર્ક-2014) | તોખાર | ગદર્ભ | ખજ | અજ |
34 | આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ લખો. (બિનસચિવાલય ક્લાર્ક-2014) | સુંદર | સૂરત | ભારતી | ભરતી |
35 | આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ લખો. (બિનસચિવાલય ક્લાર્ક-2014) | વન | કૂમળું | કાજળ | કર્મ |
36 | આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ લખો. (બિનસચિવાલય ક્લાર્ક-2014) | વાણી | વાચા | સલિલ | જરા |
37 | નીચેના શબ્દો માંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે? (ટેટ-2-2011) | નૃપતિ | મહીપતિ | પ્રાણપતિ | ભુપતિ |
38 | નીચેના પૈકી કઓ શબ્દ ‘ધન’નો પર્યાય નથી ? (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | નિર્જર | અર્થ | વસુ | વિત્ત |
39 | નીચેના પૈકી કયો શબ્દ ગંગાનો સમાનાર્થી નથી ? (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | કાલિન્દી | જાહ્ન્વી | ભાગીરથી મંદાકિની | |
40 | કયો શબ્દ ‘કામદેવ’ નો સમાનાર્થી નથી ? (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | કંદર્પ | મનોજ | રજનીશ | મન્મથ |
41 | નીચેના પૈકી કયો શબ્દ ઇચ્છાનો પર્યાયવાચી નથી ? (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | સ્પૃહા | કામના | ઝંખના | પ્રમોદ |
42 | નીચે દર્શાવેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. વિહંગ (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | તુરંગ | સુરંગ | પક્ષી | વિહગ |
43 | નીચે દર્શાવેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. થાપણ (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | પારકુધન | મૂડી | અનામત | અમાનત |
44 | નીચે દર્શાવેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. શૃંગ (પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | શીંગડું | શૃંગાર | શિખર | સિંગાર |
નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ?(પી.એસ.આઇ ગુજરાતી પેપર-2012) | સુત | તનુજ | દનુજ | નંદન |

ExamConnect પર આપના માટે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ શ્રેણી આપવામાં આવેલ છે. જેના વાંચનથી આપ ગુજરાતી વ્યાકરણને વધારે મજબુત બનાવી શકશો. આ સિવાય આપ અમારી Free Mocktest ના માધ્યમથી પરીક્ષાને વધારે મજબૂત બનાવી શકશો. આપ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના, ધન્યવાદ.