Samas in gujarati Vyakaran

Samas in gujarati
Samas in gujarati

ગુજરાતીમાં સમાસ (Samas in gujarati ) વ્યાકરણમાં સૌથી મહત્વનો ટોપિક છે. ગુજરાતની કોઇ પણ પરીક્ષામાં આમાંથી પ્રશ્ન જરૂર આવતા હોય છે. જેથી આ ટોપિકની તૈયારી કરવી ખુબજ જરૂરી છે. મિત્રો, આપ સૌ જાણો છો હાલ સ્પર્ધા ખુબજ વધી ગઈ છે તેથી કોઇ પણ વિષયના દરેક મુદ્દાઓની તૈયારી કરવી ખુબજ જરૂરી બની જાય છે. આ આર્ટિકલમાં આપણે સમાસના મુખ્ય પ્રકારો, તેના ઉદાહરણો અને યાદ રાખવા માટેની ટિપ્સ વિશે જાણીશુ. તો ચાલો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને સમાસ વિશે જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સમ + આસ = સાથે બેસવુ, રહેવુ.

ઉદા. માતાપિતા – માતા અને પિતા (માતા-પુર્વપદ, પિતા-ઉત્તરપદ, વિગ્રહ-અને)

સમાસ ના પ્રકાર અને ઉદાહરણ :

1. દ્વદ્વ સમાસ (Samas in gujarati)

1. ઇતરેતર દ્વન્દ્વ સમાસ

બંને પદ નામ અથવા સંજ્ઞા હોય (વિગ્રહ-અને)

ઉદાહરણ:

  • ભાઈબહેન – ભાઈ અને બહેન
  • સુખશાંતિ – સુખ અને શાંતિ
  • સોયદોરો – સોય અને દોરો
  • ગાદીતકિયા – ગાદી અને તકિયા

બંને પદ વિશેષણ હોય (વિશેષણ –  નામના અર્થમાં વધારો કરે )

  • કાળુંધોળું – કાળું અને ધોળું
  • રાતુંપીળું – રાતું અને પીળું
  • ખારુંખાટું – ખારું અને ખાટું
  • ઊંચું-નીચું – ઊંચું અને નીચું

બંને પદ ક્રિયાપદ હોય ક્રિયાનુ સૂચન કરે

  • નાહ્યાધોયા – નાહ્યા અને ધોયા
  • વાળીઝુડી- વાળી અને ઝૂડી
  • લખ્યુંવાંચ્યું – લખ્યું અને વાંચ્યું

બંને પદ નામયોગી

  • આગળપાછળ- આગળ અને પાછળ
  • ઉપરનીચે – ઉપર અને નીચે
  • આજુબાજુ – આજુ અને બાજુ

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

2. વૈકલ્પિક દ્વંદ્વ સમાસ

  • વિગ્રહ – કે, અથવા
  • લાભાલાભ – લાભ કે અલગ
  • જયપરાજય – જય અથવા પરાજય
  • હારજીત – હાર કે જી
  • દસબાર – દસ કે બાર
  • વીસપચ્ચીસ – વીસ અથવા પચ્ચીસ

3. સમાહાર દ્વંદ્વ સમાસ

સમૂહ નો અર્થ દર્શાવે છે.

  • શાકભાજી – શાકભાજી વગેરે
  • હવાપાણી – હવા પાણી વગેરે

2. અવ્યવીભાવ સમાસ

વાક્યમાં પુર્વપદ તરીકે યથા, પ્રતિ, આ, દર, હર જેવા શબ્દો આવે.

  • યથાશક્તિ – શક્તિ પ્રમાણે
  • પ્રતિમાસ – દરેક માસ
  • આજીવન – જીવન સુધી
  • દરરોજ – પ્રત્યેક દિવસ
Samas in gujarati
Samas in gujarati

3. દ્વિગુ સમાસ

પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણના અર્થમાં

  • ત્રિશૂળ – ત્રણ શુળ નો સમૂહ
  • પંચાંગ – પાંચ અગોનો સમૂહ
  • ખટરસ- છ રસનો સમૂહ
  • ષડદર્શન – છ દર્શન નો સમૂહ
  • પંચવટી-પાંચ વડ નો સમૂહ
  • દ્વિગુ – બે ગાયોનો સમૂહ

4. મધ્યમપદલોપી સમાસ

સમાસમાં બે પદ હોય

વિગ્રહ કરતાં વચ્ચે એક પદ મધ્યમ પદ મૂકવું પડે છે.
સમાસમાં મધ્યમ પદનો લોપ થયેલો હોય છે
.

  • ધારાસભા – ધારા ઘડનારી સભા
  • આગગાડી – આગ થી ચાલતી ગાડી
  • કામધેનુ – કામ પૂરી કરનારી ધેનું
  • દીવાદાંડી – દીવો દર્શાવતી દાંડી
  • શિલાલેખ – શીલા ઉપર કોતરેલ લેખ
  • ટિકિટબારી – ટિકિટ લેવાની બારી
  • ટપાલપેટી – ટપાલ રાખવાની પેટી
  • મૃગજળ – મૃગને દેખાતું જળ
  • દીવાસળી – દીવો પ્રગટાવતી સળી

5. કર્મધારય સમાસ

પૂર્વપદ વિશેષણ, ઉત્તરપદ સંજ્ઞા/નામ

  • મહાત્મા- મહાન આત્મા
  • પીતાંબરપીત અંબર(વસ્ત્ર)
  • ઉષ્ણોદક- ઉષ્ણ ઉદક (પાણી)
  • શીતોદક -શીત ઉદક
  • પરમેશ્વર – પરમ ઇશ્વર
  • સજ્જન- સત જન
  • શુક્લ પક્ષ – શુક્લ(શ્વેત) પક્ષ(માણસ)

પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણી ઉપમા અલંકાર જેવી

  • વીજળીવેગ -વીજળી જેવી વેગ
  • વજ્રદેહ -વજ્ર જેવું દેહ
  • પાણીપોચું- પાણી જેવું પોચું
  • હિમશીતળ- હિમ જેવું શીતળ
  • ચંદ્રમુખી – ચંદ્ર જેવું મુખ
  • મેઘગંભીર – મેઘ જેવું ગંભીર

ઉત્તરપદ તરીકે અંતર, વિશેષ, માત્ર

  • રૂપાતંર- અંતર રૂપ
  • ભાષાંતર – અંતર ભાષા
  • વ્યક્તિ વિશેષ – વિશેષ વ્યક્તિ

પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે એકરૂપતા રૂપક અલંકાર જેવી

  • સંસારસાગર- સંસારરૂપી સાગર
  • જીવનવાડી – જીવનરૂપી વાડી
  • કાવ્યમૃત – કાવ્યરૂપી અમૃત
  • આશાવેલ – આશારૂપી વેલ
  • મનમોર- મનરૂપી મોર
  • સુરજનારાયણ – સુરજ એજ નારાયણ
  • જ્ઞાનદીપ – જ્ઞાનરૂપી દીપક

6. બહુવ્રીહી સમાસ

અન્ય પદના વિશેષણ તરીકે આવી શકે છે

  • મુશળધાર-જેની ધારાઓ મુસળ જેવી છે તે
  • નીલકંઠ – નીલ છે કંઠ જેની તે
  • ચંદ્રમુખી – ચંદ્ર જેવું જેનું મુખ છે તે
  • વીણાપાણિ- વીણા છે જેના પાણિમાં (હાથમાં) તે
  • ચક્રપાણિ- ચક્ર છે જેના પાણિમાં તે
  • વિધવા – વિગત થયો છે ધવ તે
  • સહકુટુંબ- કુટુંબ છે જેની સાથે તે
  • ગજાનંન ગજ જેવું જેનું આનન છે તે
  • બહુવ્રીહિ- બહુ છે વ્રીહિ (ચોખા) જેની પાસે તે.

7. ઉપપદ સમાસ

ઉત્તરપદ ક્રિયા ધાતુ પરથી બન્યું હોય એને ક્રિયાનું સૂચન કરે

  • પંકજ – પંક (કાદવ)માં જન્મનાર
  • નર્મદા – નર્મ (આનંદ) આપનારી
  • પ્રેમદા – પ્રેમ આપનારી
  • સુખદ – સુખ આપનાર
  • ગિરિધર- ગીરીને ધારણ કરનાર
  • ધાડપાડુ-ધાડ પાડનાર
  • પથ્થરફોડ – પથ્થરને ફોડનાર
  • હરામખોર – હરામનું ખાનાર
  • હીરાપારખુ – હીરા અને પારખનાર

8. તત્પુરુષ સમાસ

ઉદાહરણ:- રામે રાવણ માર્યો.

‘એ’ પ્રત્યય.

તત્પુરુષ સમાસમાં એ, ને, થી, માંથી જેવા પ્રત્યયો હોય છે.

1. દ્વિતીય તત્પુરુષ/કર્મ તતુપુરુષ: પ્રત્યય- ‘ને’

ઉદાહરણ:

  • મરણશરણ- મરણને શરણ
  • આદરપાત્ર – આદરને પાત્ર
  • ઇશ્વરાધીન – ઇશ્વરને આધીન
  • મનગમતુ- મનને ગમતુ
  • કૃષ્ણાશ્રિત – કૃષ્ણને આશ્રિત
  • નિંંદ્રાવશ – નિંદ્રાને વશ

2. તૃતીય તત્પુરુષ/કરણ તત્પુરુષ સમાસ

સાધન/કારણ

પ્રત્યય- થી, વડે

ઉદાહરણ:

  • રત્નજડિત – રત્નથી જડિત
  • કષ્ટ સાધ્ય- કષ્ટ વડે સાધ્ય
  • રસભીનું – રસથી ભીનું
  • હસ્તલિખિત – હાથથી લિખિત
  • રસતરબોળ – રસથી તરબોળ
  • ચિંતાતુર – ચિંતા વડે આતુર

4. ચતુર્થી તત્પુરુષ / સંપ્રદાન તત્પુરુષ:

પ્રત્યય : – માટે

કોઇને માટે ક્રિયા થાય.

ઉદાહરણ:

  • યુધ્ધસજ્જ – યુધ્ધ માટે સજ્જ
  • યજ્ઞવેદી – યજ્ઞ માટે વેદી
  • ગુરૂદક્ષિણા – ગુરુ માટે દક્ષિણા
  • પુજનથાળ – પૂજન માટે થાળ

5. પંચમી તત્પુરુષ / અપાદાન તત્પુરુષ

છુટા પડવું

પ્રત્યય- થી, માંથી

  • ભયમુક્ત – ભયથી મુક્ત
  • સ્થાનભ્રષ્ટ- સ્થાનથી ભ્રષ્ટ
  • દેશનિકાલ – દેશમાંથી નિકાલ
  • ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત

6. પષ્ઠી તત્પુરુષ/ સંબંધ તતુપુરુષ

પ્રત્યય: નો, ની, નુ, ના

બે નામોને જોડે છે.

ઉદાહરણ:

  • દેશસેવા – દેશની સેવા
  • ભાગ્યોદય – ભાગ્યનો ઉદય
  • ગંગાજળ – ગંગાનું જળ

7. સપ્તમી તત્પુરુષ / અધિકરણ તત્પુરુષ

સ્થાન, ક્ષેત્ર દર્શાવે છે.

પ્રત્યય: – માં

ઉદાહરણ: –

  • વનવાસ – વનમાં વાસ
  • વ્યવહારકુશળ – વ્યવહારમાં કુશળ
  • કલાનિપુણ – કલામાં નિપુણ
  • દાનવીર – દાનમાંં વીર
cce online exam
cce online exam

મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણના મહત્વના ટોપિક તરીકે સમાસને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરેલ છે. દરેક સમાસમાં આપવામાં આવેલ નિયમો જેમા ખાસ કરીને તે કયા પ્રત્યયથી જોડાયેલા છે તે ખાસ કંઠસ્થ કરી લેવુ જેથી પરીક્ષામાં સહેલાયથી પ્રશ્નના જવાબ આપી શકશો. આશા રાખુ છુ આપને આર્ટિકલ ગમ્યો હશે. અન્ય મિત્રો સુધી પણ જરૂરથી પહોંચાડશો. ધન્યવાદ.

Leave a Reply